અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Tuesday, 20 August 2013

રક્ષાબંધનની ઉજવણી




            શ્રાવણ સુદ ૧૫ને ગુજરાતીમાં શ્રાવણ સુદ પૂનમ કે શ્રાવણી પૂર્ણિમા કહેવાય છે. આ પૂનમ નાળીયેરી પૂનમ તરિકે પણ ઓળખાય છે. જેને રક્ષાબંધન પણ કહેવામાં આવે છે. અમારી શાળામાં પણ તેની ઉજવણી બાળકો સાથે મનાવવામાં આવી. આ પ્રસગે શાળાના આચાર્યશ્રી એ આ તહેવારનું મહત્વ સમજાવ્યું. શાળાની બાલિકાઓએ શાળાના કુમારોને હાથે રક્ષા બાંધી ઉજવણી કરી.
             આજના પ્રસગની તસ્વીર.....













Thursday, 15 August 2013

સ્વતંત્રતા દિન ઉજવણી

            સ્વતંત્રતા દિનની સર્વે બ્લોગર મિત્રોની પ્રાથમિક વિદ્યામંદિર , પોંસરી તરફથી શુભકામના 

AAMADER SADHINATA
          આપણે ભારત ના  સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી  ઓગષ્ટ ના દિવસને ઉજવીએ છીએ.. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં  ખૂણે - ખૂણે આજનો પર્વ ખુબ ઉત્સાહથી મનાવવામાં આવે છે. આઝાદી મેળવવામાં બલિદાન આપનાર શહીદોને  યાદ કરવામાં આવે છે.  
                 આજરોજ અમારી શાળામાં પણ પરંપરા મુજબ સ્વતંત્રતા દિનની ઉજવણી  રાષ્ટ્રીય પર્વની રીતે ધ્વજવંદનથી કરવામાં આવી. આજના પ્રસંગે પધારેલા આમંત્રિત મહેમાનોની હાજરીમાં ગામના વડીલ શ્રી છીબુભાઈ પટેલે ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરાવવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે પ્રસગને અનુરૂપ બે વાતો કહી . સાથે સાથે આજના દિને ચાલુ સત્રમાં યોજવામાં આવેલ સ્પર્ધાઓમાં વિજેતા થનાર બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 

                             આજની ઉજવણીની તસ્વીરો........









Sunday, 11 August 2013

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ જન્મદિન ઉજવણી

              ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ નો  જન્મ ૧૨ ઓગષ્ટ ૧૯૧૯ ના રોજ અમદાવાદમાં થયો હતો. એઓ ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. તે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે. એમના જન્મદિન ની ઉજવણી અમારી શાળામાં ધામધુમથી  કરવામાં આવી. તારીખ- ૮/૮/૨૦૧૩ ના રોજ શાળાના   આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલ , વિજ્ઞાન શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલ , શ્રી જયંતીલાલ પટેલ  અને શાળાના ધોરણ- ૬ થી ૮ ના બાળકો દ્વારા કરવામાં આવી. પ્રથમ બાળકોને  ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ ના જીવન વિષે આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે સમજ આપી.  વિજ્ઞાન શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલે વિજ્ઞાનની શિક્ષણમાં ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપ્યું. ડૉ.વિક્રમ સારાભાઇ ના જીવન પ્રસગોની  વાતો કરી એમણે કરેલ વિજ્ઞાનની  સિધ્ધિઓ વિષે સમજ આપી. શાળાના ધોરણ- ૬ થી ૮ ના બાળકો દ્વારા વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગો અને પ્રવૃતિઓનું નિદર્શન કરાવી આજના પ્રસગની ઉજવણી કરી . બાળકોએ કરેલ પ્રવૃત્તિ અને પ્રયોગો નિહાળી સૌ પ્રભાવિત થયા . 
                          આજની ઉજવણીની બોલતી તસ્વીર ......











Saturday, 20 July 2013

ગૌરીવ્રત ઉજવણી ૨૦૧૩

                         આજ રોજ શાળામાં ગૌરીવ્રત પર્વ નિમિત્તે શાળાના ધોરણ - ૧ થી ૮ બાળકોની જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મહેંદી હરીફાઈ , કેશગુંફન , ચિત્રસ્પર્ધા , નિબંધ લેખન , વેસ્ટમાંથી બેસ્ટ , ચિત્ર રંગ પુરણી , ભજન સ્પર્ધા , નૃત્ય - નાટિકા , તથા સંગીત ખુરશી  જેવી સ્પર્ધામાં તમામ બાળકોએ ખુબ જ હોંશે હોંશે ભાગ લીધો. સ્પર્ધા દ્વારા બાળકોમાં રહેલ શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આજની સ્પર્ધામાં તમામ બાળકોએ પોતાનામાં રહેલ કલાને બહાર લાવવા નિર્ભય બની ભાગ લીધો . સ્પર્ધામાં ભાગ લેનાર ઉત્તમ સ્પર્ધકને ઇનામો અને પ્રમાણપત્ર થી શાળાના આચાર્યશ્રી દ્વારા આવનાર સ્વતંત્રતા દિને સન્માનવામાં આવશે.
                          આજની સ્પર્ધાના ફોટોગ્રાફ્સ.........
નૃત્ય- નાટિકા 
વેસ્ટમાંથી બેસ્ટ 
ચિત્ર રંગ પુરણી 

સંગીત ખુરશી

નૃત્ય - નાટિકા

નિબંધ લેખન

નાટક 


ચિત્ર સ્પર્ધા 

ભજન સ્પર્ધા 


Friday, 19 July 2013

પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષા ૨૦૧૩

પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષા ૨૦૧૩ પરિપત્ર જોવા નીચે ક્લિક કરો.
અહી ક્લિક કરો.










આપના નવતર પ્રયોગો

HTET પરિક્ષા ૨૦૧૩


HTAT ફોર્મ ભરવાની તારીખ - ૨૦/૦૭/૧૩ બપોરના ૨-૦૦ કલાકથી  ૨૯/૦૭/૧૩ બપોરના ૩-૦૦ કલાક સુધી.


પરીક્ષા તારીખની  - ૧૮/૦૮/૨૦૧૩  ૧૨-૦૦થી ૧૪-૦૦  


વધુ વિગત માટે અહી નીચે ક્લિક કરો. 
ક્લિક કરવા માટે

ઓનલાઈન ફોર્મ ભરવા અહી ક્લિક કરો.

Thursday, 13 June 2013

શાળા પ્રવેશોત્સવ ૨૦૧૩

" ઉજજવળ ભવિષ્યનું પ્રથમ પગથિયું એટલે શાળા પ્રવેશોત્સવ "

            " શિક્ષણએ સમાજને સાચે રસ્તે લઈ જવાનો પાકો રસ્તો છે." માનનીય મુખ્યમંત્રીશ્રી  નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ વાક્યને સાર્થક કરવા આજરોજ તારીખ ૧૩/૬/૨૦૧૩ ને ગુરુવારના દિને અમારી શાળામાં સવારે ૯:૩૦ કલાકે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું  આયોજન ધામધુમથી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું.
               આજના પ્રસગે શાળામાં પધારેલા મુખ્ય મહેમાન માનનીય શ્રી પી.બી.ગોંડિયા જોઈન્ટ ડાયરેક્ટર સિવિલ ડીફેન્સ અમદાવાદ ગુજરાત, મામલતદાર શ્રીં ગણદેવી , બી.આર.સી.શ્રી કિસનભાઈ તથા અન્ય મહેમાનોનું સ્વાગત કુમકુમ તિલક થી શાળાની બાલિકાઓ દ્વારા કરવામાં આવ્યું. શાળાના બાળકોએ તાલીઓના ગડગડાટથી સૌને વધાવી લઈ આવકાર આપ્યો.
              શાળા પ્રવેશોત્સવની શરૂઆત આજના પ્રસંગે પધારેલા મુખ્ય મહેમાન માનનીય શ્રી પી.બી.ગોંડિયા સાહેબના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. શાળાના બાળકો દ્વારા " મનુષ્ય તું મહાન " ગીતનું ગાન કરવામાં આવ્યું. આજે પ્રવેશ લેનાર ધોરણ-૧ માં અમારી શાળાના ૨૪ બાળકો , માંસ્કરા શાળાના ૪ બાળકો  અને સુઇતલાવડી શાળાના ૪ બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો. પધારેલા મહેમાનોનો હસ્તે શૈક્ષનિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે આગણવાડીના બાળકોને રમકડા અને સુખડી નું વિતરણ કરી આવકારવામાં આવ્યા.
                     આજના પ્રસગે અત્રેની શાળામાં પધારેલા અમારા મોઘેરા મહેમાન શ્રી પી.બી.ગોંડિયા સાહેબનું અમારી એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી નારણભાઈ પટેલે મોમેન્ટો અને પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. અન્ય પધારેલા મહેમાનોનું સ્વાગત શાળાની બાલિકાઓ એ પુસ્તકો આપી કર્યું.
                           પધારેલા મુખ્ય મહેમાન શ્રી એ પોતાના પ્રવચનમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું મહત્વ , પ્રવેશોત્સવ ઉજવણીની ફલશ્રુતિ , શાળા વિકાસમાં લોક ભાગીદારી જેવા પ્રસગોની વાતો ઉપસ્તિત વાલીઓ અને ગામજનોને કરી શિક્ષણ દ્વારા સમાજને આગળ લઈ જવાની સરસ સમજ આપી. શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું. સાથે સાથે શાળાએ કરેલ તૈયારીઓ , શાળાના બાળકોનો ઉત્સાહ અને ગામલોકોના ઉત્સાહની પ્રશંસા કરી શાળા અને ગામ ઉતરોતર પ્રગતિ કરતા રહે એવા આશીર્વચનો આપ્યા.
                              આજના કાર્યક્રમ ની તસ્વીરો દ્વારા એક ઝલક....

મહેમાનોનું સ્વાગત 

દીપપ્રાગટય 

બાળકો દ્વારા પ્રાર્થના

મહેમાનનું સ્વાગત 

કીટ વિતરણ અને શાળા પ્રવેશ 

ઇનામ વિતરણ 

ઇનામ વિતરણ 

પ્રસગોપાત ઉદબોધન 

ગ્રુપ મીટીગ