અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday, 14 August 2014

પ્રજ્ઞા વાલી મીટીંગ - ધોરણ - ૧ / ૨ ...૨૦૧૪-૧૫

                     અમારી શાળામાં ધોરણ - ૧ અને ૨ માં જુન-૨૦૧૦ થી  અને  ધોરણ  ૩ અને ૪ જુન-૨૦૧૧ થી  પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ મુજબ શિક્ષણકાર્ય ચાલતું હતું . તથા ચાલુ શૈક્ષણિક વર્ષથી ફેઝ-૫ અંતર્ગત  ધોરણ - ૫ માં પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ મુજબ શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ દ્વારા આપવામાં  આવતા શિક્ષણકાર્યની સમજ બાળકોના વાલીઓને મળે અને પોતાનું બાળક આ નવીન અભિગમ મુજબના અભ્યાસક્રમ મુજબ કેટલું સમજી અને શીખી શકે છે. એની સમજ આપવા શાળાના પ્રજ્ઞા વર્ગખંડમાં ધોરણ - ૧ અને ૨ ના બાળકોની વાલી મીટીંગ તારીખ - ૧૩/૮/૨૦૧૪ ના રોજ રાખવામાં આવી.
                 આજની વાલી મીટીંગમાં શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે વાલીઓને આવકારી મીટીંગની રૂપરેખા આપી. આચાર્યશ્રીએ પધારેલા વાલીઓને પ્રજ્ઞા અભિગમ દ્વારા બાળકોને શીખવા - શીખવવાની વિશિષ્ઠ પદ્ધતિની સમજ આપી. બાળકો આ નવીન અભિગમ મુજબ પોતાનું શિક્ષણ કેવી રીતે મેળવે છે તે બાબતે માહિતી આપી. પ્રજ્ઞા શિક્ષક શ્રીમતી કલ્પનાબેન પટેલ અને શ્રીમતી લીલાબેન પટેલે બાળકોને આપવામાં આવતા શિક્ષણના વિવિધ મુદ્દા જેવા કે પ્રજ્ઞા શિક્ષણમાં કરવાની વિવિધ પ્રવૃતિઓ , પ્રજ્ઞા શિક્ષણનો ખ્યાલ , પ્રજ્ઞા અભિગમમાં બાળકો માટે નક્કી કરેલ માઈલ સ્ટોન , બાળકોને આપવામાં આવતી સ્વાધ્યાયપોથી , પ્રજ્ઞા છાબડી , પ્રજ્ઞા ઘોડી વગેરે ની સમજ પધારેલા વાલીઓને આપવામાં આવી. પ્રજ્ઞા અભિગમ શું છે ? અને પ્રજ્ઞા અભિગમ દ્વારા પોતાનું બાળક કેવી રીતે શીખે છે એની સમજ આપી. વાલીઓ સમક્ષ બાળકોએ કરેલ પ્રવૃતિનું નિદર્શન તથા બાળકોની પ્રોફાઈલ નું નિદર્શન કરવામાં આવ્યું. વાલીઓમાં પ્રજ્ઞા બાબતે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
                                    આજની વાલી મીટીંગનો હેતુ સફળ રહ્યો.
                                     આજની મીટીંગની તસ્વીર ............








Saturday, 9 August 2014

રક્ષાબંધન પર્વ ઉજવણી


સૌને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ 
              આજરોજ તારીખ - ૯/૮/૨૦૧૪ ને શનિવારના દિને શાળામાં પ્રાસંગિક અને ધાર્મિક પર્વ ઉજવણી અંતર્ગત રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. આજે સૌ પ્રથમ સવારે શાળાની સમૂહ પ્રાર્થના દરમ્યાન  શાળાના ઉપ શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલે પોતાની ગુરુવાણીમાં બાળકોને સુંદર બાળ વાર્તા દ્વારા માનવતાનો ગુણ વિકસાવી એક માનવ બનવાની પ્રેરણા આપી. બાદમાં બાળકોને રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું. અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.  જેવા પત્રો નું ઉદાહરણ આપી  આ પર્વનું મહત્વ સમજાવ્યું.  સૌને આ પર્વની શુભેચ્છા પાઠવી.       

                    બાદમાં શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે પોતાની આગવી ભાષામાં રક્ષાબંધનમાં પર્વની ઉજવણીની નાનામાં નાની બાબતો સમજાવી. બાળકોને રાખડીનું મહત્વ જુદા-જુદા ધાર્મિક ઉદાહરણો દ્વારા બતાવ્યું. એમણે પણ આજના પર્વનું ધાર્મિક અને સામાજિક મહત્વ બાળકોને બતાવ્યું. સાથે - સાથે શાળાના શિક્ષકો અને બાળકોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી.          

                          ત્યાર બાદ ધોરણ - ૧ થી ૮ ના બાળકોએ આજના પર્વની ઉજવણી કરી. જેમાં શાળાના વિદ્યાર્થીઓને શાળાની બાલિકાઓએ રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું. એ સાથે બાલિકાઓએ શાળાના શિક્ષકો અને શિક્ષિકા બહેનોને રાખડી બાંધી પ્રસંગની ઉજવણી કરી. આજનો પ્રસંગે શાળાનું વાતાવરણ ધર્મિક રહ્યું. 

સૌને રક્ષાબંધનની ખુબ -ખુબ શુભેચ્છાઓ.             

આજના પ્રસગ ઉજવણીની તસ્વીરો........




Friday, 8 August 2014

મોબાઇલ બેલેન્સ ફ્રીમાં મેળવો

મોબાઇલ બેલેન્સ ફ્રીમાં મેળવો 

Download karo application ane Balance melvo free ma.

Download karva mate : Click Here.

Vadhu Balance melvva mate tamara friends ne link moklo.

Tamara jetla mitro hoy e badha ne send
 karo ane juo kamal. ( Only for Android )

આરોગ્ય વાર્તાલાપ

                             આજરોજ અમારી શાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , બીગરી   ( પોંસરી ) ના આરોગ્ય કર્મચારી દ્વારા કુપોષણ / ડાયેરિયા કંટ્રોલ પ્રોગ્રામ અને લેપ્ટોપ્રાયરોસિસ જેવા રોગો અંગે શાળાના ધોરણ ૫ થી ૮ ના બાળકોને માર્ગદર્શન અને વાર્તાલાપ માટે આરોગ્યના કર્મચારી સુપરવાઈઝર શ્રી પ્રકાશભાઈ પટેલ , ફીમેલ સુપરવાઈઝર બેનશ્રી તેમજ ગામના આરોગ્ય કર્મચારી બેનશ્રી શાળામાં પધાર્યા. 
                   શાળાની પ્રાર્થના સભામાં આરોગ્યના કર્મચારીશ્રીઓને શાળાના આચાર્યશ્રી દ્વારા આવકારવામાં આવ્યા. એ પછી શ્રી પ્રકાશભાઈએ બાળકોને બાળકોને પ્રથમ લેપ્ટોપ્રાયરોસીસ રોગ ફેલાવાના  મુખ્ય કારણોની સમાજ આપી. આ રોગ લાગુ પડતા દર્દીમાં જોવા મળતા લક્ષણો સમજાવ્યા . આ રોગને અટકાવવાના ઉપાયોની સમજ આપી. આ રોગ ન લાગુ પડે તે માટે રાખવાની સાવચેતી બાબતે સરસ સમજ આપી. બાદમાં ડાયેરિયા ( ઝાડા-ઉલટી ) જેવા રોગ ચોમાસાની ઋતુ દરમ્યાન વધુ જોવા મળતી હોવાના કારણો સમજાવ્યા.  સાથે સાથે ચિકનગુનિયાના લક્ષણો અને આ રોગ થવાના કારણોની સમજ આપી . મચ્છર દ્વારા ફેલાતો રોગ મેલેરિયાના લક્ષણો અને આ રોગને અટકાવવાના ઉપાયો બતાવવામાં આવ્યા. આમ આજરોજ બાળકોને આરોગ્ય સંબંધી જરૂરી પ્રાથમિક સમજ આપી. જે દરેક રોગો સંબંધી ઉપયોગી વાતો કરી આરોગ્ય બાબતે લેવાની કાળજી રાખવાનું સુચન કરવામાં આવ્યું.
                             આજના પ્રસંગે શાળામાં પધારેલ કર્મચારીઓનો  શાળાના આચાર્યશ્રીએ  આભાર વ્યક્ત કર્યો.
                        આજના આ કાર્યક્રમની તસ્વીર .....




Wednesday, 6 August 2014

કલર કિંગ નવતર પ્રવૃત્તિ પ્રથમ સ્પર્ધા

                 

                     કલર કિંગ નવતર પ્રવૃત્તિ અંતર્ગત પ્રથમ સ્પર્ધા તારીખ - ૨/૮/૨૦૧૪ ને શનિવારના રોજ યોજવામાં આવી . જેમાં ધોરણ- ૧ અને ૨ માટે જોડકણા સ્પર્ધા , ધોરણ- ૩ , ૪ અને ૫ માટે વર્ષાગીત સ્પર્ધા અને ધોરણ - ૬ , ૭ અને ૮ માટે વકતૃત્વ સ્પર્ધા ' મને શું થવું ગમે ' રાખવામાં આવ્યો. પ્રથમ રાઉન્ડ ધોરણવાર યોજી તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા સ્પર્ધક નક્કી કરવામાં આવ્યા. આ પ્રવૃત્તિ દરમ્યાન પોતાના ગ્રુપ મુજબ મળેલ વિષયો મુજબ બાળકોએ સ્વપ્રયત્ને તૈયારી કરી પોતાની મૌલિક રજૂઆત કરી ખુબ સારું પર્ફોમન્સ આપ્યું.
                            પ્રથમ રાઉન્ડ બાદ વિજેતા સ્પર્ધકોનો બીજો રાઉન્ડ તારીખ ૪/૮/૨૦૧૪ ને સોમવારના રોજ શાળાની પ્રાર્થના સંમેલનમાં સમુહમાં યોજવામાં આવ્યો. જેમાં પોતાના ગ્રુપ અનુસાર બાળકોએ એમના વિષયના એક થી એક ચડિયાતા પર્ફોમન્સ રજુ કરી સૌને પ્રભાવિત કરી દીધા. આ રાઉન્ડ દ્વારા ત્રણે ગ્રુપના ત્રણ સ્પર્ધક પ્રથમ , દ્વિતીય અને તૃતીય ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધક નક્કી કરવામાં આવ્યા. શાળાના શિક્ષકોએ નિર્ણાયક તરીકે કામગીરી કરી મુલ્યાંકન કરવામાં આવ્યું. આ ફાઈનલ રાઉન્ડ બાદ વિભાગવાર મેળવેલ ગુણ આ પ્રમાણે રહ્યા.
                                  ગ્રીન ગ્રુપ- ૨ ગુણ , રેડ ગ્રુપ- ૧ ગુણ , બ્લુ ગ્રુપ - ૧ ગુણ , બ્લેક ગ્રુપ- ૩ ગુણ , અને ઓરેન્જ ગ્રુપ- ૨ ગુણ  મેળવે છે.  આમ ત્રણ વિભાગના  કુલ - ૯ ગુણ માંથી ૩ ગુણ મેળવી બ્લેક ગ્રુપ પ્રથમ સ્પર્ધામાં  વિજેતા બને છે.













Saturday, 2 August 2014

કલર કિંગ ગ્રુપ - નવતર પ્રવૃત્તિ -૨૦૧૪-૧૫


                        શૈક્ષિણક સત્ર ૨૦૧૪-૨૦૧૫ માટે અમારી શાળામાં એક નવતર પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું છે.  શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલના માર્ગદર્શન અને ઉપ શિક્ષકશ્રી શૈલેશકુમાર પટેલના આયોજન દ્વારા શાળા પરિવારના સહયોગથી શાળામાં ભણતા ધોરણ- ૧ થી ૮ ના તમામ બાળકોમાં રહેલ સૃસુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી આ પ્રવૃતિનું આયોજન કરવાનું વિચારી એનો અમલ કરવામાં આવ્યો છે.
                       સૌ પ્રથમ આ કલર કિંગ નવતર પ્રવૃત્તિ માટે  શાળાના ધોરણ- ૧ થી ૮ ના તમામ બાળકો ભાગીદાર બને અને સાથે આ પ્રવૃતિમાં સામેલ રહે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે.તેની  સાથે આ કલર કિંગ નવતર પ્રવૃત્તિ સને -૨૦૧૪ /૧૫ ના બંને સત્ર દરમિયાન ચાલુ રહે તેનું પણ ધ્યાન રાખી આયોજન કરવામાં આવ્યું છે.   તે મુજબ સૌ પ્રથમ ધોરણ - ૧ થી ૮  ને ત્રણ  વિભાગમાં વહેચવામાં આવ્યા. ધોરણ ૧ અને ૨ નો વિભાગ -૧ , ધોરણ ૩-૪-અને ૫ નો વિભાગ-૨ તથા ધોરણ ૬-૭ અને ૮ નો વિભાગ-૩ . આમ આ ત્યાર થયેલ ત્રણ વિભાગ માટે દરેક ધોરણ માં કુમાર/કન્યાની સરખી સંખ્યાના  પાંચ ગ્રુપની રચના કરવામાં આવી. એ મુજબ દરેક ધોરણમાં પાંચ ગ્રુપ બનાવવામાં આવ્યા. આ પાંચ ગ્રુપના દરેક ગ્રુપમાંથી એક બાળકને ગ્રુપ લીડર બનાવવામાં આવ્યા. આ ગ્રુપ લીડર એ એમના ગ્રુપના બાળકોની કામગીરી અને જરૂરી માર્ગદર્શન આપવાનું કામ કરશે.
                           આ રીતે અમારા આ કલર કિંગ નવતર પ્રવૃત્તિના કાર્યક્રમ માટે શાળાના ધોરણ - ૧ થી ૮ ના તમામ બાળકોને સામેલ કરી પાંચ ગ્રુપમાં વહેચવામાં આવ્યા છે. હવે આ દરેક ગ્રુપને તમામ બાળકો ઓળખી શકે એ માટે એને રેડ , બ્લેક , ગ્રીન , બ્લુ ,અને ઓરેન્જ ગ્રુપ નામકરણ કરવામાં આવ્યું. દરેક બાળકો પોતાના ગ્રુપને ઓળખી શકે એ માટે જે ગ્રુપનું નામકરણ કરવામાં આવ્યું એ ગ્રુપના દરેક બાળકોને શાળા તરફથી પોતાના ગ્રુપના નામકરણ મુજબ રિબન આપવામાં આવી. આ રિબન જે દિવસે સ્પર્ધા યોજવામાં આવે એ દિવસે બાળકો પોતાના શર્ટ પર ક્લીપની મદદથી લગાવશે.જેના દ્વારા પોતાના ગ્રુપની ઓળખ ઉભી થશે.
                          અ પ્રમાણે કલર કિંગ નવતર પ્રવૃત્તિ આયોજન મુજબ આખા વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. અને બાળકોમાં રહેલ વિવિધ શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. આખા વર્ષ દરમ્યાન થયેલ પ્રવૃત્તિ અનુસાર જે ગ્રુપ વધારે વાર વિજેતા બનશે એ ગ્રુપ 'કલર કિંગ ગ્રુપ' તરીકે જાહેર કરવામાં આવશે અને આ ગ્રુપને સત્રના અંતે ભવ્ય સન્માન કરવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું.

Saturday, 21 June 2014

શાળા પંચાયત ચુંટણી - ૨૦૧૪

                   આજરોજ શાળામાં ભારતીય લોકશાહી પધ્ધતિથી શાળા પંચાયતની ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું. આજની ચુંટણીનો મુખ્ય હેતુ શાળાના બાળકોમાં ભારતીય લોકશાહી ચુંટણી પ્રક્રિયા પધ્ધતિથી માહિતગાર બને એ હતો. પ્રથમ બે દિવસ પહેલા ચુંટણી જાહેરનામું બહાર પાડી અધ્યક્ષની પસંદગી થઇ. જેમાં ધોરણ - ૮ નો વિદ્યાર્થી વિરેન આર પટેલ અને એક વિદ્યાર્થીની મિહીકા એ પટેલની પસંદગી થઈ. આ બંને પક્ષને એમનું ચુંટણી ચિન્હ ફાળવવામાં આવ્યું. જેમાં વિરેન આર. પટેલને મિસાઇલ અને મિહીકા એ. પટેલને કમ્પ્યુટર નું ચિન્હ મળ્યું. આગલા દિવસે ધોરણ- ૫ થી ૮ ના વર્ગોની બાળકોની સંખ્યા અનુસાર સીટોની ફાળવણી કરવામાં આવી. જેમાં ધોરણ- ૫ ની ૪ સીટ, ધોરણ- ૬અ ની ૩ સીટ , ધોરણ- ૬ -બ ની ૩ સીટ, ધોરણ- ૭ ની ૪ સીટ , ધોરણ- ૮- અ ની ૪ સીટ અને ધોરણ- ૮- બ ની ૪ સીટ , આમ કુલ - ૨૨ સીટો મળી. અધ્યક્ષશ્રી ઓએ ધોરણવાર પોતાના ઉમેદવારો પસંદ કરી એમની પાસે ઉમેદવારી નોધાવી. 
                            જે મુજબ આજરોજ સવારે ૯.૦૦ કલાકે ચુંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ધોરણ ૫ થી ૮ ના તમામ બાળકોને સવારથી જ આજની ચુંટણીનો ખુબ ઉત્સાહ જોવા મળીઓ.તમામ બાળકોએ આજની ચુંટણીમાં ભારતીય લોકશાહી ચુંટણી પ્રક્રિયા અનુસાર મતદાનમાં ભાગ લીધો. આ મતદાન ૧૦.૪૫ કલાકે પૂર્ણ થયું.મતદાન પૂર્ણ થતાંની સાથેજ શાળાના શિક્ષકોના સાથ સહકારથી બાળકોએ મતગણના થઇ.મતગણત્રી પૂર્ણ થતા ધોરણવાર વિજેતા ઉમેદવારોની જાહેરાત ૧૧.૦૦ કલાકે બધા બાળકોની હાજરીમાં જાહેર કરવામાં આવ્યું. વિજેતા ઉમેદવારોને તાળીઓથી વધાવી લેવામાં આવ્યા.
                         આજના પરિણામ દ્વારા વિરેન પટેલની પેનલને ૨૨ માંથી ૧૬ સીટો મળી. જયારે મીહિકા પટેલની પેનલને ૨૨ માંથી ૬ સીટો મળી. આમ મિસાઈલ નિશાનવાળા પક્ષ વિરેન પટેલ ના ઉમેદવારો ની બહુમતી થતા એમના પક્ષને વિજેતા જાહેર થયા. એમના  વિજેતા ઉમેદવારોએ બહુમતીથી વિરેન પટેલને શાળાના મહામંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા. એમણે એમના વિજેતા ઉમેદવાર માંથી સર્વસંમતીથી ઉપ મહામંત્રી તરીકે ધ્રુવિની ટી. પટેલની પસંદગી કરી. હવે એઓ સોમવારે એમના મંત્રીમંડળની રચના કરશે.અને એમને શાળા પંચાયતની રચના કરી મંત્રીઓની નિમણુંક કરી ધોરણવાર બાળકોની ફાળવણી કરી શાળાના કામની વહેચણી કરશે.
                             આજનો દિવસ શાળા માટે ખુબજ મહત્વનો રહ્યો. ધોરણ- ૫ થી ૮ ના બાળકો ચુંટણી પ્રક્રિયા અંગે પ્રેક્ટીકલ જ્ઞાન આપવાનો પ્રયત્ન શાળાના શિક્ષકો અને આચાર્ય શ્રી દ્વારા કરવામાં આવ્યો. ધોરણ ૫ થી ૮ ના તમામ શિક્ષકોએ પૂરો સાથ અને સહકાર આપી બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું.
                             

                                 આજના પ્રસગની તસ્વીર ...................














Friday, 13 June 2014

Prvesotsav- 2014

                         શાળાના નવા શૈક્ષણિક સત્ર - ૨૦૧૪-૧૫ ની શુભ શરૂઆત તારીખ - ૯/૬/૨૦૧૪ના રોજ થઈ ગઈ. સાથે સાથે શાળામાં નવા પ્રવેશ લેનારા બાળકો માટે સરકાર શ્રી નો ' શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૪ '  ની ઉજવણી તારીખ ૧૨/૬ ,૧૩/૬ ,૧૪/૬/૨૦૧૪ના દિવસો દરમ્યાન નક્કી કરવામાં આવ્યો. અમારી શાળામાં આ કાર્યક્રમ તારીખ- ૧૩/૬/૨૦૧૪નાં દિને એટલે કે આજ રોજ રાખવામાં આવ્યો.
                             આજરોજ શાળાના પટાંગણમાં " શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૪" કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલ શ્રી આર.સી.પટેલ. વિધાનસભાના દંડક ગુજરાત સરકાર  , માજી ધારાસભ્ય શ્રી લક્ષ્મણભાઈ પટેલ, તાલુકાના પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલ, નાયબ જીલ્લા  વિકાસઅધિકારીશ્રી એ.જે.અન્સારી સાહેબ તથા અન્ય અધિકારી શ્રીઓની હાજરીમાં પોસરી શાળાના ધોરણ-૧મા પ્રવેશ લેનારા ૧૮ બાળકો, ધોરણ-૬મા પ્રવેશ લેનારા ૧૫ બાળકો અને ધોરણ- ૯ માં પ્રવેશ લેનારા ૨૫ બાળકોને શાળા પ્રવેશોત્સવ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો. ગામની અન્ય શાળા માસ્કરા પ્રાથમિક શાળાના ૬ બાળકો  અને સુઈતલાવડી વર્ગ શાળાના ૫ બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો. આગણવાડી ના બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો.
                                      આજના પ્રસંગે વિશેષ સિદ્ધિ મેળવેલ બાળકોને પધારેલા મહેમાનો દ્વારા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. અધિકારીશ્રીઓએ આજના પ્રસગ અનુરૂપ વાતો કરી જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું.

                           આજના પ્રસંગની તસ્વીર...................

અધિકારીશ્રીઓ નું સ્વાગત