અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday, 3 September 2014

જ્ઞાન સપ્તાહ ઉજવણી - ત્રીજો દિવસ

                      રાજ્યના મુખ્ય મંત્રી માનનીય શ્રી આનંદીબેન પટેલ દ્વારા પ્રેરિત " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી આપણે સૌ તારીખ - ૧ / ૯/૨૦૧૪ થી ૫/૯/૨૦૧૪ દરમ્યાન યોજી રહ્યા છે.
                   " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી અમારી શાળામાં આચાર્યશ્રીના માર્ગદર્શન અનુસાર તારીખ ૩/૯/૨૦૧૪ ના ત્રીજા  દિવસે શાળામાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. આજના દિવસે શાળાના બાળકો દ્વારા સ્વશિક્ષણ કરવામાં આવ્યું. પ્રથમ સવારે શાળાની શરૂઆત પ્રાર્થનાથી કરી. પ્રાર્થના સભાનું સંચાલન બાળકો દ્વારાજ કરવામાં આવ્યું. પછી તાસની ફાળવણી મુજબ પુરા દિવસ દરમિયાન બાળકો દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું. આખા દિવસ દરમિયાન બાળકોએ ખુબજ સરસ રીતે શાળાનું સંચાલન કર્યું.
                              આજના દિવસ દરમિયાન કરેલ પ્રવૃતિની ઝલક..........








Tuesday, 2 September 2014

જ્ઞાન સપ્તાહ ઉજવણી - બીજો દિવસ

જ્ઞાન સપ્તાહ ઉજવણી - બીજો દિવસ 
                        "જ્ઞાન સપ્તાહ " ઉજવણીની આજે બીજો દિવસ . શાળામાં આજના બીજા દિવસના કાર્યક્રમની શરૂઆત  શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ પ્રથમ સમૂહ પ્રાર્થના. સમૂહ પ્રાર્થના દરમ્યાન ધોરણ ૬ થી ૮ ના બાળકોને શાળાના ઉપ શિક્ષક શ્રી રાજેશભાઈ પટેલે યૌગિક ક્રિયાઓ અને આસનો કરાવ્યા. યોગ- આસનોના આપણા જીવનમાં ફાયદાઓ સમજાવ્યા.
                                  બાદમાં આજના આયોજન મુજબ ધોરણ-૬ થી ૮ માં આજના પુરા દિવસ દરમ્યાન વકતૃત્વ સ્પર્ધા , નિબંધ લેખન સ્પર્ધા , સામાન્ય જ્ઞાન ક્વીઝ સ્પર્ધા , દેશભક્તિ ગીત ગાન , ચેસ-કેરમ સ્પર્ધા, કરવામાં આવી. બાળકોએ પોતાની તૈયારીઓ મુજબ દરેક સ્પર્ધામાં હોંશે - હોંશે ભાગ લીધો. 
                                    ધોરણ- ૧ થી ૫ માં પણ આયોજન મુજબ શિક્ષિકાબેનોએ બાળકોને યોગાસનો કરાવી સમજ આપી. ત્યાર બાદ આયોજન મુજબ એમના ધોરણોમાં સામાન્ય વકતૃત્વ સ્પર્ધા, લેખન સ્પર્ધા, સામાન્ય જ્ઞાન ક્વીઝ સ્પર્ધા , કાવ્યગાન , દેશભક્તિ ગીત ગાન , બાળરમતો વગેરે પ્રવૃત્તિ યોજવામાં આવી. બાળકોએ પોતાની તૈયારીઓ મુજબ દરેક સ્પર્ધામાં હોંશે - હોંશે ભાગ લીધો. 
                                 આજના પ્રસંગની આછી ઝલક .....








Monday, 1 September 2014

જ્ઞાન સપ્તાહ ઉજવણી -૨૦૧૪ - પ્રથમ દિવસ

      
                                    જ્ઞાન સપ્તાહ ઉજવણી -૨૦૧૪ 
                  રાજ્યના મુખ્ય મંત્રી માનનીય શ્રી આનંદીબેન પટેલ દ્વારા પ્રેરિત " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી આપણે સૌ તારીખ - ૧ / ૯/૨૦૧૪ થી ૫/૯/૨૦૧૪ દરમ્યાન યોજી રહ્યા છે.
                   " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી અમારી શાળામાં આચાર્યશ્રીના માર્ગદર્શન અનુસાર તારીખ ૧/૯/૨૦૧૪ ના પ્રથમ દિવસે શાળામાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. સવારે ૮:૦૦ કલાકે માનનીય મુખ્ય મંત્રીશ્રીના પ્રવચનને બાઈસેગ દ્વારા સૌએ માણ્યો. બાદમાં શાળામાં ધોરણવાર કરવાની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી. જેમાં પ્રથમ શાળા સફાઈ , વર્ગ સુશોભન દરેક ધોરણમાં યોજવામાં આવ્યું. ત્યાર બાદ ધોરણ ૧ અને ૨ માં કાગળકામ, બાળવાર્તા - ધોરણ ૩ અને ૪ માં માટીકામ , વાંચન - ધોરણ- ૫ માં કાગળકામ. આદર્શવાંચન , - ધોરણ-૬-૭-૮ માં વિજ્ઞાન પ્રયોગ નિદર્શન, ગુજરાતી / અંગ્રેજી સુલેખન, ગણિત ક્વીઝ જેવી પ્રવૃત્તિ કરવામાં આવી. "જ્ઞાન સપ્તાહ " ના આજના પ્રથમ દિવસને શાળાના બાળકો અને શિક્ષકોએ ખુબજ ઉત્સાહથી ઉજવ્યો.
                           આજના પ્રસગની તસ્વીર ----






Wednesday, 27 August 2014

ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શન - ૨૦૧૪

                  વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - ૨૦૧૪
                        જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત , જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી સંચાલિત સી.આર.સી. કક્ષાનું  ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શન  તારીખ - ૨૭/૮/૨૦૧૪ના રોજ યોજવામાં આવ્યું. અમારા બીગરી કેન્દ્ર દ્વારા આયોજિત આજનું સી.આર.સી. કક્ષાનું  વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન ખાપરવાડા પ્રાથમિક શાળામાં હતું.
                       ગણિત  - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શનમાં અમારી શાળાએ ત્રણ વિભાગોમાં ભાગ લીધો. જેમાં વિભાગ - ૧  સામાજિક સ્વાસ્થ્ય અને પર્યાવરણ  માં  ' વાઇરસ Vs માણસ  ત્રીજું વિશ્વયુદ્ધ '  કારણો , અસરો અને નિવારવાના ઉપાયો,  -   વિભાગ - ૨ -  વિજ્ઞાન અને ગણિતમાં સીમા ચિન્હો  ' ભૌમિતિક આકારોની સમજ અને પ્રયોગાત્મક રીતે સૂત્ર તારવણી '   તથા વિભાગ - ૫  - બિનઉપયોગી વસ્તુઓનું વ્યવસ્થાપન  ' CREATION FROM THE WASTE WOOD '
                             અમારી શાળાએ ભાગ લીધેલ ત્રણ વિભાગો માંથી વિભાગ- ૨ ની કૃતિ ' ભૌમિતિક આકારોની સમજ અને પ્રયોગાત્મક રીતે સૂત્ર તારવણી '  અને વિભાગ- ૫ ની કૃતિ ' CREATION FROM THE WASTE WOOD ' ને શ્રેષ્ઠ કૃતિ જાહેર કરવામાં આવી. હવે આ બંને કૃતિઓ તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે. આજના પ્રદર્શનમાં કૃતિમાં ભાગ લેનારા બાળકોએ કૃતિ નિહાળનારાઓ અને નિર્ણાયકોને કૃતિની સચોટ સમજુતી આપી પ્રભાવિત કર્યા.
                               આજના પ્રદર્શનને નવસારી વિભાગના સંસદ સભ્ય શ્રી સી.આર.પાટીલ સાહેબે, ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ પટેલે, ગામના પ્રથમ નાગરિક સરપંચ બેન શ્રી, બીગરી કેન્દ્નના સી.આર.સી. શ્રી રાજેશ્રીબેને , કેન્દ્ર શિક્ષકશ્રી જયેશભાઈ પટેલે તથા આમંત્રિત મહેમાનોએ અમારી શાળાની કૃતિઓ નિહાળી પ્રભાવિત થયા અને કૃતિને બિરદાવી. કૃતિમાં ભાગ લેનારા બાળકો અને માર્ગદર્શન આપનાર શિક્ષકોને અભિનંદન આપ્યા.
                      અમારી શાળાની ત્રણે  કૃતિઓને શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે માર્ગદર્શન પૂરું પડ્યું હતું . સાથે કૃતિ વિજેતા થવા બદલ સૌને અભિનંદન આપ્યા.
                           હવે વિજેતા થયેલ બે કૃતિઓ તાલુકા કક્ષાના  ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેશે.
         







Saturday, 23 August 2014

NMMS શિષ્યવૃત્તિ પરીક્ષા - ૨૦૧૪

NMMS શિષ્યવૃત્તિ પરીક્ષા - ૨૦૧૪

             શાળાના ધોરણ - ૫ અને ધોરણ - ૮ ના  બાળકો માટેની  NMMS શિષ્યવૃત્તિ પરીક્ષા - ૨૦૧૪ અંતર્ગત આ સ્કોલરશીપ પરિક્ષા - ૨૦૧૪ નું જાહેરનામું બહાર પડેલ છે. જેની માહિતી નીચે છે. 

Friday, 22 August 2014

પ્રજ્ઞા વાલી મીટીંગ - ૨૦૧૪-૧૫ ..ધો.-૩-૪-૫


                              અમારી શાળામાં ધોરણ - ૧ અને ૨ માં જુન-૨૦૧૦ થી  અને  ધોરણ  ૩ અને ૪ જુન-૨૦૧૧ થી  પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ મુજબ શિક્ષણકાર્ય ચાલતું હતું . તથા ચાલુ શૈક્ષણિક વર્ષથી ફેઝ-૫ અંતર્ગત  ધોરણ - ૫ માં પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ મુજબ શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ દ્વારા આપવામાં  આવતા શિક્ષણકાર્યની સમજ બાળકોના વાલીઓને મળે અને પોતાનું બાળક આ નવીન અભિગમ મુજબના અભ્યાસક્રમ મુજબ કેટલું સમજી અને શીખી શકે છે. એની સમજ આપવા શાળાના પ્રજ્ઞા વર્ગખંડમાં ધોરણ - ૩ અને ૪  અને ધોરણ - ૫  ના બાળકોની વાલી મીટીંગ તારીખ - ૨૧/૮/૨૦૧૪ ના રોજ રાખવામાં આવી.                              
                       આજની વાલી મીટીંગમાં શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે શાળામાં પધારેલા વાલીઓને આવકારી મીટીંગની રૂપરેખા આપી. આચાર્યશ્રીએ પધારેલા વાલીઓને પ્રજ્ઞા અભિગમ દ્વારા બાળકોને શીખવા - શીખવવાની વિશિષ્ઠ પદ્ધતિની સમજ આપી. બાળકો આ નવીન અભિગમ મુજબ પોતાનું શિક્ષણ કેવી રીતે મેળવે છે તે બાબતે માહિતી આપી. પ્રજ્ઞા શિક્ષક શ્રીમતી સુંદરબેન ટી.પટેલ અને શ્રીમતી જશુબેન ડી.પટેલે બાળકોને આપવામાં આવતા શિક્ષણના વિવિધ મુદ્દા જેવા કે પ્રજ્ઞા શિક્ષણમાં કરવાની વિવિધ પ્રવૃતિઓ , પ્રજ્ઞા શિક્ષણનો ખ્યાલ , પ્રજ્ઞા અભિગમમાં બાળકો માટે નક્કી કરેલ માઈલ સ્ટોન , બાળકોને આપવામાં આવતી સ્વાધ્યાયપોથી , પ્રજ્ઞા છાબડી , પ્રજ્ઞા ઘોડી વગેરે ની સમજ પધારેલા વાલીઓને આપવામાં આવી. પ્રજ્ઞા અભિગમ શું છે ? અને પ્રજ્ઞા અભિગમ દ્વારા પોતાનું બાળક કેવી રીતે શીખે છે એની સમજ આપી. વાલીઓ સમક્ષ બાળકોએ કરેલ પ્રવૃતિનું નિદર્શન તથા બાળકોની પ્રોફાઈલ નું નિદર્શન કરવામાં આવ્યું. વાલીઓમાં પ્રજ્ઞા બાબતે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

                          ધોરણ- ૫ ના પ્રજ્ઞા શિક્ષક શ્રીમતી અરુણાબેન પટેલે પણ પોતાના વર્ગના બાળકોના વાલીઓને પ્રજ્ઞા અભિગમ દ્વારા આપવામાં આવતા શિક્ષણકાર્યની સમજ આપી. 

                                    આજની વાલી મીટીંગનો હેતુ સફળ રહ્યો.

                                     આજની મીટીંગની તસ્વીર ............






Friday, 15 August 2014

સ્વતંત્રતા દિનની (૧૫ મી ઓગસ્ટ ) ઉજવણી - ૨૦૧૪

                       


                       આજે ૧૫ મી ઓગસ્ટ . આજે આપણો દેશ સ્વતંત્રતા દિન ઉજવી રહ્યો છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવાનો દરેકને અનેરો ઉત્સાહ રહે છે. અમારી શાળામાં પણ એની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. આજેના દિવસે આપણો દેશ અંગ્રેજોની બે સદીની ગુલામીમાંથી મુક્ત થયો હતો. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરનારા આપણા વીર સપુતોને શ્રધાંજલી આપવાનો અને એમણે દર્શાવેલ માર્ગે આગળ વધવાનો સંકલ્પ કરવાનો આજનો દિવસ.
                          આજે અમારી શાળામાં ૬૮ માં સ્વતંત્રતાદિનની ઉજવણી ખુબજ ઉત્સાહપૂર્વક કરવામાં આવી. ધ્વજવંદન કાર્યક્રમ આમંત્રિત મહેમાનોની હાજરીમાં શાળાના શિક્ષકો , શાળાના બાળકો અને ગ્રામજનોએ સાથે મળી ઉજવણી કરી. આજે અમારા કેન્દ્રના સી.આર.સી.કોઓડીનેટર બેન શ્રી રાજેશ્રીબેન ટંડેલના વરદ હસ્તે ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. શાળાના બાળકોએ દેશભક્તિના નારાઓથી વાતાવરણ દેશભક્તિમય બનાવી દીધું. ધ્વજવંદનવિધિની સંચાલન શાળાના ઉપ શિક્ષક શ્રી પ્રકાશકુમાર પટેલે કર્યું. સૌએ ધ્વજ ને સલામી આપી.
                               આજના નાના સરખા કાર્યક્રમમાં શાળાના બાળકોએ બાળવાર્તા . વક્તવ્ય , દેશભક્તિ ગીત વગેરે રજુ કરી આમંત્રિતોને મંત્રમુગ્ધ કર્યા.શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે આજના પ્રસંગનું ઐતિહાસિક મહત્વ બતાવ્યું. સાથે સાથે શાળાની પ્રગતિનો ચિતાર રજુ કર્યો. સમાંરભના પ્રમુખ શ્રી સી.આર.સી.કોઓડીનેટર બેન રાજેશ્રીબેન ટંડેલે સાચા અર્થમાં આજના પર્વની ઉજવણી કેવી રીતે કરવાથી પર્વનું મહત્વ સાર્થક થાય એ સમજાવ્યું. સૌને આજના પર્વની શુભેચ્છાઓ પાઠવી. શાળા અને ગામની વધુ પ્રગતિની શુભેચ્છાઓ આપી. એમના તરફથી એમના પિતાશ્રીના પુણ્યાર્થે ધોરણ- ૩ ,૪ અને ૫ ના પ્રજ્ઞા વર્ગના બાળકો માટે પોટ્ફોલીઓ બેગ શાળાને ભેટ આપ્યા. દાતાશ્રીને શાળા પરિવાર વતી આભાર.
                               વિશેષ શાળાના ઉ.શિક્ષક શ્રી શૈલેશકુમાર પટેલે બાળકોના સહયોગથી પોતાના કર્ણપ્રિય સ્વરમાં સામુહિક દેશભક્તિ ગીત ગવડાવી વાતાવરણ દેશભક્તિમય બનાવી દીધું. ખરા અર્થમાં આજનો પ્રસંગ શાળા માટે ખુબજ દેશભક્તિમય રહ્યો. સૌ દેશની આઝાદીની મીઠી સુગંધ લઇ છુટા પડ્યા.

                            આજનો દિવસ એક અન્ય કાર્યક્રમ માટે પણ અગત્યનો દિવસ હતો. ૧૫ મી ઓગસ્ટ - ૨૦૧૨ ના પાવન દિવસે શાળાના બ્લોગની શરૂઆત કરવામાં આવી હતી. એ મુજબ આજે અમારી શાળાના બ્લોગ ponsrischool blogspot.con ની બર્થડે છે. અમારા બ્લોગને વાંચનાર સૌ ને અમારા  શાળા પરિવાર દ્વારા અભિનંદન .....
             
                             આજના પ્રસગની ઉજવણીની તસ્વીરો..........













Thursday, 14 August 2014

પ્રજ્ઞા વાલી મીટીંગ - ધોરણ - ૧ / ૨ ...૨૦૧૪-૧૫

                     અમારી શાળામાં ધોરણ - ૧ અને ૨ માં જુન-૨૦૧૦ થી  અને  ધોરણ  ૩ અને ૪ જુન-૨૦૧૧ થી  પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ મુજબ શિક્ષણકાર્ય ચાલતું હતું . તથા ચાલુ શૈક્ષણિક વર્ષથી ફેઝ-૫ અંતર્ગત  ધોરણ - ૫ માં પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ મુજબ શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. પ્રજ્ઞા અભિગમના અભ્યાસક્રમ દ્વારા આપવામાં  આવતા શિક્ષણકાર્યની સમજ બાળકોના વાલીઓને મળે અને પોતાનું બાળક આ નવીન અભિગમ મુજબના અભ્યાસક્રમ મુજબ કેટલું સમજી અને શીખી શકે છે. એની સમજ આપવા શાળાના પ્રજ્ઞા વર્ગખંડમાં ધોરણ - ૧ અને ૨ ના બાળકોની વાલી મીટીંગ તારીખ - ૧૩/૮/૨૦૧૪ ના રોજ રાખવામાં આવી.
                 આજની વાલી મીટીંગમાં શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે વાલીઓને આવકારી મીટીંગની રૂપરેખા આપી. આચાર્યશ્રીએ પધારેલા વાલીઓને પ્રજ્ઞા અભિગમ દ્વારા બાળકોને શીખવા - શીખવવાની વિશિષ્ઠ પદ્ધતિની સમજ આપી. બાળકો આ નવીન અભિગમ મુજબ પોતાનું શિક્ષણ કેવી રીતે મેળવે છે તે બાબતે માહિતી આપી. પ્રજ્ઞા શિક્ષક શ્રીમતી કલ્પનાબેન પટેલ અને શ્રીમતી લીલાબેન પટેલે બાળકોને આપવામાં આવતા શિક્ષણના વિવિધ મુદ્દા જેવા કે પ્રજ્ઞા શિક્ષણમાં કરવાની વિવિધ પ્રવૃતિઓ , પ્રજ્ઞા શિક્ષણનો ખ્યાલ , પ્રજ્ઞા અભિગમમાં બાળકો માટે નક્કી કરેલ માઈલ સ્ટોન , બાળકોને આપવામાં આવતી સ્વાધ્યાયપોથી , પ્રજ્ઞા છાબડી , પ્રજ્ઞા ઘોડી વગેરે ની સમજ પધારેલા વાલીઓને આપવામાં આવી. પ્રજ્ઞા અભિગમ શું છે ? અને પ્રજ્ઞા અભિગમ દ્વારા પોતાનું બાળક કેવી રીતે શીખે છે એની સમજ આપી. વાલીઓ સમક્ષ બાળકોએ કરેલ પ્રવૃતિનું નિદર્શન તથા બાળકોની પ્રોફાઈલ નું નિદર્શન કરવામાં આવ્યું. વાલીઓમાં પ્રજ્ઞા બાબતે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
                                    આજની વાલી મીટીંગનો હેતુ સફળ રહ્યો.
                                     આજની મીટીંગની તસ્વીર ............