અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Sunday 29 September 2013

નવસારી જીલ્લામાં પ્રથમ સેમેસ્ટર સત્રાંત પરિક્ષા ૨૦૧૩-૧૪ કાર્યક્રમ


                 નવસારી જીલ્લામાં પ્રથમ સેમેસ્ટર સત્રાંત પરિક્ષા ૨૦૧૩-૧૪ કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.


 



Saturday 14 September 2013

મતદાર નોંધણી કાર્યક્રમ - ૨૦૧૪



 
 
આભાર વિરલ શીરા
www.viral shira .com

Thursday 5 September 2013

૫ મી સપ્ટેમ્બર - શિક્ષકદિન

  

 
 
                        આજે ૫ મી સપ્ટેમ્બર , શિક્ષકદિન - દેશના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ - રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ . આજના દિનને તેમના સન્માનમાં " શિક્ષકદિન " તરીકે ઉજવીએ છીએ .
                        આજરોજ અમારી શાળામાં બાળકોએ શૈક્ષણિક કાર્ય કરી સ્વયંશિક્ષણ દ્વારા ડૉ. રાધાકૃષ્ણ ના જન્મદિનની ઉજવણી કરી. બાળકોએ શાળાની શરૂઆત પ્રાર્થના દ્વારા કરી. આજરોજ શિક્ષકની ભૂમિકા નિભાવનાર બાળકોએ તાસ પદ્ધતિથી શિક્ષણ કાર્ય કરી શિક્ષકદિનની ઉજવણી કરી.
                         બરાબર ૧૦:૦૦ કલાકે બાયસેગ કાર્યક્રમ માટે બાળકોએ  શાળાના પ્રાર્થના હોલમાં બેસી ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર સમારોહનું ગાંધીનગરથી થયેલ પ્રસારણને નિહાળ્યું.
                         આજના કાર્યક્રમની શરૂઆત પ્રાથના 'મનુષ્ય તું બડા મહાન હૈ.... ' થી થઈ . મહેમાનોનું સ્વાગત પુસ્તકોથી કરવામાં આવ્યું. માનનીય શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્ર ચુડાસમા સાહેબે પોતાના પ્રવચનમાં શિક્ષકોને પોતાના કર્તવ્ય અંગે સભાન બનવા સલાહ આપી. બાદમાં એવોર્ડ મેળવનાર શિક્ષકોને માનનીય રાજ્યપાલ શ્રીએ સન્માનિત કર્યા. રાજ્યના મુખ્ય મંત્રીશ્રીએ સૌને પોતાના શિક્ષણકાળના અનુભવો બતાવી આજના શિક્ષકોને પોતાના શૈક્ષણિક કાર્યની જવાબદારી સમજાવી. શિક્ષક્ને આધુનિક બનવા પ્રેરણા આપી. આજના શિક્ષક્ને માનનીય મુખ્યમંત્રીશ્રીએ  " ગુગલ ગુરુ " બનવાની સલાહ આપી. પ્રશ્નોતરીકાળ દરમિયાન બાળકોએ પૂછેલા પ્રશ્નોના નિખાલસ જવાબો આપ્યા. એક બાળકે પોતાના પ્રશ્નમાં  માનનીય મુખ્યમંત્રીશ્રીના  કેટલા ભાઈ-બહેન  છે? બાળપણમાં ભાઈ-બહેન વચ્ચે ઝગડો થતો કે કેમ? એવા પ્રશ્ન દ્વારા અંગત જીવનમાં ડોક્યું કરવાનો પ્રયત્ન કર્યો. જો તમે ૨૦૧૪માં દેશના વડાપ્રધાન બનશો તો ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે આજની માફક વાર્તાલાપ કરશો ? બાળકોએ નિખાલસતાથી પૂછેલા પ્રશ્નોના નિખાલસ જવાબો આપ્યા.
                        આજનો અમારો સંપૂર્ણ કાર્યક્રમ ખુબજ સફળ રહયો. શિક્ષકો- બાળકોને ઘણું જાણવા મળ્યું.
                         આજનાં પ્રસગની તસ્વીર......

 
 
 
 
 
 
 


 
 

 
 
 
 

Monday 2 September 2013

ખેલ મહાકુભ - ૨૦૧૩

ખેલ મહાકુભ ૨૦૧૩ ની ઓનલાઈન એન્ટ્રી કરવા નીચે ક્લિક કરો. 

સાઈટ પર જવા અહી ક્લિક કરો.

સાઈટ પર જવા અહી ક્લિક કરો.

B L O હેલ્પ લાઈન

B L O એ ભરેલા ફોર્મ નું ઓનલાઈન સ્ટેટસ ચેક કરવા માટે 

૫ મી સપ્ટેમ્બર ૨૦૧૩


તારીખ- ૫/૯/૨૦૧૩ ના રોજ તમામ શાળાઓનો સમય સવારનો રહેશે.