શાળાના શૈક્ષણીક સ્તરને ઉચ્ચત્તમ સ્તરે લઇ જવા માટે શૈક્ષણિક કાર્યની સાથે સાથે ભૌતિક સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવી એટલીજ જરૂરી છે. જે અંતર્ગત શાળામાં જુના મકાનની જગ્યાએ એસ.એસ.એ. ગાંધીનગર દ્વારા બાંધવામાં આવનારા ૬ ઓરડાના આર.સી.સી. મકાનનું ખાતમુહૂર્ત શાળા પરિવાર ની હાજરીમાં શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શાળાની મહામંત્રી કુમારી ઝાન્વી એમ.પટેલના વરદ હસ્તે ધાર્મિક વિધિ અનુસાર ગોરમહારાજની હાજરીમાં સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવ્યું.
Popular Posts
સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
Friday, 13 December 2013
Monday, 2 December 2013
Sunday, 1 December 2013
Gunotsav -4 - પરિણામ
મિત્રો ગુણોત્સવ - ૪ નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. પરિણામ ચકાસવા નીચે ક્લિક કરો.
ગુણોત્સવ - ૪ --- ૨૦૧૩ નું પરિણામ જોવા અહી ક્લિક કરો.
FIRST 5 DISTRICT
ગુણોત્સવ - ૪ --- ૨૦૧૩ નું પરિણામ જોવા અહી ક્લિક કરો.
FIRST 5 DISTRICT

FIRST 15 TALUKA

Friday, 22 November 2013
શાળા આરોગ્ય સપ્તાહ ઉજવણી
આજથી શુભારંભ
આજરોજ અમારી શાળામાં શાળા આરોગ્ય સપ્તાહની ઉજવણીનો જીલ્લા કક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોંસરી આયોજિત આજના જીલ્લા ક્ક્ષાના કાર્યકામનું ઉદઘાટન ગણદેવી વિભાગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ માનનીય મંગુભાઈ પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું. એમણે આજના પ્રસંગે આરોગ્યલક્ષી માહિતી આપી.જીલ્લાના આરોગ્ય અધિકારી શ્રીએ પણ પ્રસગોપાત વાતો સમજાવી.
Saturday, 12 October 2013
Thursday, 10 October 2013
Sunday, 6 October 2013
ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૩
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૩ નું આયોજન તારીખ - ૪/૧૦/૨૦૧૩ થી ૫/૧૦/૨૦૧૩ દરમ્યાન ગણદેવી તાલુકા કક્ષાનું પ્રદર્શન કેન્દ્રશાળા બીગરીમાં યોજવામાં આવ્યું. પ્રદર્શનમાં તાલુકાની વિવિધ શાળાની ૬૫ જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી . અમારી શાળાએ પણ વિભાગ-૫ સંસાધન માં કૃતિ રજુ કરી. અમારી કૃતિનો વિષય હતો ભૌમિતિક આકારોની સમજ અને માપન દ્વારા સૂત્ર તારવણી. બાળકો એ વિજ્ઞાન મેળો જોનારને સરસ સમજ આપી. સાથે-સાથે અત્રે યોજેલ વિજ્ઞાન મેળાને શાળાના ધોરણ- ૬ થી ૮ ના બાળકોએ પણ નિહાળ્યો.
Subscribe to:
Posts (Atom)








