અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday, 7 January 2016

ગુણોત્સવ- ૨૦૧૫-૨૦૧૬


ગુણોત્સવ – ૨૦૧૫/૧૬

               રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં તારીખ- ૭/૦૧/૨૦૧૬ , ૮/૦૧/૨૦૧૬ અને ૯/૦૧/૨૦૧૬ ના દિવસો દરમ્યાન ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
               આ કાર્યક્રમ મુજબ અમારી શાળામાં આજરોજ ગુણોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત શાળાની સમૂહપ્રાર્થનાથી ૧૦:૩૦ કલાકે કરવામાં આવી. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એસ.એમ.સી. પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ પટેલ તથા સભ્યશ્રી અનિલભાઈ પટેલ દ્વારા પ્રાર્થના સભામાં હાજર રહી બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શાળાની સમૂહ પ્રાર્થનાનું સંપૂર્ણ સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું. જેમાં પ્રાર્થનાનું સંચાલન કુમારી ખુશી પટેલે કર્યું. પ્રાર્થનામાં આજનું પંચાગ, આજના સમાચાર, આજનો સુવિચાર, આરોગ્ય વિષયક કથન , આજનો દીપક, આજનું ગુલાબ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. આજના દીપક અને આજના ગુલાબ માટે પસંદ થયેલ બાળકોનું અભિવાદન પધારેલા મહેમાન દ્વારા કરવામાં આવ્યું. મહેમાનો આજની પ્રાર્થના સભાથી ખુબજ પ્રભાવિત થયા.
                  પ્રાર્થના બાદ કાર્યક્રમ મુજબ ૧૧:૦૦ થી ૧૨:૪૦ ના સમયગાળા દરમ્યાન ધોરણ- ૬ થી ૮ ના બાળકોની ઓએમઆર  સીટ માં પ્રશ્નપત્ર નું મૂલ્યાંકન કરવામાં આવ્યું. બાદમાં આજના કાર્યક્રમ અનુસાર ધોરણ- ૨ થી ૫નું વાંચન, ગણન, અને લેખનનું સ્વમૂલ્યાંકન કરવામાં આવ્યું. સાથે સાથે ધોરણ- ૬ થી ૮ ના તમામ બાળકોનું પણ વાંચન, ગણન, અને લેખનનું સ્વમૂલ્યાંકન કરવામાં આવ્યું. જેમાં ધોરણ- ૫ ની ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો. શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલ દ્વારા દરેક ધોરણોમાં કરવામાં આવતા મૂલ્યાંકનનું નિરિક્ષણ કરવામાં આવ્યું.
               આજના ગુણોત્સવ કાર્યક્રમમાં હાજર રહેલ એસ.એમ.સી. પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ પટેલ તથા સભ્યશ્રી અનિલભાઈ પટેલ તથા શાળાના આચાર્ય શ્રી તથા શિક્ષકો અને બાળકોએ ખુબજ ઉત્સાહથી ભાગ લઇ સ્વમૂલ્યાંકન કરી આજના કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો. શાળાના એક અનેરા ઉત્સવ જેવો માહોલ બનાવવામાં આવ્યો.

             

Thursday, 24 December 2015

પ્રિ.ગુણોત્સવ - ૨૦૧૫-૧૬

                                    પ્રિ.ગુણોત્સવ - ૨૦૧૫-૧૬

                તારીખ ૨૩-૧૨-૨૦૧૫ ને બુધવારના રોજ અમારી શાળામાં પ્રિ.ગુણોત્સવ - ૨૦૧૫/૧૬ ના કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું. ગણદેવી તાલુકા પ્રાથમિક  શિ. સાહેબની મૌખિક સુચના મુજબ ધોરણ- ૧ થી ૮ ના બાળકો માટે પ્રિ. ગુણોત્સવ યોજવામાં આવ્યો.
                        અમારી શાળામાં તારીખ- ૨૩/૧૨/૨૦૧૫ ને બુધવારના દિને પ્રિ. ગુણોત્સવનું આયોજન થયું. શાળામાં ધોરણ- ૧ થી ૫ નો ગુણોત્સવ આગલા વર્ષોમાં થયેલ ગુણોત્સવ મુજબના ફોર્મેટ માં યોજવામાં આવ્યો. જયારે ધોરણ - ૬ થી ૮ માં પ્રશ્ન પત્ર લેખન અને વાંચન-ગણન- લેખન મૌખિક રીતે કરી બાળકોનું શૈક્ષણિક મુલ્યાંકન કરવામાં આવ્યું. સાથે - સાથે પ્રથમ સત્રના અભ્યાસક્રમનું પુનરાવર્તન કરવામાં આવ્યું. પ્રશ્નપત્ર ના ઉત્તરો OMR માં કરાવી પ્રેક્ટીસ આપવામાં આવી.
                        આજના પ્રશ્નપત્રમાં બાળકોને મળેલ ૧૦૦ પ્રશ્નનો ના ઉત્તર ૧૦૦ મીનીટની સમય મર્યાદામાં લખવાની પ્રેક્ટીસ કરવામાં આવી. આજના પ્રિ. ગુણોત્સવ માં ધોરણ - ૧ થી ૮ ના સૌ બાળકોએ ખુબજ ઉત્સાહથી ભાગ લીધો.
                          આજના પ્રિ. ગુણોત્સવના પેપરના ઉત્તરો લખવાના પ્રયત્નો કરતાં બાળકોની તસ્વીર .








Sunday, 13 December 2015

ચિત્રકલા ગ્રેડ પરિક્ષા- ૨૦૧૫ - ૧૬

ચિત્રકલા ગ્રેડ પરિક્ષા- ૨૦૧૫ - ૧૬ 


                                         ચિત્રકલા ગ્રેડ પરિક્ષા- ૨૦૧૫ - ૧૬  


           અમારી શાળામાંથી  સને-૨૦૦૧થી નિયમિત યોજવામાં આવતી ચિત્રકલા એલીમેન્ટ્રી અને ઈન્ટરમીડીયેટ ડ્રોઇગ ગ્રેડ પરીક્ષા ચાલુ વર્ષ - ૨૦૧૫ - ૧૬  માં  ધોરણ ૭ અને ૮ ના બાળકોને અપાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે ધોરણ ૭ અને ૮  માંથી  એલીમેન્ટ્રીના ૧૭   વિદ્યાર્થીઓ અને ઈન્ટરમીડીયેટ ના  ૬   વિદ્યાર્થીઓ મળી કુલ   ૨૩  વિદ્યાર્થીઓએ આવેદનપત્ર ભરી પરીક્ષામાં બેસવાની  તૈયારી બતાવી. જે મુજબ તારીખ- ૧૦-૧૨-૨૦૧૫ ને ગુરુવારના રોજ ચિત્રકલા એલીમેન્ટ્રી અને તારીખ- ૧૧-૧૨-૨૦૧૫ અને ૧૨-૧૨-૨૦૧૫ ના રોજ ઈન્ટરમીડીયેટ ડ્રોઇગ ગ્રેડ પરીક્ષાના બાળકોએ બીગરી હાઇસ્કુલ ના સેન્ટર પર પરિક્ષા આપી. 
                      ચિત્રકલા એલીમેન્ટ્રી અને ઇન્ટરમીડીયેત ગ્રેડ પરિક્ષાઓની તૈયારી શાળાના ભૂતપૂર્વ મુખ્ય શિક્ષક અને હાલના ઉપ શિક્ષકશ્રી શંકરભાઈ પટેલ દ્વારા બાળકોને વિશેષ ટ્રેનીગ આપી તૈયાર છે. બાળકોને પરિક્ષા સંબંધી દરેક પાસાનો ખ્યાલ આપી પરીક્ષાના દરેક પેપરના ચિત્રો દોરવી પ્રેક્ટીસ કરાવે છે. બાળકોએ તૈયાર કરેલ ચિત્રોનું ચિત્ર પ્રદર્શન યોજી શાળાના ધોરણ ૫ થી ૮ ના બાળકોને પ્રોત્સાહિત કરે છે. 

સી.આર.સી. કક્ષાનો રમતોત્સવ -૨૦૧૫-૧૬

સી.આર.સી. કક્ષાનો રમતોત્સવ -૨૦૧૫ -૧૬ 

                     અમારી શાળાએ તા.૮/૧૨/૨૦૧૫  ને  મંગળવારે રમતોત્સવની પૂર્વ તૈયારી સાથે કેન્દ્ર કક્ષાના રમતોત્સવમાં કુલ આઠ રમતમાં ભાગ લીધો હતો. સ્પર્ધાનું સ્થળ હતું ધોલાઈ પ્રાથમિક શાળાનું ક્રિકેટનું મેદાન જ્યાં રમતોત્સવની શરૂઆત રમતનું મહત્વ તેમજ શુભેચ્છા પાઠવતા યજમાન શાળાના આચાર્યશ્રીએ કરી. અમારી શાળાએ લાંબી કૂદ , ૧૦૦ મી. દોડ, ગોળા ફેંક , તેમજ યોગ માં ભાગ લીધો હતો. જેમાં  ૧૦૦ મી. દોડ કુમાર, લાંબી કૂદ -કુમાર, ગોળાફેંક-કન્યામાં  અમારી શાળાએ પ્રથમ નંબર મેળવ્યો. શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે વિજેતા થનાર બાળકોને અભિનંદન પાઠવ્યા. અને આગળ પ્રગતિ માટે શુભેચ્છાઓ આપી. શાળાએ જીતનાર તેમજ ભાગ લેનાર તમામ બાળકો તેમજ તૈયાર કરનાર શિક્ષકોનો  આભાર માન્યો   અને  વધાવી લીધા.
                            આજની સી.આર.સી. કક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર બાળકો હવે અમારી શાળાનું પ્રતિનિધિત્વ વિભાગીય  કક્ષાએ ભાગ લઇ કરશે.
                              આજ રોજની સ્પર્ધામાં ભાગ લેતા  બાળકોની તસ્વીર .....

Tuesday, 20 October 2015

પ્રાથમિક - માધ્યમિક શિષ્યવૃતિ પરિક્ષા - ૨૦૧૫

                              પ્રાથમિક - માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષા - ૨૦૧૫
                 તારીખ- ૧૮/૧૦/૨૦૧૫ ને રવિવારના દિને તાલુકા શાળા ધના ભાવસાર કુમાર શાળામાં રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક - માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષા - ૨૦૧૫નું આયોજન થયું. ધોરણ-૫ ના બાળકોની પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષા અને ધોરણ- ૮ ના બાળકો માટે માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષા યોજાઈ.
                    આ પરિક્ષા માં અમારી શાળાના ધોરણ- ૫ ના ૧૭ બાળકોએ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષામા ભાગ લીધો. જયારે ધોરણ- ૮ ના ૨૪ બાળકોએ માધ્યમિક શિષ્યવૃત્તિ  પરિક્ષામાં ભાગ લીધો. આ પરિક્ષામા   અમારી શાળામાંથી વધુ બાળકોએ ભાગ લઇ પોતાની પ્રતિભા રજુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
                           સૌને શાળા પરિવાર તરફથી ઉજ્વળ કારકિર્દી માટે શુભેચ્છા.....

Saturday, 17 October 2015

મેથ્સ ઓલિમ્પિયાડ - ૨૦૧૫/૧૬

                                                 મેથ્સ ઓલિમ્પિયાડ - ૨૦૧૫/૧૬ 


                      તારીખ - ૧૫/૧૦/૨૦૧૫ થી ૧૭/૧૦/૨૦૧૫ દરમ્યાન જીલ્લા ક્ક્ષા ના ગણિત વિજ્ઞાના પ્રદર્શન માં મેથ્સ ઓલોમ્પિયાડ યોજવામાં આવ્યો. જેમાં અમારી શાળાએ  સી.આર.સી.ક્ક્ષાના પ્રદર્શનમાં  પ્રથમ ક્રમે  વિજેતા અને તાલુકાક્ક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં પ્રથમ ક્રમે વિજેતા વિદ્યાર્થીની  ધોરણ- ૮ ની  મૈત્રી કાંતિલાલ પટેલે ભાગ લીધો. મૈત્રી પટેલે જીલ્લાક્ક્ષાની   સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી જીલ્લાક્ક્ષાએ દ્વિતીય  સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું. 
            વિજેતા વિદ્યાર્થીની મૈત્રી કાન્તિલાલ પટેલને  શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું. શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે વિદ્યાર્થીની મૈત્રી પટેલને અભિનંદન આપ્યા. 




આરતી શણગાર સ્પર્ધા-૨૦૧૫/૧૬

                                                 

                                 આરતી શણગાર સ્પર્ધા  -૨૦૧૫/૧૬

                                  આજરોજ નવરાત્રી પર્વ ઉજવણી અંતર્ગત શાળાક્ક્ષાએ આરતી શણગાર  સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આજના દિને ધોરણ- ૬ થી ૮ ના બાળકોની અલગ અલગ આરતી શણગારની સ્પર્ધા કરવામાં આવી . બાળકોએ પોતાની કલાનો ઉપયોગ કરી વિવિધ શણગાર  કરી પોતાની આરતી તૈયારી કરી અને સ્પર્ધામાં ભાગ લીધો.
                                ધોરણ- ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. બાળકોએ તૈયાર કરેલ આરતીઓ ખુબજ સુંદર અને વિવિધતા ભરેલી હતી. આરતી શણગારવામાં બાળકોએ પોતાની જાતે જુદી જુદી વસ્તુઓ વાપરી હતી. આજની સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા બાળકોને શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે અને શાળાના શિક્ષકગણે અભિનંદન આપ્યા.
                               આજના પ્રસંગની તસ્વીરો................








વેશભૂષા સ્પર્ધા- ૨૦૧૫

                                                    વેશભૂષા સ્પર્ધા- ૨૦૧૫ 

                               આજરોજ નવરાત્રી પર્વ ઉજવણી અંતર્ગત શાળાક્ક્ષાએ વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આજના દિને ધોરણ- ૧ થી ૫ ના બાળકો અને ધોરણ- ૬ થી ૮ ના બાળકોની અલગ અલગ સ્પર્ધા કરવામાં આવી .   બાળકોએ જુદા જુદા પરિધાનમાં તૈયારી કરી અને સ્પર્ધામાં ભાગ લીધો.
                                     ભારત માતા , શહીદ ભગતસિંહ , દૂધવાળી , ફુગ્ગા વાળો , સૈનિક , માતાજી , જેવા વેશમાં પધારી ખુબજ હોંશે હોંશે ભાગ લીધો. વિજેતા થનાર બાળકોને શાળાના આચાર્ય શ્રી અને શિક્ષકગણે અભિનંદન આપ્યા,

                                     આજના પ્રસંગની તસ્વીર .......................