અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 26 March 2014

મતદાર જાગૃતિ રેલી

                    આજ રોજ અમારી શાળામાંથી ભારતના ચુંટણી પંચની સુચના મુજબ આગામી લોકસભાની ચુંટણીને અનુલક્ષીને " મતદાર જાગૃતિ અભિયાન " કાર્યક્રમ અંતર્ગત આગામી લોકસભાની ચુંટણીમાં વધુમાં વધુ મતદારો ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને ગામના મતદારો જાગ્રત બને એ માટે  એક રેલીનું આયોજન કરવામાં આવ્યું.

                      આજની આ રેલીમાં ધોરણ-૮ ના બાળકો અને શાળાના તમામ શિક્ષકો સાથે આગણવાડીના તમામ બહેનો તથા જેના માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલ એવા ગામના ઉત્સાહી મતદારોએ ભાગ લીધો. સૌ પ્રથમ રેલી પ્રાથમિક શાળામાંથી નીકળી. ગામના મતદારો રેલીમાં જોડાયા પછી ગામના જુદા-જુદા ફળિયામાં સુત્રોચ્ચાર કરતા કરતા ફરી. રેલી દ્વારા ગામના મતદારોને પ્રભાવિત કરવામાં આવ્યા.
               
                        શાળાના બાળકો અને જાગ્રત મતદારોએ ખુબજ ઉત્સાહથી ભાગ લીધો.

                         આજની રેલીની તસ્વીર ..............














Friday 21 March 2014

વ્યશન મુક્તિ કાર્યક્રમ

                 આજરોજ અમારી શાળામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ , હરિદ્વાર  અને યુવા સંગઠન - ગુજરાત  દ્વારા " ગાયત્રી પરિવાર સંસ્થા - બીગરી " એ  શાળાના ધોરણ ૫ થી ૮ ના બાળકોને વ્યશનમુક્તિ અભ્યાન અંતર્ગત સમાજમાં વ્યાપેલ વિવિધ વ્યશનો કરવાથી થતા રોગો અંગેની સરસ તાર્કિક સમજ આ સંસ્થાના વડીલ અને રિટાયર્ડ શિક્ષક શ્રી લલ્લુભાઈ પટેલે આપી.
                        બાળકોને સમાજમાં ફેલાયેલ જુદા જુદા વ્યશનો જેવા કે દારૂ, તાડી, તમાકુ , સિગારેટ , ગુટખા વગેરેનો ઉપયોગ કરવાથી થતા શારીરિક નુકશાન અને માણસોએ વેઠવી પડતી મુશ્કેલીઓની સરસ સમજ આપી. સાથે સ્ત્રી-પુરુષ સમાનતા અંગે બાળકોને જાગૃત કરવામાં આવ્યા. બાળકોને વ્યશન કરવાથી થતા વિવિધ ગંભીર રોગો અને કેન્સરના ચિત્ર - ચાર્ટ બતાવી રોગોની ગંભીરતાસમજાવવામાં આવી. એમણે બાળકોને વ્યશન ન કરવાથી જિંદગીના બાકીના વર્ષોમાં થતા આર્થિક ફાયદાની ગણતરી કરી અને કરાવી સમજ આપી.બાળકો અને શિક્ષકો પાસે જીવનમાં કદી વ્યશન ન કરવા બાબતની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.
                            શાળાના ઇન્ચાર્જ  આચાર્ય શ્રી શંકરભાઈ પટેલે શાળામાં વ્યશન મુક્તિ અભિયાન માટે પધારેલ ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો.
                             અમારા આજના પ્રસગની તસ્વીર સહ રજૂઆત............










Friday 14 March 2014

દ્વિતીય સત્ર મુલ્યાંકન કસોટી - ૨૦૧૪

                                  નવસારી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં દ્વિતીય સત્ર -૨૦૧૪ માં લેવામાં આવનાર મુલ્યાંકન કસોટીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ તારીખ - ૬/૪/૨૦૧૪ થી મુલ્યાંકન કસોટીના પેપરો શરુ કરી તારીખ - ૧૬/૪/૨૦૧૪ ના રોજ પૂર્ણ થશે. ઉનાળુ વેકેશન તારીખ - ૫/૫/૨૦૧૪ થી ૮/૬/૨૦૧૪ દરમિયાન રહેશે. તારીખ - ૯/૬/૨૦૧૪ થી નવું સત્ર શરુ થશે.

                                કસોટીનો કાર્યક્રમ નીચે મુજબ જાણવા મળેલ છે.




                 

Wednesday 12 March 2014

જન્મદિનની ઉજવણી

                આજનો દિવસ  અમારી શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલનો જન્મદિવસ. આજના દિવસની ઉજવણી શાળાના બાળકોએ અનોખી રીતે ઉજવ્યો. બાળકોએ સવારે પોતાની રીતે સુશોભન કરી તૈયાર કરેલ વર્ગમાં આચાર્યશ્રીને પ્રવેશ આપી તાળીઓના ગડગડાટથી હેપી બર્થડે કરવામાં આવ્યું.બાળકોએ પોતાની રીતે લાવેલ બર્થડે કેક કપાવી અને આચાર્યશ્રીની ૩૧ મી વર્ષ ગાંઠ હોય ૩૧ ઝગમગતા દીવડાઓ પ્રગટાવી અનોખી ઉજવણી કરી.શાળાના તમામ શિક્ષકોએ શ્રી સંદીપકુમાર પટેલને જન્મદિવસ નિમિત્તે હેપી બર્થડે કરી શુભકામનાઓ આપી.
                    શાળાના બાળકો અને શિક્ષકોના આવા કાર્યને બિરદાવી સૌને ધન્યવાદ અને શુભેચ્છા આપી. આચાર્યશ્રી દ્વારા શાળાના તમામ બાળકો અને શિક્ષકોને મીઠાઈ ખવડાવી સૌનું મોં મીઠું કરાવવામાં આવ્યું.
                    
                      આજના પ્રસંગની તસ્વીર................







વાર્ષિક નિરીક્ષણ - ૨૦૧૩/૧૪

                   આજનો દિવસ શાળા માટે અનોખો દિવસ રહ્યો. આજરોજ અમારી શાળામાં શાળાનું શૈક્ષણિક સ્તર અને ભૌતિક બાબતોની ચકાસણી માટે શાળાનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું.આજના વાર્ષિક નિરીક્ષણ માટે શાળામાં અમારા વિભાગના બીટ નિરીક્ષક શ્રી કિશોરભાઈ ડી. પટેલ સાહેબ અને એમના સાથી કાર્યકર દેવસર - ૨ પ્રાથમિક શાળાના એચ.ટેટ આચર્યા શ્રી અને મિસ્ત્રી પ્રાથમિક શાળાના એચ.ટેટ આચર્યા શ્રી પધાર્યા. 
                        પધારેલા અધિકારીશ્રીઓએ શાળાના ૧ થી ૮ ધોરણના બાળકોને વિવિધ શૈક્ષણિક બાબતોના પ્રશ્નો પૂછી શૈક્ષણિક સ્તરની ચકાસણી કરી. સાથે સાથે વર્ગખંડમાં બાળકોએ કરેલ વિવિધ સહભ્યાસિક પ્રવૃત્તિઓ ચકાસવામાં આવી. દરેક વર્ગના બાળકોએ ખુબજ સારો દેખાવ કર્યો. પધારેલા અધિકારીશ્રીઓને શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે જરૂરી માહિતી પૂરી પાડી. ધોરણ ૧ થી ૮ ના તમામ વર્ગના બાળકોએ શૈક્ષણિક બાબતો ખુબજ સારી રીતે રજુ કરી.અધિકારીશ્રીઓ ખુબ પ્રભાવિત થયા.
                            આમ શૈક્ષણિક બાબતોની ચકાસણી પછી શાળા દફતરી કામગીરી તપાસવામાં આવી.શાળાના મોટાભાગના દફતરો કમ્પ્યુટર ડેટાબેઝ દ્વારા તૈયાર કરેલા જોઈ અધિકારીશ્રીઓ ખુબજ પ્રભાવિત થયા. આજના વાર્ષિક નિરિક્ષણ દ્વારા શાળાની શૈક્ષણિક બાબતો, શાળાની  ભૌતિક બાબતો તથા દફતરી કાર્યના નિરિક્ષણ પછી અધિકારીશ્રીઓએ શાળાએ કરેલા કાર્યને બિરદાવ્યા. સાથે સાથે શાળાની વધુ પ્રગતિ માટે શાળાના બાળકો, શાળાના આચાર્યશ્રી, શાળાના શિક્ષકોને શુભકામનાઓ આપી.

                            આજના પ્રસંગની તસ્વીર............................

માનનીય બીટ નિરીક્ષક શ્રી અને અધિકારીશ્રીઓ

પ્રમાણપત્ર વિતરણ 
વર્ગ નિરિક્ષણ કરતા અધિકારીશ્રી

Friday 7 March 2014

ગુણોત્સવ -૪ 2013/14 Date 6-3-2014

               રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા ચકાસવાના હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવેલ ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૬/૩/૨૦૧૪ ના રોજ અમારી શાળામાં ગુણોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો. આજના ગુણોત્સવ કાર્યક્રમ માટે અમારી શાળામાં વિદ્યાર્થીઓનું  શૈક્ષણિક મૂલ્યાંકન અને શાળાનું  બાહ્ય મૂલ્યાંકન ચકાસવા રાજ્ય કક્ષાએથી પસંદગી થયેલ અધિકારી એવા શ્રી હસમુખભાઈ એમ.પટેલ સી.આર.સી.કો.ઓડીનેટર આલીપોર તાલુકા-ચીખલી. તથા શ્રી સ્નેહલભાઇ વી.પરમાર એચ.ટેટ આચાર્ય મોટી વાલઝર પ્રાથમિક શાળા તા.વાંસદા દ્વારા કરવામાં આવ્યું. આજના ગુણોત્સવના નિર્ધારિત કાર્યક્રમ મુજબ શરૂઆત  પધારેલા અધિકારીશ્રીની હાજરીમાં સવારે ૧૦:૩૦ કલાકે પ્રાર્થનાથી કરવામાં આવી. પ્રાર્થના બાદ ૧૧:૦૦ થી ૧૨:૪૦ સુધી ધોરણ- ૬, ૭ અને ૮ ની પરિક્ષા ઓ.એમ.આર. પધ્ધતિથી આવેલા પેપરો દ્વારા  લેવામાં આવી. ત્યાર પછી  ગુણોત્સવના નિર્ધારિત કાર્યક્રમ મુજબ ધોરણ - ૨, ૩, ૪ અને ૫ માં વાંચન, લેખન અને ગણન ની ચકાસણી કરવામાં આવી. સાંજે ૪:૪૫ કલાકે શાળાના બાળકોએ અધિકારીશ્રી હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરી સૌને પ્રભાવિત કરી દીધા.
                      આજના ગુણોત્સવ કાર્યક્રમ દ્વારા  શાળામાં વિદ્યાર્થીઓનું  શૈક્ષણિક મૂલ્યાંકન અને શાળાનું  બાહ્ય મૂલ્યાંકન ચકાસવા આવેલા બંને અધિકારીશ્રીઓ શાળાની દરેક પ્રવૃત્તિઓ જોઈ ખુબજ પ્રભાવિત થયા. શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલ અને શાળાના શિક્ષકોને અભિનંદન આપી બિરદાવવામાં આવ્યા. શાળા વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા આપી.

                            આજના ગુણોત્સવ કાર્યક્રમ ની ઝલક બતાવતી તસ્વીર ......

અધિકારીશ્રીઓનું સ્વાગત 
ઓ.એમ.આર.પદ્ધતિથી કસોટી આપતા બાળકો 
ધોરણ-૨ બાળકોનું મુલ્યાંકન 

આજનો દીપક ને શુભેચ્છા 

ધોરણ-૪ ના બાળકોનું મુલ્યાંકન 

સાંસ્કૃતિક કાર્યક્રમ 
સાંસ્કૃતિક કાર્યક્રમ - લોકનૃત્ય