Popular Posts
સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
Sunday, 29 September 2013
Saturday, 14 September 2013
Thursday, 5 September 2013
૫ મી સપ્ટેમ્બર - શિક્ષકદિન

આજરોજ અમારી શાળામાં બાળકોએ શૈક્ષણિક કાર્ય કરી સ્વયંશિક્ષણ દ્વારા ડૉ. રાધાકૃષ્ણ ના જન્મદિનની ઉજવણી કરી. બાળકોએ શાળાની શરૂઆત પ્રાર્થના દ્વારા કરી. આજરોજ શિક્ષકની ભૂમિકા નિભાવનાર બાળકોએ તાસ પદ્ધતિથી શિક્ષણ કાર્ય કરી શિક્ષકદિનની ઉજવણી કરી.
બરાબર ૧૦:૦૦ કલાકે બાયસેગ કાર્યક્રમ માટે બાળકોએ શાળાના પ્રાર્થના હોલમાં બેસી ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર સમારોહનું ગાંધીનગરથી થયેલ પ્રસારણને નિહાળ્યું.
આજના કાર્યક્રમની શરૂઆત પ્રાથના 'મનુષ્ય તું બડા મહાન હૈ.... ' થી થઈ . મહેમાનોનું સ્વાગત પુસ્તકોથી કરવામાં આવ્યું. માનનીય શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્ર ચુડાસમા સાહેબે પોતાના પ્રવચનમાં શિક્ષકોને પોતાના કર્તવ્ય અંગે સભાન બનવા સલાહ આપી. બાદમાં એવોર્ડ મેળવનાર શિક્ષકોને માનનીય રાજ્યપાલ શ્રીએ સન્માનિત કર્યા. રાજ્યના મુખ્ય મંત્રીશ્રીએ સૌને પોતાના શિક્ષણકાળના અનુભવો બતાવી આજના શિક્ષકોને પોતાના શૈક્ષણિક કાર્યની જવાબદારી સમજાવી. શિક્ષક્ને આધુનિક બનવા પ્રેરણા આપી. આજના શિક્ષક્ને માનનીય મુખ્યમંત્રીશ્રીએ " ગુગલ ગુરુ " બનવાની સલાહ આપી. પ્રશ્નોતરીકાળ દરમિયાન બાળકોએ પૂછેલા પ્રશ્નોના નિખાલસ જવાબો આપ્યા. એક બાળકે પોતાના પ્રશ્નમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના કેટલા ભાઈ-બહેન છે? બાળપણમાં ભાઈ-બહેન વચ્ચે ઝગડો થતો કે કેમ? એવા પ્રશ્ન દ્વારા અંગત જીવનમાં ડોક્યું કરવાનો પ્રયત્ન કર્યો. જો તમે ૨૦૧૪માં દેશના વડાપ્રધાન બનશો તો ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે આજની માફક વાર્તાલાપ કરશો ? બાળકોએ નિખાલસતાથી પૂછેલા પ્રશ્નોના નિખાલસ જવાબો આપ્યા.
આજનો અમારો સંપૂર્ણ કાર્યક્રમ ખુબજ સફળ રહયો. શિક્ષકો- બાળકોને ઘણું જાણવા મળ્યું.
આજનાં પ્રસગની તસ્વીર......
Monday, 2 September 2013
ખેલ મહાકુભ - ૨૦૧૩
ખેલ મહાકુભ ૨૦૧૩ ની ઓનલાઈન એન્ટ્રી કરવા નીચે ક્લિક કરો.
સાઈટ પર જવા અહી ક્લિક કરો.
સાઈટ પર જવા અહી ક્લિક કરો.
Tuesday, 20 August 2013
રક્ષાબંધનની ઉજવણી
શ્રાવણ સુદ ૧૫ને ગુજરાતીમાં શ્રાવણ સુદ પૂનમ કે શ્રાવણી પૂર્ણિમા કહેવાય છે. આ પૂનમ નાળીયેરી પૂનમ તરિકે પણ ઓળખાય છે. જેને રક્ષાબંધન પણ કહેવામાં આવે છે. અમારી શાળામાં પણ તેની ઉજવણી બાળકો સાથે મનાવવામાં આવી. આ પ્રસગે શાળાના આચાર્યશ્રી એ આ તહેવારનું મહત્વ સમજાવ્યું. શાળાની બાલિકાઓએ શાળાના કુમારોને હાથે રક્ષા બાંધી ઉજવણી કરી.
આજના પ્રસગની તસ્વીર.....
Thursday, 15 August 2013
સ્વતંત્રતા દિન ઉજવણી
સ્વતંત્રતા દિનની સર્વે બ્લોગર મિત્રોની પ્રાથમિક વિદ્યામંદિર , પોંસરી તરફથી શુભકામના

આપણે ભારત ના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગષ્ટ ના દિવસને ઉજવીએ છીએ.. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં ખૂણે - ખૂણે આજનો પર્વ ખુબ ઉત્સાહથી મનાવવામાં આવે છે. આઝાદી મેળવવામાં બલિદાન આપનાર શહીદોને યાદ કરવામાં આવે છે.
આજરોજ અમારી શાળામાં પણ પરંપરા મુજબ સ્વતંત્રતા દિનની ઉજવણી રાષ્ટ્રીય પર્વની રીતે ધ્વજવંદનથી કરવામાં આવી. આજના પ્રસંગે પધારેલા આમંત્રિત મહેમાનોની હાજરીમાં ગામના વડીલ શ્રી છીબુભાઈ પટેલે ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરાવવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે પ્રસગને અનુરૂપ બે વાતો કહી . સાથે સાથે આજના દિને ચાલુ સત્રમાં યોજવામાં આવેલ સ્પર્ધાઓમાં વિજેતા થનાર બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આજની ઉજવણીની તસ્વીરો........
Subscribe to:
Posts (Atom)


