અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday, 9 February 2015

રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી - ૨૦૧૫



રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી - ૨૦૧૫ 
                             તારીખ - ૨૫/૧/૨૦૧૫ ને રવિવારના રોજ ઉજવવામાં આવતા રાષ્ટ્રીય મતદાતા દિન ની ઉજવણી અમારી શાળામાં ધોરણ - ૬ થી ૮ ના શાળાના બાળકો , બી.એલ.ઓ. અને શાળાના શિક્ષકોએ સાથે મળીને કરી.
                            ધોરણ - ૬ થી ૮ ના બાળકોની ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. મતદાન મથક ભાગ નંબર - ૧૩૩ અને ભાગ નંબર - ૧૩૪ ના નવા મતદારોનું સન્માન કરી ઓળખ કાર્ડની વહેચણી કરવામાં આવી.  ગામના મતદારોને પોતાના મતની અગત્યતા જણાવી. પોતાના કીમતી મતનો ઉપયોગ કરી લોકશાહીને સાચા અર્થમાં સાકાર કરવાની વાત કરવામાં આવી.
                            રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી - ૨૦૧૫ની તસ્વીર .....


"મહાત્મા ગાંધી અને સફાઈ " શાળા કક્ષા ચિત્ર સ્પર્ધા - ૩૦ મી જાન્યુઆરી - ૨૦૧૫

                 

   
                                                             ૩૦ મી જાન્યુઆરી - ૨૦૧૫ 
                                     "મહાત્મા ગાંધી અને સફાઈ "  શાળા કક્ષા ચિત્ર સ્પર્ધા

                            ૩૦ મી જાન્યુઆરી - ૨૦૧૫ ના રોજ શાળામાં " મહાત્મા ગાંધી અને શાળા સફાઈ " અંતર્ગત ધોરણ - ૧ થી ૮ માં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. શાળામાં પધારેલ એસ.એમ.સી. સભ્ય અને વિદ્વાન આગેવાનની હાજરીમાં સવારે ૧૧:૦૦ કલાકે મહાત્મા ગાંધીજીને શ્રધાંજલિ આપવા બે મીનીટનું મોન રાખવામાં આવ્યું. બાદમાં સ્વચ્છતાના બાબતે શાળાના આચાર્યશ્રી દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. બાદમાં સરકારશ્રીના આયોજન મુજબ દરેક ધોરણના બાળકોએ સ્વચ્છતા અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો. બાળકોએ પોતાની ચિત્ર કલાનો પરિચય બતાવ્યો.
                         આજના પ્રસંગની તસ્વીર............


બે મિનીટ મોન 

ગામ આગેવાનો 

વિદ્યાર્થીએ દોરેલ ચિત્ર 


            

                                      

Tuesday, 6 January 2015

વિભાગીય કક્ષાનો રમતોત્સવ -૨૦૧૪-૧૫

                             વિભાગીય કક્ષાએ અમારી શાળાએ તા. ૦૨/૦૧/૨૦૧૫ ને શુક્રવારે દેવસર-૨ શાળામાં ૪ જેટલી રમતમાં ભાગ લીધો. હતો.જેમાં અમારી શાળા  ગોળાફેંક - કન્યા તેમજ શિક્ષક લાંબી-કૂદ માં વિજેતા રહી. ૧૦૦ મી.દોડ કુમારમાં બીજા ક્રમે રહ્યા.જે બદલ શાળા પટાંગણમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને  શાળા  પરિવાર વતી વધાવી લેવામાં આવ્યા.
                                 વિભાગીય ક્ક્ષામાં વિજેતા થનાર બાળકો હવે અમારી શાળાનું પ્રતિનિધિત્વ તાલુકા કક્ષાએ ભાગ લઇ કરશે. વિજેતા બાળકોને શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે અભિનંદન આપી આગળ પ્રગતિ માટે શુભેચ્છા આપી. તૈયાર કરનાર શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો.
               આજની  વિભાગીય ક્ક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર બાળકો હવે અમારી શાળાનું પ્રતિનિધિત્વ તાલુકા  કક્ષાએ ભાગ લઇ કરશે.
                              આજ રોજની સ્પર્ધામાં ભાગ લેતા  બાળકોની તસ્વીર .....

સી.આર.સી. કક્ષાનો રમતોત્સવ -૨૦૧૪-૧૫

                     અમારી શાળાએ તા.૩૦/૧૨/૨૦૧૪ ને  મંગળવારે રમતોત્સવની પૂર્વ તૈયારી સાથે કેન્દ્ર કક્ષાના રમતોત્સવમાં કુલ નવ રમતમાં ભાગ લીધો હતો. સ્પર્ધાનું સ્થળ હતું માસ્કરા શાળાનું પટાંગણ. તેમજ નાનબાઈ માતાજીનો ચોક જ્યાં રમતોત્સવની શરૂઆત રમતનું મહત્વ  તેમજ શુભેચ્છા પાઠવતા યજમાન શાળાના આચાર્યશ્રી ભગવાનભાઈ આર. ટંડેલે કરી. અમારી શાળાએ લાંબી કૂદ ,  ૧૦૦ મી. દોડ, ગોળા ફેંક , યોગ, તેમજ ભાઈઓની  કબડ્ડી માં ભાગ લીધો હતો. જેમાં  ૧૦૦ મી. દોડ કુમાર,   લાંબી કૂદ -કુમાર,ગોળાફેંક-કન્યા, કબડ્ડી-કુમાર તેમજ  લાંબીકૂદ-શિક્ષક ભાઈઓમાં અમારી શાળાએ પ્રથમ નંબર મેળવ્યો. શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે વિજેતા થનાર બાળકોને અભિનંદન પાઠવ્યા. અને આગળ પ્રગતિ માટે શુભેચ્છાઓ આપી. શાળાએ જીતનાર તેમજ ભાગ લેનાર તમામ બાળકો તેમજ તૈયાર કરનાર શિક્ષકોનો  આભાર માન્યો   અને  વધાવી લીધા.
                            આજની સી.આર.સી. કક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર બાળકો હવે અમારી શાળાનું પ્રતિનિધિત્વ વિભાગીય  કક્ષાએ ભાગ લઇ કરશે.
                              આજ રોજની સ્પર્ધામાં ભાગ લેતા  બાળકોની તસ્વીર .....



Sunday, 21 December 2014

વિદ્યા સૃષ્ટી સામયિક અંક

                          


                                   અમારી   શાળામાં તારીખ- ૨૦-૧૨-૨૦૧૪ ને શનિવારના રોજ બીલીમોરાના વતની અને પ્રાથમિક શાળાના બાળકોમાં વાંચન બાબતે પ્રેરાય એવા સતત પ્રયત્નો કરતા શિક્ષણ પ્રેમી શ્રી મોહનભાઈ મહેમાન બન્યા. 
                                    શ્રી મોહનભાઈને શાળાની  સમૂહ પ્રાર્થના દરમ્યાન આચાર્યશ્રીએ  એમના બાળકો માટે કરવામાં આવતા વિશિષ્ટ કાર્યને બિરદાવી આવકાર આપ્યો.  એઓશ્રી આજરોજ અમારી શાળામાં થતી એક વિશિષ્ટ પ્રવૃતિથી પ્રેરાઈ શાળામાં આવ્યા હતા. અમારી શાળામાં છેલ્લા પાંચ વર્ષથી શાળાના બાળકો "બાલ સૃષ્ટી " સામયિક ના નિયમિત ગ્રાહકો છે. તથા આ વર્ષે ધોરણ ૨ થી ૮ ના કુલ ૨૨૦ જેટલા બાળકો "બાલ સૃષ્ટી " સામયિક ના ગ્રાહકો છે. શાળાની આવી  વિશિષ્ટ બાબતને બિરદાવવા એઓ અમારી શાળામાં પધાર્યા. એ સાથે આજરોજ એક અન્ય  સામયિક " વિદ્યા સૃષ્ટી "  ના નવા થનારા બાળ ગ્રાહકોને બિરદાવવાનો પ્રસંગ પણ રાખવામાં આવેલ હતો. શાળાના નવા ૭૮ બાળકો " વિદ્યા સૃષ્ટી " સામયિકના નવા ગ્રાહકો બન્યા હતા તેમાંથી ધોરણવાર એક બાળકને આ સામયિકનો અંક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. એમણે શાળાની વાંચન અંગેની આ પ્રવૃતિને બિરદાવી બાળકો અને શિક્ષકોને અભિનંદન આપ્યા. 
                                   આ સાથે એમણે બાળકોને વાંચનનું મહત્વ અને સફાઈનું મહત્વ, બાબતે સરસ નાના નાના દ્રષ્ટાંતો આપી બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા. શાળામાં થતી સફાઈ પ્રવૃત્તિ અને શાળાના  પ્રાર્થના સંમેલનને બાબતે અભિનંદન આપ્યા. સાથે બાળકો દ્વારા મંગાવવામાં આવતા સામયિકોને બાળકોના ઘરના સભ્યો લાભ લે તે બાબતે બાળકોને ટકોર કરી સમજ આપી. શ્રી મોહનભાઈએ બાળકો અને શિક્ષકોને પુસ્તકો ભેટ આપી પ્રોત્સાહિત કરી બિરદાવ્યા. 
                               અંતે શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે અત્રે પધારેલ મોહનભાઈ ના શિક્ષણ ઉપયોગી ઉમદા કાર્યની સરાહના કરી એમના દીર્ઘાયુષ્ય માટે શુભેચ્છાઓ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
                         આજરોજ શિયાળાનો શનિવાર હોય શાળામાં ડીસેમ્બરના પ્રથમ શનિવારથી જાન્યુઆરીના છેલ્લા શનિવાર સુધી  થતા કાર્યક્રમ મુજબ "સમૂહ કવાયત" કરવામાં આવે છે. જે કાર્યક્રમ મુજબ બાળકોએ કવાયતમાં ભાગ લીધો.









Thursday, 20 November 2014

ગુણોત્સવ - ૫ ૨૦૧૪ [Guotsav-5]

                શાળાના બાળકો, શાળાના શિક્ષકો અને શાળાનું સર્વગ્રાહી મુલ્યાંકન એટલે ગુણોત્સવ.  

                            આજરોજ તારીખ - ૨૦/૧૧/૨૦૧૪ ના દિને અમારી શાળામાં ગુણોત્સવ - ૫ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.  આજના ગુણોત્સવ -૫ અંતર્ગત શાળાનું મુલ્યાંકન માટે સરકારશ્રી દ્વારા નીમવામાં આવેલ અધિકારીશ્રી બી.સી.જે.સાર્વજનિક હાઇસ્કુલ બીગરીના આચાર્ય શ્રીમાન હિતેશભાઈ પઢિયાર સાહેબ પધાર્યા .
                              શાળામાં પ્રથમ બાળકો દ્વારા સમૂહ પ્રાર્થના યોજવામાં આવી. બાદમાં ગુણોત્સવ ના સમયપત્રક મુજબ ધોરણ- ૬ થી ૮ ના બાળકોનું શૈક્ષણિક મુલ્યાંકન રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ પ્રશ્નપત્ર દ્વારા કરવામાં આવ્યું. તે સાથે ધોરણ- ૨ થી ૫ ના તમામ બાળકોનું વર્ગ શિક્ષક દ્વારા વાંચન મુલ્યાંકન કરવામાં આવ્યું. અધિકારી શ્રી દ્વારા દરેક ધોરણમાં હાજર રહી કરવામાં આવતા મૂલ્યાંકનની ચકાસણી કરવામાં આવી. શાળાની મુલાકાત દ્વારા આજના અધિકારીશ્રી ખુબજ પ્રભાવિત થયા. 
                                  આજનો ગુણોત્સવ - ૫ કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ સમયપત્રક મુજબ પૂરો કરવામાં આવ્યો. શાળામાં થતી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ અને સહભ્યાસિક પ્રવૃતિઓથી પધારેલ અધિકારીશ્રી ખુબજ પ્રભાવિત થયા. અને  શાળાની વિશેષ પ્રગતિ માટે અભિનંદન આપ્યા.શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃતિઓ માટે  શિક્ષકો બિરદાવી અભિનંદન આપ્યા. 

             આજના કાર્યક્રમની તસ્વીર .....





                                        

Tuesday, 18 November 2014

વાલી મીટીંગ- ધોરણ-૮/બ

                  આજરોજ ધોરણ-૮/બ ના બાળકોના વાલીઓની વાલી મીટીગ યોજવામાં આવી. શાળાના ઉપશિક્ષક શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા યોજવામાં આવતી વર્ગની પ્રવૃતિઓ અને અભ્યાસ બાબતોની જાણકારી વાલીઓને મળી રહે અને વાલીઓ પોતાનું બાળક કેવો અભ્યાસ કરી રહ્યું છે તેનાથી વાકેફ બને એ બાબતે વાલી મીટીંગ યોજવામાં આવી. શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે વાલીઓને આવકારી શાળામાં થતી વિવિધ અભ્યાસિક બાબતોની જાણકારી વાલીઓને આપી. પોતાના બાળકો પ્રત્યે વાલીઓએ રાખવાની તકેદારીની બાબતો સમજાવી. વર્ગ શિક્ષક શ્રી  શૈલેષભાઈ પટેલ દ્વારા બાળકોની શૈક્ષણિક પ્રગતિ બાબતે વાલીઓને વાકેફ કરવામાં આવ્યા.
                       વર્ગમાં યોજવામાં આવતી "કોન બનેગા અક્કલ પતી " સ્પર્ધામાં પ્રથમ સત્ર દરમ્યાન વિજેતા થયેલ બાળકોને વાલીઓના હસ્તે વિવિધ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 
                       આજના કાર્યક્રમની બોલતી તસ્વીર.....






શાળા આરોગ્ય તપાસણી

                    ગુજરાત સરકાર દ્વારા  આયોજિત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ - ૨૦૧૪/૧૫ અંતર્ગત તારીખ - ૧૮/૧૧/૨૦૧૪ થી ૨૨/૧૧/૨૦૧૪ દરમ્યાન સરકારશ્રીના કાર્યક્રમ મુજબ  અમારી શાળાના તમામ બાળકોના આરોગ્યની તપાસ બીગરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી. બાળકોમાં જોવા મળતા શ્વસન તંત્રના રોગ, ચામડીના રોગ, કાનમાં પરુ, દાંતનો સડો તેમજ આંચકીના રોગો જેવા રોગોની ચકાસણી કરવામાં આવી. તે સાથે બાળકોમાં વિટામીન એ, ડીની ઉણપ છે કે કેમ પાડુંરોગ, અતિગંભીર કુપોષણ, ગોઇડર સહિ‌તની પણ ચકાસણી કરવામાં આવી.બાળકમાં દૃષ્ટી ખામી, સાંભળવામાં તકલીફ, હલનચલનની ચેતાલક્ષી વિકૃતિ, હિ‌મોફીલીયા અને થેલેસેમિયાની પણ ચકાસણી કરવામાં આવી.

                     આજની આરોગ્યની તપાસણી  બાદ જરૂરિયાત મંદ બાળકોને દવાઓ પૂરી પાડવામાં આવી. 


આજના કાર્યક્રમની તસ્વીર