Popular Posts
સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
Saturday, 9 March 2013
Friday, 8 March 2013
SMC ની એકસપ્લોઝર વિઝીટ
આજ રોજ અમારી પોંસરી શાળામાં તાલુકાની કેન્દ્ર શાળાના કેન્દ્ર શિક્ષકો , તાલુકાના મુખ્ય શિક્ષકો , તાલુકાના સી.આર.સી કો. , એસ.એમ.સી.ના સભ્યો વગેરેની એક દિવસની શાળાની એક્ક્ષપ્લોઝર વિઝીટ કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત શાળાની બાલિકાઓ દ્વારા પ્રાથના અને સ્વાગતથી કરવામાં આવી. આચાર્યશ્રી સંદીપભાઈ પટેલે પધારેલા મહેમાનોનું સ્વાગત કરી શાળામાં થતી જુદી જુદી શેક્ષનિક પ્રવૃતિઓથી બધાને માહિતગાર કરી શાળામાં એસ એમ સી ના સભ્યોની ભાગીદારીની માહિતી આપી. આજના પ્રસંગ પધારેલા મુખ્ય મહેમાન તાલુકા કેળવણી નિરિક્ષક બહેન શ્રી પુષ્પાબહેન, અન્ય મહેમાનો એવા દેવસર ગામના નિવૃત કેળવણી નિરિક્ષક શ્રી ભાણાભાઈ પટેલ ,દેવસર શાળાના એસ એમ સી ના સભ્ય અને નિવૃત કેળવણી નિરિક્ષક શ્રી રમણભાઈ પટેલ, સી આર સી કો. કુમારી રાજેશ્રીબેન અને અન્યોએ પોતાના વક્તવ્યો આપી અભિપ્રાય આપ્યો.
આજના પ્રસગે પધારેલા બધા મહેમાનોએ શાળાની પ્રગતિની નોધ લીધી. શાળાના ૧ થી ૪ ધોરણમાં ચાલતા પ્રજ્ઞા વર્ગની મુલાકાત કરી. વર્ગની સરાહના કરી સાથે સાથે ધોરણ ૫ થી ૮ ના વર્ગોની પણ મુલાકાત લીધી. બધાએ અમારી શાળામાં કરવામાં આવતા કાર્યો ને બિરદાવી વધુ પ્રગતિ માટે આર્શીવચન આપ્યા.
વધુમાં સોમનાથ કેન્દ્રના સી.આર.સી. કો. શ્રી લાલભાઈ ટંડેલ દ્વારા શાળાના બાળકોને પપેટ શો નું નિદર્શન કરાવ્યું.
આજના કાર્યક્રમની તસ્વીર.

| મહેમાનોનું સ્વાગત |
| પધારેલા મહેમાનો |
| મુખ્ય શિક્ષક શ્રી નું પ્રવચન |
| મહેમાનોનું પ્રવચન |
| મહેમાનોનું પ્રવચન |
| મહેમાનોનું પ્રવચન |
| બાળકો દ્વારા નાટકની રજૂઆત |
![]() |
| પપેટ શો |
![]() |
| પપેટ શો |
Thursday, 7 March 2013
એસ એમ સી ટ્રેનીગ
Thursday, 28 February 2013
વિજ્ઞાન દિન ઉજવણી
આજ રોજ અમારી શાળામાં વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવી. શાળામાં પ્રથમ સવારે પ્રાથના સંમેલનમાં ધોરણ-૬ થી ૮ ના બાળકોએ વિજ્ઞાન ના લાભ-ગેરલાભ ની સરસ વાતો કરી. જુદા જુદા વિજ્ઞાનીઓના જીવનચરિત્ર ની સરસ વાતો કરી.વિજ્ઞાનીઓનો પરિચય આપ્યો. વિજ્ઞાનની અવનવી શોધોની વાતો કરી.
આજના પ્રસંગે શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલે વિજ્ઞાનથી આપણને થતા ફાયદાઓ અને ગેરફાયદાની સમજ બાળકોને આપી.. બાદમાં ધોરણ- ૬ થી ૮ ના બાળકોને પાઠ્યપુસ્તક માં આવતા વિજ્ઞાનના પ્રયોગોની સ્લાઈડો એલ સી ડી પર બતાવી પ્રયોગો બાળકોને બતાવવામાં આવ્યા. કેટલા પ્રયોગો બાળકોએ જાતે કરી નિદર્શન કરાવ્યું. આજના વિજ્ઞાન દિવસની સરસ ઉજવણી કરી.
પ્રયોગ નિદર્શન

| પ્રયોગ નિદર્શન |
![]() |
| પ્રયોગ નિદર્શન |
Thursday, 21 February 2013
Saturday, 16 February 2013
તરુણમહોત્સવ ૨૦૧૩
તારીખ ૧૨-૨-૨૦૧૩ ના દિને જીલ્લાકક્ષાનો તરુણ મહોત્સવ ચીખલી કુમાર શાળામાં યોજવામાં આવ્યો. અમારી શાળાએ આ તરુણ મહોત્સવમાં ચિત્રકલા વિભાગમાં શાળાની ધોરણ-૭ માં અભ્યાસ કરતી બાલિકા તન્વી ભરતભાઈ પટેલે તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી જીલ્લા કક્ષાએ ભાગ લેવાનો મોકો મળીયો. આજની આ સ્પર્ધામાં તન્વી ભરતભાઈ પટેલે સારો દેખાવ કરી દ્વિતીય સ્થાન મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું.
Saturday, 9 February 2013
મતદારયાદી સુધારણા ૨૦૧૩
1 - 1 - 2013 ના રોજની નવી મતદાર યાદી બનાવવા માટે મતદારયાદી સુધારણાનો ખાસ
કાર્યક્રમ તારીખ - 17 - 02 - 2013 રવિવાર અને તારીખ - 24 - 02 - 2013 ને રવિવાર ના રોજ યોજાય રહીયો છે. આ કાર્યક્રમમાં બી.એલ.ઓ. દ્વારા 31 - 12 - 1994 ના રોજ જે લોકોનાં 18 વર્ષ પુરા થતા હોય તેમના નવા નામો નોધવામાં આવશે. તથા નામ બાદ કરવા, સુધારા કરવા અને સરનામા ફેરફારની કામગીરી પણ સાથે કરવામાં આવશે.
પોસરી ગામના મતદારો કે જેમના ૧૮ વર્ષ તારીખ ૧-૧-૨૦૧૩ ના દિને પુરા થતા હોય એટલે કે જેમની જન્મતારીખ ૩૧-૧૨-૧૯૯૪ પહેલાની હોય તો આપની શાળાના શિક્ષકો ૧. શ્રી શંકરભાઈ બી. પટેલ અને શ્રી જયંતીલાલ બી. પટેલ નો સંપર્ક કરો.

Subscribe to:
Posts (Atom)

+copy.jpg)