અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Sunday 21 December 2014

વિદ્યા સૃષ્ટી સામયિક અંક

                          


                                   અમારી   શાળામાં તારીખ- ૨૦-૧૨-૨૦૧૪ ને શનિવારના રોજ બીલીમોરાના વતની અને પ્રાથમિક શાળાના બાળકોમાં વાંચન બાબતે પ્રેરાય એવા સતત પ્રયત્નો કરતા શિક્ષણ પ્રેમી શ્રી મોહનભાઈ મહેમાન બન્યા. 
                                    શ્રી મોહનભાઈને શાળાની  સમૂહ પ્રાર્થના દરમ્યાન આચાર્યશ્રીએ  એમના બાળકો માટે કરવામાં આવતા વિશિષ્ટ કાર્યને બિરદાવી આવકાર આપ્યો.  એઓશ્રી આજરોજ અમારી શાળામાં થતી એક વિશિષ્ટ પ્રવૃતિથી પ્રેરાઈ શાળામાં આવ્યા હતા. અમારી શાળામાં છેલ્લા પાંચ વર્ષથી શાળાના બાળકો "બાલ સૃષ્ટી " સામયિક ના નિયમિત ગ્રાહકો છે. તથા આ વર્ષે ધોરણ ૨ થી ૮ ના કુલ ૨૨૦ જેટલા બાળકો "બાલ સૃષ્ટી " સામયિક ના ગ્રાહકો છે. શાળાની આવી  વિશિષ્ટ બાબતને બિરદાવવા એઓ અમારી શાળામાં પધાર્યા. એ સાથે આજરોજ એક અન્ય  સામયિક " વિદ્યા સૃષ્ટી "  ના નવા થનારા બાળ ગ્રાહકોને બિરદાવવાનો પ્રસંગ પણ રાખવામાં આવેલ હતો. શાળાના નવા ૭૮ બાળકો " વિદ્યા સૃષ્ટી " સામયિકના નવા ગ્રાહકો બન્યા હતા તેમાંથી ધોરણવાર એક બાળકને આ સામયિકનો અંક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. એમણે શાળાની વાંચન અંગેની આ પ્રવૃતિને બિરદાવી બાળકો અને શિક્ષકોને અભિનંદન આપ્યા. 
                                   આ સાથે એમણે બાળકોને વાંચનનું મહત્વ અને સફાઈનું મહત્વ, બાબતે સરસ નાના નાના દ્રષ્ટાંતો આપી બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા. શાળામાં થતી સફાઈ પ્રવૃત્તિ અને શાળાના  પ્રાર્થના સંમેલનને બાબતે અભિનંદન આપ્યા. સાથે બાળકો દ્વારા મંગાવવામાં આવતા સામયિકોને બાળકોના ઘરના સભ્યો લાભ લે તે બાબતે બાળકોને ટકોર કરી સમજ આપી. શ્રી મોહનભાઈએ બાળકો અને શિક્ષકોને પુસ્તકો ભેટ આપી પ્રોત્સાહિત કરી બિરદાવ્યા. 
                               અંતે શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે અત્રે પધારેલ મોહનભાઈ ના શિક્ષણ ઉપયોગી ઉમદા કાર્યની સરાહના કરી એમના દીર્ઘાયુષ્ય માટે શુભેચ્છાઓ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
                         આજરોજ શિયાળાનો શનિવાર હોય શાળામાં ડીસેમ્બરના પ્રથમ શનિવારથી જાન્યુઆરીના છેલ્લા શનિવાર સુધી  થતા કાર્યક્રમ મુજબ "સમૂહ કવાયત" કરવામાં આવે છે. જે કાર્યક્રમ મુજબ બાળકોએ કવાયતમાં ભાગ લીધો.