અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday, 20 November 2014

ગુણોત્સવ - ૫ ૨૦૧૪ [Guotsav-5]

                શાળાના બાળકો, શાળાના શિક્ષકો અને શાળાનું સર્વગ્રાહી મુલ્યાંકન એટલે ગુણોત્સવ.  

                            આજરોજ તારીખ - ૨૦/૧૧/૨૦૧૪ ના દિને અમારી શાળામાં ગુણોત્સવ - ૫ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.  આજના ગુણોત્સવ -૫ અંતર્ગત શાળાનું મુલ્યાંકન માટે સરકારશ્રી દ્વારા નીમવામાં આવેલ અધિકારીશ્રી બી.સી.જે.સાર્વજનિક હાઇસ્કુલ બીગરીના આચાર્ય શ્રીમાન હિતેશભાઈ પઢિયાર સાહેબ પધાર્યા .
                              શાળામાં પ્રથમ બાળકો દ્વારા સમૂહ પ્રાર્થના યોજવામાં આવી. બાદમાં ગુણોત્સવ ના સમયપત્રક મુજબ ધોરણ- ૬ થી ૮ ના બાળકોનું શૈક્ષણિક મુલ્યાંકન રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ પ્રશ્નપત્ર દ્વારા કરવામાં આવ્યું. તે સાથે ધોરણ- ૨ થી ૫ ના તમામ બાળકોનું વર્ગ શિક્ષક દ્વારા વાંચન મુલ્યાંકન કરવામાં આવ્યું. અધિકારી શ્રી દ્વારા દરેક ધોરણમાં હાજર રહી કરવામાં આવતા મૂલ્યાંકનની ચકાસણી કરવામાં આવી. શાળાની મુલાકાત દ્વારા આજના અધિકારીશ્રી ખુબજ પ્રભાવિત થયા. 
                                  આજનો ગુણોત્સવ - ૫ કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ સમયપત્રક મુજબ પૂરો કરવામાં આવ્યો. શાળામાં થતી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ અને સહભ્યાસિક પ્રવૃતિઓથી પધારેલ અધિકારીશ્રી ખુબજ પ્રભાવિત થયા. અને  શાળાની વિશેષ પ્રગતિ માટે અભિનંદન આપ્યા.શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃતિઓ માટે  શિક્ષકો બિરદાવી અભિનંદન આપ્યા. 

             આજના કાર્યક્રમની તસ્વીર .....





                                        

Tuesday, 18 November 2014

વાલી મીટીંગ- ધોરણ-૮/બ

                  આજરોજ ધોરણ-૮/બ ના બાળકોના વાલીઓની વાલી મીટીગ યોજવામાં આવી. શાળાના ઉપશિક્ષક શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા યોજવામાં આવતી વર્ગની પ્રવૃતિઓ અને અભ્યાસ બાબતોની જાણકારી વાલીઓને મળી રહે અને વાલીઓ પોતાનું બાળક કેવો અભ્યાસ કરી રહ્યું છે તેનાથી વાકેફ બને એ બાબતે વાલી મીટીંગ યોજવામાં આવી. શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે વાલીઓને આવકારી શાળામાં થતી વિવિધ અભ્યાસિક બાબતોની જાણકારી વાલીઓને આપી. પોતાના બાળકો પ્રત્યે વાલીઓએ રાખવાની તકેદારીની બાબતો સમજાવી. વર્ગ શિક્ષક શ્રી  શૈલેષભાઈ પટેલ દ્વારા બાળકોની શૈક્ષણિક પ્રગતિ બાબતે વાલીઓને વાકેફ કરવામાં આવ્યા.
                       વર્ગમાં યોજવામાં આવતી "કોન બનેગા અક્કલ પતી " સ્પર્ધામાં પ્રથમ સત્ર દરમ્યાન વિજેતા થયેલ બાળકોને વાલીઓના હસ્તે વિવિધ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 
                       આજના કાર્યક્રમની બોલતી તસ્વીર.....






શાળા આરોગ્ય તપાસણી

                    ગુજરાત સરકાર દ્વારા  આયોજિત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ - ૨૦૧૪/૧૫ અંતર્ગત તારીખ - ૧૮/૧૧/૨૦૧૪ થી ૨૨/૧૧/૨૦૧૪ દરમ્યાન સરકારશ્રીના કાર્યક્રમ મુજબ  અમારી શાળાના તમામ બાળકોના આરોગ્યની તપાસ બીગરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી. બાળકોમાં જોવા મળતા શ્વસન તંત્રના રોગ, ચામડીના રોગ, કાનમાં પરુ, દાંતનો સડો તેમજ આંચકીના રોગો જેવા રોગોની ચકાસણી કરવામાં આવી. તે સાથે બાળકોમાં વિટામીન એ, ડીની ઉણપ છે કે કેમ પાડુંરોગ, અતિગંભીર કુપોષણ, ગોઇડર સહિ‌તની પણ ચકાસણી કરવામાં આવી.બાળકમાં દૃષ્ટી ખામી, સાંભળવામાં તકલીફ, હલનચલનની ચેતાલક્ષી વિકૃતિ, હિ‌મોફીલીયા અને થેલેસેમિયાની પણ ચકાસણી કરવામાં આવી.

                     આજની આરોગ્યની તપાસણી  બાદ જરૂરિયાત મંદ બાળકોને દવાઓ પૂરી પાડવામાં આવી. 


આજના કાર્યક્રમની તસ્વીર 









Wednesday, 22 October 2014

NMMS - પરિક્ષા - ૨૦૧૪



પરિક્ષા તારીખ- ૨/૧૧/૨૦૧૪ ને રવિવારના દિવસે.

હોલ ટીકીટ પ્રિન્ટ કરવા અહી ક્લિક કરો.

NMMS ના જે ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં ફિ ભરેલ હોવા છતાં હોલ ટીકીટ ડાઉનલોડ થતી ન હોય, તેવા ઉમેદવારોએ તા. ૨૬.૧૦.૨૦૧૪ સુધીમાં પરીક્ષા ફિ ભર્યાની પોસ્ટ ચલણની નકલ સ્કેન કરી sebexam2014@gmail.com પર ઈ-મેલ કરવી તથા તેવા ઉમેદવાર તેઓંની હોલ ટીકીટ તા. ૨૭.૧૦.૨૦૧૪ પછી ડાઉનલોડ કરી શકશે. 

Happy Diwali - 2014

HAPPY DIWALI



        પ્રાથમિક વિદ્યામંદિર , પોંસરી  અને શાળા પરિવાર તરફથી અમારા બ્લોગની મુલાકાત લેનારા સૌને દિવાળી અને નુતન વર્ષની શુભકામનાઓ.



Thursday, 16 October 2014

મતદાર નોંધણી કાર્યક્રમ - ૨૦૧૪-૧૫



મતદાર નોંધણી કાર્યક્રમ - ૨૦૧૪-૧૫

                            તારીખ- ૧ /૧ /૨૦૧૫ ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પુરા થતા હોય તેવા યુવા મતદારો માટે અમુલ્ય તક મતદાર નોંધણી ની ખાસ ઝુંબેશ ઓક્ટોબર ની ૧૫ તારીખ થી ૧૦ મી  - નવેમ્બર સુધી પુરા માસ દરમ્યાન ચાલુ રહેશે. 

     ખાસ ઝુંબેશની    તારીખ - ૧૯/૧૦/૨૦૧૪ ને રવિવારના દિને         
                              તારીખ- ૨ /૧૧/૨૦૧૪ ને રવિવારના દિને            સમય સવારે - ૯:૦૦ થી સાંજે  ૬:૦૦ 

SMC બેઠક




                               ડાયસ ફોર્મ ( DISE ) માહિતી અંતર્ગત અમારી શાળામાં તારીખ - ૧૩-૧૦-૨૦૧૪ ના રોજ SMC બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આજની બેઠકમાં શાળા શૈક્ષણિક માહિતી પત્રક ( ડાયસ ) ફોર્મનું વાંચન એસ.એમ.સી.ના સભ્યોની હાજરીમાં અમારા કેન્દ્રના સી આર સી કોડિનેટર રાજેશ્રીબેન અને શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે આપી. શાળા માહિતી પત્રકની સંપૂર્ણ માહિતીનું વાંચન કરી એસ.એમ.સી. ના સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા. શાળાની ભૌતિક બાબતો અને શૈક્ષણિક બાબતોની માહિતી આપવામાં આવી.
                              આજની બેઠકમાં તમામ એસ.એમ.સી.ના સભ્યોએ હાજરી આપી.

                             પ્રસંગની તસ્વીર............






Gunotsav - ગુણોત્સવ - ૨૦૧૪

Gunotsav - ગુણોત્સવ - ૨૦૧૪

      રાજ્ય સરકાર દ્વારા  ગુણોત્સવ- ૨૦૧૪ ના આયોજનની તારીખ પ્રસિદ્ધ કરવામાં આવી.

ગુણોત્સવ - ૨૦૧૪ નો પરિપત્ર