અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Tuesday 20 August 2013

રક્ષાબંધનની ઉજવણી




            શ્રાવણ સુદ ૧૫ને ગુજરાતીમાં શ્રાવણ સુદ પૂનમ કે શ્રાવણી પૂર્ણિમા કહેવાય છે. આ પૂનમ નાળીયેરી પૂનમ તરિકે પણ ઓળખાય છે. જેને રક્ષાબંધન પણ કહેવામાં આવે છે. અમારી શાળામાં પણ તેની ઉજવણી બાળકો સાથે મનાવવામાં આવી. આ પ્રસગે શાળાના આચાર્યશ્રી એ આ તહેવારનું મહત્વ સમજાવ્યું. શાળાની બાલિકાઓએ શાળાના કુમારોને હાથે રક્ષા બાંધી ઉજવણી કરી.
             આજના પ્રસગની તસ્વીર.....













Thursday 15 August 2013

સ્વતંત્રતા દિન ઉજવણી

            સ્વતંત્રતા દિનની સર્વે બ્લોગર મિત્રોની પ્રાથમિક વિદ્યામંદિર , પોંસરી તરફથી શુભકામના 

AAMADER SADHINATA
          આપણે ભારત ના  સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી  ઓગષ્ટ ના દિવસને ઉજવીએ છીએ.. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં  ખૂણે - ખૂણે આજનો પર્વ ખુબ ઉત્સાહથી મનાવવામાં આવે છે. આઝાદી મેળવવામાં બલિદાન આપનાર શહીદોને  યાદ કરવામાં આવે છે.  
                 આજરોજ અમારી શાળામાં પણ પરંપરા મુજબ સ્વતંત્રતા દિનની ઉજવણી  રાષ્ટ્રીય પર્વની રીતે ધ્વજવંદનથી કરવામાં આવી. આજના પ્રસંગે પધારેલા આમંત્રિત મહેમાનોની હાજરીમાં ગામના વડીલ શ્રી છીબુભાઈ પટેલે ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરાવવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે પ્રસગને અનુરૂપ બે વાતો કહી . સાથે સાથે આજના દિને ચાલુ સત્રમાં યોજવામાં આવેલ સ્પર્ધાઓમાં વિજેતા થનાર બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 

                             આજની ઉજવણીની તસ્વીરો........









Sunday 11 August 2013

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ જન્મદિન ઉજવણી

              ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ નો  જન્મ ૧૨ ઓગષ્ટ ૧૯૧૯ ના રોજ અમદાવાદમાં થયો હતો. એઓ ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. તે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે. એમના જન્મદિન ની ઉજવણી અમારી શાળામાં ધામધુમથી  કરવામાં આવી. તારીખ- ૮/૮/૨૦૧૩ ના રોજ શાળાના   આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલ , વિજ્ઞાન શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલ , શ્રી જયંતીલાલ પટેલ  અને શાળાના ધોરણ- ૬ થી ૮ ના બાળકો દ્વારા કરવામાં આવી. પ્રથમ બાળકોને  ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ ના જીવન વિષે આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે સમજ આપી.  વિજ્ઞાન શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલે વિજ્ઞાનની શિક્ષણમાં ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપ્યું. ડૉ.વિક્રમ સારાભાઇ ના જીવન પ્રસગોની  વાતો કરી એમણે કરેલ વિજ્ઞાનની  સિધ્ધિઓ વિષે સમજ આપી. શાળાના ધોરણ- ૬ થી ૮ ના બાળકો દ્વારા વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગો અને પ્રવૃતિઓનું નિદર્શન કરાવી આજના પ્રસગની ઉજવણી કરી . બાળકોએ કરેલ પ્રવૃત્તિ અને પ્રયોગો નિહાળી સૌ પ્રભાવિત થયા . 
                          આજની ઉજવણીની બોલતી તસ્વીર ......