અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday, 13 June 2013

શાળા પ્રવેશોત્સવ ૨૦૧૩

" ઉજજવળ ભવિષ્યનું પ્રથમ પગથિયું એટલે શાળા પ્રવેશોત્સવ "

            " શિક્ષણએ સમાજને સાચે રસ્તે લઈ જવાનો પાકો રસ્તો છે." માનનીય મુખ્યમંત્રીશ્રી  નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ વાક્યને સાર્થક કરવા આજરોજ તારીખ ૧૩/૬/૨૦૧૩ ને ગુરુવારના દિને અમારી શાળામાં સવારે ૯:૩૦ કલાકે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું  આયોજન ધામધુમથી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું.
               આજના પ્રસગે શાળામાં પધારેલા મુખ્ય મહેમાન માનનીય શ્રી પી.બી.ગોંડિયા જોઈન્ટ ડાયરેક્ટર સિવિલ ડીફેન્સ અમદાવાદ ગુજરાત, મામલતદાર શ્રીં ગણદેવી , બી.આર.સી.શ્રી કિસનભાઈ તથા અન્ય મહેમાનોનું સ્વાગત કુમકુમ તિલક થી શાળાની બાલિકાઓ દ્વારા કરવામાં આવ્યું. શાળાના બાળકોએ તાલીઓના ગડગડાટથી સૌને વધાવી લઈ આવકાર આપ્યો.
              શાળા પ્રવેશોત્સવની શરૂઆત આજના પ્રસંગે પધારેલા મુખ્ય મહેમાન માનનીય શ્રી પી.બી.ગોંડિયા સાહેબના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. શાળાના બાળકો દ્વારા " મનુષ્ય તું મહાન " ગીતનું ગાન કરવામાં આવ્યું. આજે પ્રવેશ લેનાર ધોરણ-૧ માં અમારી શાળાના ૨૪ બાળકો , માંસ્કરા શાળાના ૪ બાળકો  અને સુઇતલાવડી શાળાના ૪ બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો. પધારેલા મહેમાનોનો હસ્તે શૈક્ષનિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે આગણવાડીના બાળકોને રમકડા અને સુખડી નું વિતરણ કરી આવકારવામાં આવ્યા.
                     આજના પ્રસગે અત્રેની શાળામાં પધારેલા અમારા મોઘેરા મહેમાન શ્રી પી.બી.ગોંડિયા સાહેબનું અમારી એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી નારણભાઈ પટેલે મોમેન્ટો અને પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. અન્ય પધારેલા મહેમાનોનું સ્વાગત શાળાની બાલિકાઓ એ પુસ્તકો આપી કર્યું.
                           પધારેલા મુખ્ય મહેમાન શ્રી એ પોતાના પ્રવચનમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું મહત્વ , પ્રવેશોત્સવ ઉજવણીની ફલશ્રુતિ , શાળા વિકાસમાં લોક ભાગીદારી જેવા પ્રસગોની વાતો ઉપસ્તિત વાલીઓ અને ગામજનોને કરી શિક્ષણ દ્વારા સમાજને આગળ લઈ જવાની સરસ સમજ આપી. શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું. સાથે સાથે શાળાએ કરેલ તૈયારીઓ , શાળાના બાળકોનો ઉત્સાહ અને ગામલોકોના ઉત્સાહની પ્રશંસા કરી શાળા અને ગામ ઉતરોતર પ્રગતિ કરતા રહે એવા આશીર્વચનો આપ્યા.
                              આજના કાર્યક્રમ ની તસ્વીરો દ્વારા એક ઝલક....

મહેમાનોનું સ્વાગત 

દીપપ્રાગટય 

બાળકો દ્વારા પ્રાર્થના

મહેમાનનું સ્વાગત 

કીટ વિતરણ અને શાળા પ્રવેશ 

ઇનામ વિતરણ 

ઇનામ વિતરણ 

પ્રસગોપાત ઉદબોધન 

ગ્રુપ મીટીગ 




     

Tuesday, 11 June 2013

નવાસત્રનો પ્રારભ

        તારીખ ૧૦-૬-૨૦૧૩ ને સોમવારના રોજ શાળાના નવા સત્રની શરૂઆત બાળકોના કિલ્લોલથી ગૂંજી ઉઠી. સત્રની શરૂઆત પ્રાર્થનાથી કરી શાળાના આચાર્યશ્રી એ બાળકો અને શિક્ષકોને શુભકામના પાઠવી. આજે માધ્યમિક શાળામાંથી સરપ્લસ થઈને અત્રેની શાળામાં નિમણુક થઈને નવા આવેલા શિક્ષક શ્રી શૈલેશકુમાર સી. પટેલ ને શાળાના આચાર્યશ્રી એ આવકારી શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવી. નવા શિક્ષક શ્રીએ શાળાના વાતાવરણ અને શાળાના બાળકોના શિસ્તની પ્રસંસા કરી. ભૂતપૂર્વ આચાર્યશ્રી શંકરભાઈ પટેલે પણ  નવા શિક્ષક્ને આવકારી શુભકામના પાઠવી.
                આજના પ્રસગની તસ્વીર.

આચાર્યશ્રીનું ઉદબોધન 

શૈલેશકુમાર પટેલનું સ્વાગત 

નવા શિક્ષક નું પ્રવચન 

Friday, 24 May 2013

 રાજ્યની બધી પ્રાથમિક શાળાઓ શોધવા નીચે ક્લિક કરો.

અહી ક્લિક કરો અને તમારી શાળા જુઓ.

Wednesday, 22 May 2013

ITEX 2 D FROM 2013-14


ઇન્કમટેક્ષ ૨ ડી માટેનું ફોર્મ ૨૦૧૩-૧૪ એક્ક્ષલ ફોરમેટમાં અહી આપવામાં આવેલ છે.

ઇન્કમટેક્ષ ૨ ડી ફોર્મ એક્સલ ફોરમેટ અહીંથી ડાઉનલોડ કરો.



Friday, 17 May 2013

શાળા લાયબ્રેરી માટે કબાટ

   શાળા લાયબ્રેરી માટે કબાટ આપવા બાબતનો પરિપત્ર ૨૦૧૩

પરિપત્ર અહીંથી ડાઉનલોડ કરો.

Wednesday, 8 May 2013

નવા પ્રવેશ ૩૧ ઓગસ્ટ

         નવીન પ્રવેશ ધોરણ-૧ માટે ૩૧/૮/૨૦૧૩ સુધી પાંચ વર્ષ પુરા થયેલ હોવા અંગેનો  પરિપત્ર અહી 

સામેલ છે.  


તાલીમની મળવાપાત્ર રજા

વર્ષ ૨૦૧૩ / ૧૪ માં વેકેશનમાં તાલીમની હક્ક્ રજા(પ્રાપ્તરજા),


 વળતર રજા મળવા છે. જે અંગે સરકારનો પરિપત્ર....

             આભાર
                                http://teachersvadodara.yolasite.




Wednesday, 1 May 2013

ધોરણ-૧ પ્રવેશ ૨૦૧૩

           ગુજરાત સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું. ધો-૧ માં પ્રવેશ બાબતે ૩૧/૮/૨૦૧૩ સુધી પાંચ વર્ષ પૂર્ણ થતા હોય તેવા બાળકો પ્રવેશપાત્ર ગણાશે. નવો નિયમ ૧ જૂન સુધીમાં પાંચ વર્ષ પૂર્ણ થયેલા બાળકોને પ્રવેશ આપવો એ ૨૦૧૪ થી લાગુ પડશે. 
                 ઈ ટીવી સમાચાર   ૧-૫-૨૦૧૩