અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Saturday, 12 September 2015

ચિત્રકલા ગ્રેડ પરિક્ષા- ૨૦૧૫

                                 ચિત્રકલા ગ્રેડ પરિક્ષા- ૨૦૧૫ 



           અમારી શાળામાંથી  સને-૨૦૦૧થી નિયમિત યોજવામાં આવતી ચિત્રકલા એલીમેન્ટ્રી અને ઈન્ટરમીડીયેટ ડ્રોઇગ ગ્રેડ પરીક્ષા ચાલુ વર્ષ - ૨૦૧૫  માં  ધોરણ ૭ અને ૮ ના બાળકોને અપાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ વર્ષે ધોરણ ૭ અને ૮  માંથી  એલીમેન્ટ્રીના 16   વિદ્યાર્થીઓ અને ઈન્ટરમીડીયેટ ના 6 વિદ્યાર્થીઓએ આવેદનપત્ર ભરી પરીક્ષામાં બેસવાની  તૈયારી બતાવી.

                       ચિત્રકલા એલીમેન્ટ્રી અને ઇન્ટરમીડીયેત ગ્રેડ પરિક્ષાઓની તૈયારી શાળાના ભૂતપૂર્વ મુખ્ય શિક્ષક અને હાલના ઉપ શિક્ષકશ્રી શંકરભાઈ પટેલ દ્વારા બાળકોને વિશેષ ટ્રેનીગ આપી તૈયાર છે. બાળકોને પરિક્ષા સંબંધી દરેક પાસાનો ખ્યાલ આપી પરીક્ષાના દરેક પેપરના ચિત્રો દોરવી પ્રેક્ટીસ કરાવે છે. બાળકોએ તૈયાર કરેલ ચિત્રોનું ચિત્ર પ્રદર્શન યોજી શાળાના ધોરણ ૫ થી ૮ ના બાળકોને પ્રોત્સાહિત કરે છે. 

                    પરિક્ષામાં બેસનાર બાળકોની યાદી ...







પ્રથમ સેમેસ્ટર પરીક્ષા - ૨૦૧૫ કાર્યક્રમ

                      પ્રથમ સેમેસ્ટર પરીક્ષા - ૨૦૧૫  કાર્યક્રમ



                 નવસારી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રથમ સેમેસ્ટર  સત્રાંત પરીક્ષા - ૨૦૧૫  માટેનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે નીચે મુજબ છે.

                                    ધોરણ ૩ / ૪ / ૫ માં જે શાળામાં પ્રજ્ઞા અભિગમથી અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. એવી પ્રજ્ઞા શાળાઓમાં પણ પ્રથમ સેમેસ્ટર પરીક્ષા યોજવામાં આવશે. 

જ્ઞાન સપ્તાહ ઉજવણી

જ્ઞાન સપ્તાહ ઉજવણી

પહેલો  દિવસ - બીજો દિવસ 

                                     રાજ્યના મુખ્ય મંત્રી માનનીય શ્રી આનંદીબેન પટેલ દ્વારા પ્રેરિત " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી આપણે સૌ તારીખ - ૮/૯/૨૦૧૫  થી ૧૫/૯/૨૦૧૫  દરમ્યાન યોજી રહ્યા છે.
                                       અમારી શાળામાં તારીખ- ૮/૮/૨૦૧૫અને ૯ /૯/૨૦૧૫ ના રોજ કાર્યક્રમ મુજબ શાળા સફાઈ યોજવામાં આવી. શાળાનું મેદાન , શાળાનું કુમાર - કન્યાનું શોચાલય , શાળાની પાણીની ટાંકી વગેરેની સફાઈ કરવામાં આવી  બાદમાં શાળામાં ધોરણવાર કરવાની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી. જેમાં પ્રથમ વર્ગ સુશોભન દરેક ધોરણમાં યોજવામાં આવ્યું. ત્યાર બાદ ધોરણ ૧ અને ૨ માં કાગળકામ, બાળવાર્તા - ધોરણ ૩ અને ૪ માં માટીકામ , વાંચન - ધોરણ- ૫ માં કાગળકામ.વગેરે
                  "જ્ઞાન સપ્તાહ " ના આજના પ્રથમ દિવસને શાળાના બાળકો અને શિક્ષકોએ ખુબજ ઉત્સાહથી ઉજવ્યો.

                                          ત્રીજો દિવસ  


                             "જ્ઞાન સપ્તાહ " ઉજવણીની ત્રીજા  દિવસે તારીખ- ૧૦/૯/૨૦૧૫. . શાળામાં આજના ત્રીજા  દિવસના કાર્યક્રમની શરૂઆત  શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ પ્રથમ સમૂહ પ્રાર્થના. સમૂહ પ્રાર્થના દરમ્યાન ધોરણ ૬ થી ૮ ના બાળકોને શાળાના ઉપ શિક્ષક શ્રી રાજેશભાઈ પટેલે યૌગિક ક્રિયાઓ અને આસનો કરાવ્યા. યોગ- આસનોના આપણા જીવનમાં ફાયદાઓ સમજાવ્યા.
                                  બાદમાં આજના આયોજન મુજબ ધોરણ-૬ થી ૮ માં આજે  દિવસ કૃષ્ણ ભક્તિ  ગીત ગાન ,  સ્પર્ધા કરવામાં આવી. બાળકોએ પોતાની તૈયારીઓ મુજબ દરેક સ્પર્ધામાં હોંશે - હોંશે ભાગ લીધો. 
                                    ધોરણ- ૧ થી ૫ માં પણ આયોજન મુજબ શિક્ષિકાબેનોએ બાળકોને યોગાસનો કરાવી સમજ આપી. ત્યાર બાદ આયોજન મુજબ એમના ધોરણોમાં બાળરમતોની  પ્રવૃત્તિ યોજવામાં આવી. બાળકોએ પોતાની તૈયારીઓ મુજબ દરેક સ્પર્ધામાં હોંશે - હોંશે ભાગ લીધો. 
                
                                                                   ચોથો દિવસ 

                         "જ્ઞાન સપ્તાહ " ઉજવણીની ચોથા  દિવસે તારીખ- ૧૧/૯/૨૦૧૫ . શાળામાં આજના ચોથા  દિવસના કાર્યક્રમની શરૂઆત  શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ પ્રથમ સમૂહ પ્રાર્થના. સમૂહ પ્રાર્થના દરમ્યાન ધોરણ ૬ થી ૮ ના બાળકોને શાળાના ઉપ શિક્ષક શ્રી રાજેશભાઈ પટેલે યૌગિક ક્રિયાઓ અને આસનો કરાવ્યા. યોગ- આસનોના આપણા જીવનમાં ફાયદાઓ સમજાવ્યા.
                      બાદ દિવસના બીજા સત્રમાં માં આજના આયોજન મુજબ ધોરણ-૬ થી ૮ માં આજે  દિવસ કૃષ્ણ ભક્તિ  ગીત ગાન  સ્પર્ધા, અને રાખડી બનાવવાની સ્પર્ધા કરવામાં આવી. બાળકોએ પોતાની સુઝબુઝથી રંગ-બે રંગી રાખડીઓ તૈયાર કરી હોંશે-હોંશે ભાગ લીધો. બાદમાં ધોરણ- ૬ થી ૮ ના  બાળકોએ સામાન્ય જ્ઞાન ક્વીઝ  સ્પર્ધામાં ભાગ લઇ પોત પોતાનું પરફોર્મન્સ આપી વિજેતા બનવાનો પ્રયત્ન કર્યો. સ્પર્ધાનું સંચાલન આચાર્ય શ્રીના માર્ગદર્શન મુજબ શિક્ષકો દ્વારા સંચાલન કરવામાં આવ્યું. પોતાની તૈયારીઓ મુજબ બાળકોએ દરેક સ્પર્ધામાં હોંશે - હોંશે ભાગ લીધો. 

                                                        પાંચમો  દિવસ

                               "જ્ઞાન સપ્તાહ " ઉજવણીની ચોથા  દિવસે તારીખ- ૧૨/૯/૨૦૧૫ . શાળામાં આજના પાંચમા  દિવસના કાર્યક્રમની શરૂઆત  શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ પ્રથમ સમૂહ પ્રાર્થના. સમૂહ પ્રાર્થના દરમ્યાન ધોરણ ૬ થી ૮ ના બાળકોએ  યૌગિક ક્રિયાઓ અને આસનો કરાવ્યા. 
                   " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી અમારી શાળામાં આચાર્યશ્રીના માર્ગદર્શન અનુસાર આજના દિવસે શાળાના બાળકો દ્વારા સ્વશિક્ષણ કરવામાં આવ્યું. પ્રથમ સવારે શાળાની શરૂઆત પ્રાર્થનાથી કરી. પ્રાર્થના સભાનું સંચાલન બાળકો દ્વારાજ કરવામાં આવ્યું. પછી તાસની ફાળવણી મુજબ પુરા દિવસ દરમિયાન બાળકો દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું. આખા દિવસ દરમિયાન બાળકોએ ખુબજ સરસ રીતે શાળાનું સંચાલન કર્યું.










                

Wednesday, 9 September 2015

વિજ્ઞાન - ગણિત પ્રદર્શન - ૨૦૧૫

સી. આર. સી. ક્ક્ષા વિજ્ઞાન - ગણિત પ્રદર્શન - ૨૦૧૫

                          જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત , જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી સંચાલિત સી.આર.સી. કક્ષાનું  ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શન  તારીખ - ૦૯/૦૯/૨૦૧૫ ના રોજ યોજવામાં આવ્યું. અમારા બીગરી કેન્દ્ર દ્વારા આયોજિત આજનું સી.આર.સી. કક્ષાનું  વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન અમારી પોંસરી પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું.
                             આજરોજ યોજવામાં આવેલ સી.આર.સી. કક્ષાનું  ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શનના ઉદઘાટનમાં એસ.એમ.સી.ના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ , સી.આર.સી. કો. શ્રી રાજેશ્રીબેન ટંડેલ , કેન્દ શિક્ષક શ્રી જયેશભાઈ પટેલ , કેન્દ્રના મુખ્ય શિક્ષકો , ભાગલેનાર બાળકો અને શિક્ષકોએ હાજરી આપી. આજના કાર્યક્રમનું ઉદ્ઘાટન એસ.એમ.સી.ના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. મહેમાનોએ આજના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું મહત્વની સમજ સૌને આપી. આજના પ્રસંગે બીગરી કેન્દ્રમાંથી  નિવૃત થતા શિક્ષકોના કાર્યોને બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા.
                               ગણિત - વિજ્ઞાન પ્રદર્શનને બીગરી કેન્દ્રમાંથી  નિવૃત થતા શિક્ષકોના વરદ હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું. બાળકોએ તૈયાર કરેલ વિવિધ કૃતિઓનું સરસ નિદર્શન કરાવ્યું.
                              આજના સી.આર.સી. કક્ષાનું  ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શનમાં અમારી શાળાએ વિભાગ-૧ , વિભાગ-૨ , વિભાગ-૩ અને વિભાગ- ૫ માં ભાગ લીધો. 
                              આજના પ્રસંગની તસ્વીર...........







      

Saturday, 15 August 2015

સ્વતંત્રતા દિનની ઉજવણી-૨૦૧૫

સ્વતંત્રતા દિનની ઉજવણી-૨૦૧૫ 

                                  આજે ૧૫ મી ઓગસ્ટ . આજે આપણો દેશ સ્વતંત્રતા દિન ઉજવી રહ્યો છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવાનો દરેકને અનેરો ઉત્સાહ રહે છે. અમારી શાળામાં પણ એની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. આજેના દિવસે આપણો દેશ અંગ્રેજોની બે સદીની ગુલામીમાંથી મુક્ત થયો હતો. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરનારા આપણા વીર સપુતોને શ્રધાંજલી આપવાનો અને એમણે દર્શાવેલ માર્ગે આગળ વધવાનો સંકલ્પ કરવાનો આજનો દિવસ.
                                 આજે અમારી શાળામાં ૬૯ માં સ્વતંત્રતાદિનની ઉજવણી ખુબજ ઉત્સાહપૂર્વક કરવામાં આવી. ધ્વજવંદન કાર્યક્રમ આમંત્રિત મહેમાનોની હાજરીમાં શાળાના શિક્ષકો , શાળાના બાળકો અને ગ્રામજનોએ સાથે મળી ઉજવણી કરી. આજે અમારી શાળાના એસ.એમ.સી.ના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. શાળાના બાળકોએ દેશભક્તિના નારાઓથી વાતાવરણ દેશભક્તિમય બનાવી દીધું. ધ્વજવંદનવિધિની સંચાલન શાળાના ઉપ શિક્ષક શ્રી રાજેશભાઈ પટેલે  કર્યું. સૌએ ધ્વજ ને સલામી આપી.
                               આજના નાના સરખા સાંસ્કુતિક કાર્યક્રમમાં શાળાના બાળકોએ બાળવાર્તા, વકતૃત્વ , દેશભક્તિ ગીત વગેરે રજુ કરી આમંત્રિતોને મંત્રમુગ્ધ કર્યા.શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે આજના પ્રસંગનું ઐતિહાસિક મહત્વ બતાવ્યું. સાથે સાથે શાળાની પ્રગતિનો ચિતાર રજુ કર્યો. આજના સમાંરભમાં પધારેલ મહેમાન શ્રી છગનભાઈ પટેલ  દ્વારા શાળાની કામગીરીને પ્રોત્સાહિત કરવામાં આવી. શાળા દ્વારા કરવામાં આવતી શૈક્ષણિક પ્રવૃતિઓને બિરદાવી . સૌને આજના પર્વની શુભેચ્છાઓ પાઠવી. શાળા અને ગામની વધુ પ્રગતિની શુભેચ્છાઓ આપી. આજના પ્રસંગે ગામના દાતાશ્રી નગીનભાઈ એસ.પટેલ તરફથી એમના પુત્ર સ્વ. જીગ્નેશભાઈના સ્મરણાર્થે શાળામાં ૭ કબાટ આપવાની જાહેરાત કરવામાં આવી. અન્ય દાતાશ્રીઓ દ્વારા રોકડ દાન આપ્યું.. દાતાશ્રીઓનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો..
                               વિશેષ શાળાના ઉ.શિક્ષક શ્રી શૈલેશકુમાર પટેલે બાળકોના સહયોગથી પોતાના કર્ણપ્રિય સ્વરમાં સામુહિક દેશભક્તિ ગીત ગવડાવી વાતાવરણ દેશભક્તિમય બનાવી દીધું. ખરા અર્થમાં આજનો પ્રસંગ શાળા માટે ખુબજ દેશભક્તિમય રહ્યો. સૌ દેશની આઝાદીની મીઠી સુગંધ લઇ છુટા પડ્યા.
                        
                                આજનો દિવસ એક અન્ય કાર્યક્રમ માટે પણ અગત્યનો દિવસ હતો. ૧૫ મી ઓગસ્ટ - ૨૦૧૨ ના પાવન દિવસે શાળાના બ્લોગની શરૂઆત કરવામાં આવી હતી. એ મુજબ આજે અમારી શાળાના બ્લોગ ponsrischool blogspot.con ની બર્થડે છે. અમારા બ્લોગને વાંચનાર સૌ ને અમારા  શાળા પરિવાર દ્વારા અભિનંદન .....
             
                             આજના પ્રસગની ઉજવણીની તસ્વીરો..........








Friday, 14 August 2015

NMMS પરિક્ષા 2015 નોટીફીકેશન

NMMS પરિક્ષા 2015 નોટીફીકેશન 




સ્વતંત્રતા દિનની શુભકામના

સ્વતંત્રતા દિનની શુભકામના
પ્રાથમિક વિદ્યામંદિર, પોંસરી.

Happy 15th of August

 




Sunday, 2 August 2015

ગૌરીવ્રત ઉજવણી ૨૦૧૫

ગૌરીવ્રત ઉજવણી ૨૦૧૫ 

                        તારીખ ૧/૮/૨૦૧૫ ને શનિવારના દિને  શાળામાં ગૌરીવ્રત પર્વ નિમિત્તે ધોરણ - ૧ થી ૮ બાળકોની જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મહેંદી હરીફાઈ , કેશગુંફન , શ્રેષ્ઠ વાંચન સ્પર્ધા, ચિત્રસ્પર્ધા , નિબંધ લેખન , વેસ્ટમાંથી બેસ્ટ , ચિત્ર રંગ પુરણી ,   તથા સંગીત ખુરશી  જેવી સ્પર્ધામાં તમામ બાળકોએ ખુબ જ હોંશે હોંશે ભાગ લીધો. સ્પર્ધા દ્વારા બાળકોમાં રહેલ શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આજની સ્પર્ધામાં તમામ બાળકોએ પોતાનામાં રહેલ કલાને બહાર લાવવા નિર્ભય બની ભાગ લીધો . સ્પર્ધામાં ભાગ લેનાર ઉત્તમ સ્પર્ધકને સત્રના અંતે ઇનામો અને પ્રમાણપત્ર થી  સન્માનવામાં આવશે.
                          આજની સ્પર્ધાના ફોટોગ્રાફ્સ.........