અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday 28 February 2013

વિજ્ઞાન દિન ઉજવણી

                  આજ રોજ અમારી શાળામાં વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવી. શાળામાં પ્રથમ સવારે પ્રાથના સંમેલનમાં ધોરણ-૬ થી ૮ ના બાળકોએ વિજ્ઞાન ના લાભ-ગેરલાભ ની સરસ વાતો કરી. જુદા જુદા વિજ્ઞાનીઓના જીવનચરિત્ર ની સરસ વાતો કરી.વિજ્ઞાનીઓનો પરિચય આપ્યો. વિજ્ઞાનની અવનવી શોધોની વાતો કરી.
                      આજના પ્રસંગે   શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલે વિજ્ઞાનથી આપણને થતા ફાયદાઓ અને ગેરફાયદાની સમજ બાળકોને આપી.. બાદમાં ધોરણ- ૬ થી ૮ ના બાળકોને પાઠ્યપુસ્તક માં આવતા વિજ્ઞાનના પ્રયોગોની સ્લાઈડો એલ સી ડી પર બતાવી પ્રયોગો બાળકોને બતાવવામાં આવ્યા. કેટલા પ્રયોગો બાળકોએ જાતે કરી નિદર્શન કરાવ્યું. આજના વિજ્ઞાન દિવસની સરસ ઉજવણી કરી.

                                                                                               
                                                                                                 પ્રયોગ નિદર્શન 

પ્રયોગ નિદર્શન 
પ્રયોગ નિદર્શન 










Thursday 21 February 2013

પ્રવાસ ૨૦૧૩

            અમારી શાળા દ્વારા આ વર્ષે તારીખ-૧૦-૨-૨૦૧૩ થી ૧૪-૨-૨૦૧૩ ને દિન - ૪ નો પ્રવાસ યોજવામાં આવીયો. જેના સ્થળો હતા પોસરી થી કબીરવડ, સરદાર સરોવર ડેમ નવાગામ, ચોટીલા, મોરબી, અંજાર, ભુજ, નારાયણ સરોવર, કોટેશ્વર, ગાંધીધામ અને કંડલા બંદર.









Saturday 16 February 2013

તરુણમહોત્સવ ૨૦૧૩

               તારીખ ૧૨-૨-૨૦૧૩ ના દિને જીલ્લાકક્ષાનો તરુણ મહોત્સવ ચીખલી કુમાર શાળામાં યોજવામાં આવ્યો. અમારી શાળાએ આ તરુણ મહોત્સવમાં ચિત્રકલા વિભાગમાં શાળાની ધોરણ-૭ માં અભ્યાસ કરતી બાલિકા તન્વી ભરતભાઈ પટેલે  તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી જીલ્લા કક્ષાએ ભાગ લેવાનો મોકો મળીયો. આજની આ સ્પર્ધામાં તન્વી ભરતભાઈ પટેલે સારો દેખાવ કરી દ્વિતીય સ્થાન મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું.





Saturday 9 February 2013

મતદારયાદી સુધારણા ૨૦૧૩


     1 - 1 - 2013 ના રોજની નવી મતદાર યાદી બનાવવા માટે મતદારયાદી  સુધારણાનો ખાસ
 કાર્યક્રમ તારીખ - 17 - 02 - 2013 રવિવાર  અને તારીખ - 24 - 02 - 2013 ને રવિવાર  ના રોજ યોજાય રહીયો  છે. આ કાર્યક્રમમાં બી.એલ.ઓ. દ્વારા 31 - 12 - 1994 ના રોજ જે લોકોનાં  18 વર્ષ પુરા થતા હોય તેમના નવા નામો નોધવામાં આવશે. તથા  નામ બાદ કરવા, સુધારા કરવા અને સરનામા ફેરફારની કામગીરી પણ સાથે કરવામાં આવશે. 
           પોસરી ગામના મતદારો કે જેમના ૧૮ વર્ષ તારીખ ૧-૧-૨૦૧૩ ના દિને પુરા થતા હોય એટલે કે જેમની જન્મતારીખ ૩૧-૧૨-૧૯૯૪ પહેલાની હોય તો આપની શાળાના શિક્ષકો ૧. શ્રી શંકરભાઈ બી. પટેલ  અને  શ્રી જયંતીલાલ બી. પટેલ નો સંપર્ક કરો.  

તરુણ મહોત્સવ - 2013

                       તારીખ  7-2-2013 ના રોજ તાલુકા ક્ક્ષા નો  તરુણ મહોત્સવ દેવસર  - 1 પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો. આ તરુણ મહોત્સવ માં આપની શાળાની ધોરણ-૭ માં અભ્યાસ કરતી બાલિકા તન્વી ભરતભાઈ પટેલે ચિત્રકલા વિભાગમાં ભાગ લીધો. આજની સ્પર્ધામાં તન્વીબેને ખુબ સારો દેખાવ કરી પ્રથમ સ્થાન મેળવી પોસરી શાળા  અને પોસરી ગામનું નામ રોશન કર્યું. એમને શાળાના ચિત્ર શિક્ષક શ્રી શંકરભાઈ બી. પટેલે માર્ગદર્શન પૂરું આપ્યું. પ્રથમ સ્થાન મેળવનાર બાલિકા અને માર્ગદર્શક શિક્ષક શ્રી ને શાળાના આચાર્ય શ્રી એ શુભેચ્ષા પાઠવવામાં આવી.

બાલિકાની તસ્વીર 
ભાગ લેનાર બાલિકા તન્વી પટેલ 

માર્ગદર્શક શિક્ષક શ્રી શંકરભાઈ પટેલ 

શાળાના આચાર્યશ્રી અને બાલિકા