અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday 22 October 2012

નવરાત્રી મહોત્સવ ઉજવણી

                    માં અંબા ના પાવન પર્વ નવરાત્રીની ઉજવણી શાળામાં કરવામાં આવી. નવરાત્રી પર્વ નિમિતે શાળામાં જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેવી કે ગરબાની રમઝટ , આરતી શણગાર , વેશભૂષા જેવી સ્પર્ધાનું આયોજન થયું. કાર્યક્રમની શરૂઆત માતા અંબાની આરતીથી કરવામાં આવી. બાદમાં ગરબાની રમઝટ થઈ. એના પછી ધોરણ-૬ થી ૮ ના બાળકોની વેશભૂષા સ્પર્ધા કરવામાં આવી. ત્યાર બાદ ધોરણ-૬ થી ૮ ના બાળકોની આરતી શણગાર સ્પર્ધા કરવામાં આવી. કાર્યક્રમને અંતે વિજેતા બાળકોને પરિણામની જાહેરાત થઈ.
                  નવરાત્રી પર્વ ઉજવણીની તસ્વીર.













Thursday 18 October 2012

મુલાકાત- પર્યટન

              આજરોજ શાળાના ધોરણ-૩ અને ૪ ના બાળકોને બેન્ક, પોસ્ટઓફીસ , દુધની દેરી ની મુલાકત યોજવામાં આવી.







જેન્ડર એક્ટીવીટી - ૨૦૧૨

                          ગર્લ્સ એજ્યુકેશન અંતર્ગત જાતીય સમાનતા વિક કાર્યક્રમની ઉજવણી સપ્ટેમ્બર - ૨૦૧૨ અતર્ગત  વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન શાળામાં કરવામાં આવ્યુ. શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી. જેમાં ધોરણ-૧ થી ૮ ના મોટાભાગના બાળકોએ ભાગ લીધો. કાર્યક્રમ અતર્ગત ધોરણ-૧ માટે રમત નદીકિનારો,  ધોરણ-૨ માટે સંગીત ખુરશી , ધોરણ- ૩ માટે દોરીકૂદ, ધોરણ- ૪ માટે ભૂખ્યાપંખી , ધોરણ- ૫ માટે લગડી દોડ અને  સોયદોરો,  ધોરણ-૬ માટે  કોથળાદોડ, ધોરણ-૭ તથા ૮ માટે કબડ્ડી, ખોખો ,લાંબી દોડ , ગોળાફેંક , લાંબીકુદ, ચિત્રસ્પર્ધા , વકતૃત્વસ્પર્ધા , વિગેરે નું આયોજન થયું. 

                   સ્પર્ધાની તસ્વીર 
















































































































































Sunday 14 October 2012

વિદ્યાસહાયક શિક્ષક મિત્રો માટે

૬૦ દિવસમાં વિદ્યાસહાયક શિક્ષકોને એમના ઓરીજનલ પ્રમાણપત્રો પરત આપવાનો પરિપત્ર


વાંચનપર્વ- 2012

વાંચનપર્વ ૩૦મી ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યું.


વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨

વિધાસહાયક ભરતી ૨૦૧૨ વિધાનસભા ચુંટણીની આચારસંહિતાના કારણે મોકૂફ રાખવામાં આવી છે.