અમારી શાળાના ધોરણ - ૮ ના કુલ - ૨૯ બાળકોએ NMMS સ્કીમ અંતર્ગત સ્કોલરશીપ પરિક્ષા ડીસેમ્બર- ૨૦૧૩ માં આપી હતી. જે પરિક્ષામા કુલ - ૯ બાળકો ૬૦ ટકાથી વધુ ગુણ મેળવી મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. એવોને સરકારશ્રી તરફથી મળતી સ્કોલરશીપ મેળવવાને હકદાર બન્યા છે. સાથે સાથે પોંસરી શાળા અને ગામનું નામ રોશન કર્યું છે. શાળા પરિવાર તથા શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલ તરફથી પરિક્ષામા ઉપસ્થિત રહેનાર બાળકો અમે ૬૦ ટકાથી વધુ ગુણ મેળવી મેરીટ ક્રમ મેળવનાર બાળકોને શુભકામનાઓ પાઠવી આગળ પ્રગતિ માટે શુભેચ્છાઓ આપી.
Popular Posts
સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
Monday, 10 February 2014
Wednesday, 8 January 2014
૧૮૮ એમ્બુલન્સ પરિચય
આજ રોજ શાળાના બાળકો અને ગામ લોકોની જાગૃતિ માટે અમારી શાળામાં બીલીમોરા વિભાગના ૧૦૮ એમ્બુલન્સના કર્મચારીઓ અને ડોકટરી સ્ટાફ દ્વારા ૧૦૮ ના ઉપયોગ અને એમના દર્દી સાથેના જરૂરી સારવાર અંગેની માહિતી આપવામાં આવી . ૧૦૮ માં વપરાતા જરૂરી સાધનો અને અન્ય સામગ્રીની માહિતી આપી સાથે સાથે ૧૦૮ માં રહેલા સાધનોને એમના કર્મચારી કેવી રીતે દર્દી માટે ઉપયોગમાં લે તેનું નિદર્શન કરાવી શાળાના બાળકો અને ગ્રામજનોને સમજ આપી .
Friday, 13 December 2013
સરદાર બાળમેળો - ૨૦૧૩
જી.સી.ઈ.આર.ટી . ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન . નવસારી આયોજિત " સ્ટેચ્યુ ઓફ યુનિટી " થીમ આધારિત સરદાર બાળમેળો આજરોજ અમારી શાળામાં યોજવામાં આવ્યો. આજરોજ ધોરણ- ૧ થી ૮ ના બાળકોને શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે સરદારના જીવન પ્રસગોની માહિતી આપી.બાળમેળાનું મહત્વ સમજાવી એ અંતર્ગત કરવાની જુદી જુદી આનંદદાયી પ્રવૃતિઓની સમજ આપી આ પ્રવૃતિઓનું જીવનમાં મહત્વ સમજાવ્યું. આજરોજ વિશેષ બાળમેળા અંતર્ગત પ્રથમ સવારે શાળા પરિવારની હાજરીમાં નવા મકાનનું ખાતમૂહુર્ત શાળાની મહામંત્રી કુમારી ઝાન્વી એમ.પટેલના વરદ હસ્તે ગોરમહારાજની હાજરીમાં મંત્રોત્ચાર સાથે કરી બાદમાં બાળમેળાની શરૂઆત કરવામાં આવી. ધોરણ - ૧ થી ૫ ના બાળકોને ટુકડી મુજબ શાળાના શિક્ષકો દ્વારા બાળરમત, બાળગીત, ચિત્ર રંગપુરણી, છાપકામ, કાતરકામ , વિજ્ઞાન પ્રયોગ શાળા , સંગીત , ચિત્રકામ , અક્ષરલેખન , બાળનાટક વગેરે પ્રવૃત્તિ કરાવી. આજના બાળમેળા અંતર્ગત કરવામાં આવેલ પ્રવૃતિઓનું બાદમાં પ્રદર્શન યોજવામાં આવ્યું. શાળાના આચાર્ય શ્રીએ બાળકોને અને શિક્ષકોને આભિનંદન આપ્યા.
આજના બાળમેળાની તસ્વીર ------
આજના બાળમેળાની તસ્વીર ------
![]() |
| પ્રવૃત્તિ કરતા બાળકો |
બાળમેળા ને પ્રોત્સાહિત કરતા અમારા સી.આર.સી. બેન કુમારી રાજેશ્રીબેન![]()
વિજ્ઞાનના પ્રયોગોનું નિદર્શન
કાગળકામ પ્રવૃત્તિ
સંગીત- બાળગીત
|
નવા મકાનનું ખાતમુહૂર્ત
શાળાના શૈક્ષણીક સ્તરને ઉચ્ચત્તમ સ્તરે લઇ જવા માટે શૈક્ષણિક કાર્યની સાથે સાથે ભૌતિક સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવી એટલીજ જરૂરી છે. જે અંતર્ગત શાળામાં જુના મકાનની જગ્યાએ એસ.એસ.એ. ગાંધીનગર દ્વારા બાંધવામાં આવનારા ૬ ઓરડાના આર.સી.સી. મકાનનું ખાતમુહૂર્ત શાળા પરિવાર ની હાજરીમાં શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શાળાની મહામંત્રી કુમારી ઝાન્વી એમ.પટેલના વરદ હસ્તે ધાર્મિક વિધિ અનુસાર ગોરમહારાજની હાજરીમાં સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવ્યું.
Monday, 2 December 2013
Sunday, 1 December 2013
Gunotsav -4 - પરિણામ
મિત્રો ગુણોત્સવ - ૪ નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. પરિણામ ચકાસવા નીચે ક્લિક કરો.
ગુણોત્સવ - ૪ --- ૨૦૧૩ નું પરિણામ જોવા અહી ક્લિક કરો.
FIRST 5 DISTRICT
ગુણોત્સવ - ૪ --- ૨૦૧૩ નું પરિણામ જોવા અહી ક્લિક કરો.
FIRST 5 DISTRICT

FIRST 15 TALUKA

Friday, 22 November 2013
શાળા આરોગ્ય સપ્તાહ ઉજવણી
આજથી શુભારંભ
આજરોજ અમારી શાળામાં શાળા આરોગ્ય સપ્તાહની ઉજવણીનો જીલ્લા કક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોંસરી આયોજિત આજના જીલ્લા ક્ક્ષાના કાર્યકામનું ઉદઘાટન ગણદેવી વિભાગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ માનનીય મંગુભાઈ પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું. એમણે આજના પ્રસંગે આરોગ્યલક્ષી માહિતી આપી.જીલ્લાના આરોગ્ય અધિકારી શ્રીએ પણ પ્રસગોપાત વાતો સમજાવી.
Saturday, 12 October 2013
Subscribe to:
Posts (Atom)










