અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday 30 August 2012

સી.આર.સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૨

                    આજરોજ  CRC કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૨-૧૩ નું આયોજન કેન્દ્ર ક્ક્ષાએ કરવામાં આવ્યું .કેન્દ્રની વણગામ પ્રા.શાળામાં આ પ્રદર્શન યોજવામાં આવ્યું.  આજના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં અમારી શાળાના બાળ વૈજ્ઞાનીકો પ્રિન્સ હરેશભાઈ પટેલ અને  જય ભાણાભાઈ પટેલે  વિભાગ - ૧ ઉદ્યોગો માં ભાગ લીધો. જેમાં શ્રી હર્ષદભાઈ ડી. પટેલ દ્વારા  બાળ વૈજ્ઞાનીકો માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં  બાળ વૈજ્ઞાનીકોએ ઉદ્યોગો માંથી નીકળતા રાસાયણિક ઘટકોનો નાશ કરતુ કાર્યરત વર્કીગ મોડેલ બનાવી આજના પ્રદર્શન માં રજુ કરી સૌને સુંદર માહિતી આપી.
                   આજના આ પ્રદર્શનમાં રજુ કરેલી અમારી કૃતિને તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રજુ કરવા માટે પસંદ કરવામાં આવી. હવે શાળાની આ કૃતિ  બાળ વૈજ્ઞાનીકો તારીખ- ૬/૯/૨૦૧૨   તથા  ૭/૯/૨૦૧૨ ના રોજ તાલુકા ક્ક્ષાએ રજુ કરશે. 
                   શાળાના મુખ્યશિક્ષકશ્રીએ સૌને શુભેચ્છાઓ પાઠવી.

                   આજના પ્રદર્શનની બોલતી તસ્વીરો. 
કૃતિ 













બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શ્કશ્રી 













પ્રમાણપત્ર અને સન્માન 

Tuesday 28 August 2012

ભૌતિક સુવિધાની સગવડ

           આજરોજ શાળામાં પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા માટે કુલરની સગવડ કરવામાં આવી. જેનું ઉદઘાટન શાળાની મહામંત્રી ઋત્વી નારણભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું.
             ઉદઘાટનની તસ્વીર.




Monday 27 August 2012

મુખ્ય શિક્ષક નિમણૂંક

                         આજે વિદ્યાર્થીઓની તાલીઓના ગુંજરાવથી અમારી શાળા ગુંજતી હતી. મિત્રો એ વિશે કહું તો આજે અમારા હાલના આચાર્યશ્રીનો જન્મદિવસ હતો. એની ઉજવણીની સાથે બીજી ખુશી સામેલ થઈ.નવા આચાર્યશ્રીની નિમણુક અને એ પણ અમારી જ  શાળાના ભૂતપર્વ ઉપશિક્ષક શ્રી સંદીપકુમાર છગનલાલ પટેલ. જેમણે HTAT ની પરિક્ષા પાસ કરી અમારીજ શાળામાં આચાર્ય તરીકેની બઢતી મેળવી હાજર થયા. ક્રિકેટની રમતમાં જેમ ૧૨ ખેલાડી તેમ અમારી શાળાના ૧૨ શિક્ષકો.


                         નવા આચાર્યશ્રીના આવકારની બોલતી તસ્વીર.
પ્રવચન





આવકાર




આવકાર


Sunday 26 August 2012

કન્યાકેળવણી મહોત્સવ - ૨૦૧૨

                   દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ અમારી શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી ખુબજ ધામધુમથી કરવામાં આવી હતી. જેમાં ધોરણ - ૧ માં  કુલ  ૨૬ બાળકો  અને  ધોરણ- ૮ માં ૧૮ બાળકોને  શાળાપ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે સાથે શાળાની ૧૧ વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી. 
                         પ્રવેશોત્સવની ઉજવણીની બોલતી તસ્વીર.





































































































































Saturday 25 August 2012

વેબસાઈટ અને બ્લોગ

બી.એલ.ઓ.ની માહિતી માટે અહી ક્લિક કરો.

ગુજરાત રોજગાર સમાચાર.

ગુજરાત રોજગાર સમાચાર-૧

ગુજરાત સરકારની સાઈટ.

આપનું જનરલ નોલેજ ચકાસો.

નવસારી જીલ્લા પંચાયત.

મતદાર યાદીમાં તમારું નામ શોધો.

મતદાર યાદીમાં તમારું નામ શોધો..

ડાયટ નવસારી.

ગુજરાત સેવા પસંદગી મંડળ .

નોકરી શોધવાની સાઈટ.  

મુખ્યશિક્ષક ભરતી

વાહનનું લર્નિગ લાઇસન્સનો ડેમો RTO

શિક્ષણ,નોકરી, અને વિવિધ પરિક્ષાઓનિ માહિતી.

સરકારી નોકરી-૧

સરકારી નોકરી-૨

સરકારી નોકરી- ૩

રેલ્વે ભરતી બોર્ડ

રેલ્વે ભરતી બોર્ડ ૧

પંચાયત વિભાગ ગુજરાત.

દિવ્યભાસ્કર ન્યુઝપેપર

દિવ્યભાસ્કર ન્યુઝપેપર-૧

દ્રષ્ટીભરમ

સફારી અંક ગુજરાતીમાં

બાલ ફૂલવાડી

ક્રિકેટનો લાઈવ સ્કોર

જીસ્વાન

ગુજરાત શિક્ષણ વિભાગ

જીસીઈઆરટી ગુજરાત

રાજ્ય પરિક્ષા બોર્ડ

લાઈસન્સ ટેસ્ટ

બધાજ પ્રકારના કેલ્ક્યુલેટર

સંદેશ સમાચાર પત્ર

મારું ગુજરાત

પ્રાથમિક શિક્ષક યુનિયન ભાવનગર

ઓજસ ઓનલાઈન સરકારી ભરતીની જાહેરાત

ગુજરાત એસટી ડ્રાયવરની જાહેરાત

ઓલ ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરો.

બાળજગત

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨ - ૧

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨ - ૨

કોંગ્રેસ પાર્ટી ના મફત લેપટોપ યોજનામાં ઓનલાઇન નોધણી કરવા.

યુટુબ ડાઉનલોડ માટે

BLO એ ભરેલ ફોર્મનું ઓનલાઈન સ્ટેટસ જાણવા.


Friday 24 August 2012

શિષ્યવૃતિ પરિક્ષા ૨૦૧૨

શિષ્યવૃતિ પરિક્ષા ૨૦૧૨  માં બેસનાર વિદ્યાર્થીઓની યાદી

ધોરણ - ૮

પ્રિન્સ હરેશભાઈ પટેલ
ધોરણ-૮
ધોરણ-૭માં મેળવેલ ગુણ-૧૮૩૯
                   ગુણના ટકા - ૯૭







   ઉન્નતિકુમારી દિનેશભાઈ પટેલ
   ધોરણ- ૮
   ધોરણ-૭માં મેળવેલ ગુણ-૧૮૫૯
                   ગુણના ટકા - ૯૮

ધોરણ - ૫
 મોનીલ ચન્દ્રકાન્ત  પટેલ
  ધોરણ-૫
  ધોરણ-૪ માં મેળવેલ ગુણ-૮૮૬
                   ગુણના ટકા - ૯૮








 મેત્રી  કાન્તિલાલ  પટેલ
  ધોરણ-૫
  ધોરણ-૪ માં મેળવેલ ગુણ-૯૯૧  
                   ગુણના ટકા - ૯૮



Monday 20 August 2012

અમારો અપને સંદેશ

અમારો અપને સંદેશ છે કે.

શાળામાં થયેલ પ્રવૃતિઓ - ૨૦૦૯

સને - ૨૦૦૯ નાં  વર્ષમાં થયેલ પ્રવૃતિઓની એક ઝલક 

કેશ ગુંફન સ્પર્ધા
મનમેળા પ્રવૃત્તિ




સી.આર.સી. પ્રવૃત્તિ 
સંસ્કૃતિક કાર્યક્રમ 
પ્રવાસ - પર્યટન 

મહેદી હરીફાઈ

Sunday 19 August 2012

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા

       

                     ભારતની વૈદીક પરમ્પરાઓથી વિધાર્થીઓ માહિતગાર થાય અને નાનપણથી ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય એ હેતુથી "અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર" દ્વારા "ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા" નું આયોજન અમારી શાળામાં સને- ૨૦૦૭ થી નિયમિત યોજવામાં આવે છે. ચાલુ વર્ષે ધોરણ-૫ થી ૮ ના કુલ ૭૪ વિદ્યાર્થીઓએ આ પરિક્ષામાં ભાગ લેવા પોતાના નામની નોધણી કરાવી.

                 પરિક્ષા તારીખ- ૨૭-૧૦-૨૦૧૨  ને  શનિવારે 

                  આ પરિક્ષા માટે માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા સાહેબે પણ શુભેચ્છાઓ પાઠવેલ છે.  

Wednesday 15 August 2012

ચિત્રકલા પરિક્ષા

                    શાળામાંથી  સને-૨૦૦૧થી નિયમિત યોજવામાં આવતી ચિત્રકલા   એલીમેન્ટ્રી અને ઈન્ટરમીડીયેત  ડ્રોઈંગ પરીક્ષા ચાલુ વર્ષે પણ યોજવાનું નક્કી કરવામાં આવ્યું. આ વર્ષે ધોરણ ૬ અને ૭ માંથી  એલીમેન્ટ્રીના ૨૧ વિદ્યાર્થીઓ અને ઈન્ટરમીડીયેતના ૧૩ વિદ્યાર્થીઓ મળી કુલ   ૩૪  બાળકોએ આવેદનપત્ર ભરી પરિક્ષા આપવા તૈયારી બતાવી.

સ્વતંત્રતાદિવસની ઉજવણી

                આજે શાળામાં ૬૫માં સ્વતંત્રતાદીન ની ઉજવણી કરવામાં આવી. સવારે ૮:૩૦ કલાકે ગામ આગેવાન માનનીય શ્રી રાજેશભાઈ કરશનભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ. ગામના આમત્રિત મહેમાનોએ પણ ભાગ લીધો. શાળાના તેજસ્વી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા. આજે શાળાના બ્લોગનું ઓપનીગ કરવામાં  આવ્યું.મહેમાનો તરફથી રોકડ દાનો પણ મળ્યા.

                  આજની ઉજવણીની બોલતી તસ્વીર.








Tuesday 14 August 2012

બાયસેગ કાર્યક્રમ

બાયસેગ કાર્યક્રમ જોતા વિધાર્થીઓ 



ધોરણ ૬ થી ૮ ના  બાળકો ગાધીનગરથી પ્રસારિત થતા અભ્યાસક્રમ આધરિત કાર્યક્રમને નિયમિત નિહાળી પોતાના અભ્યાસને વધારે સજ્જ કરી રહયા છે. 


  ભજન

 જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો.
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો,
દીન-દુખિયાનાં આંસુ લોતાં, અંતર કદી ધરાજોમારું જીવન અંજલિ થાજો.
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી, અમૃત ઉરનાં પાજોમારું જીવન અંજલિ થાજો.
વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો,
હૈયાનાં પ્રત્યેક સ્પંદને, તારું નામ રટાજોમારું જીવન અંજલિ થાજો.
વમળોની વચ્ચે નૈયા મુજ, હાલક્ડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો, ના કદી ઓલવાજોમારું જીવન અંજલિ થાજો.
કરસનદાસ માણેક


Monday 13 August 2012

શાળાનો સેટેલાઈટ નકશો

અમારી શાળાનો સેટેલાઈટ નકશો

Saturday 11 August 2012

બાળકોની માહિતી

ધોરણ 7 ના બાળકોની  યાદી 





Tuesday 7 August 2012

શાળાની રજીસ્ટર સખ્યા

અમારી શાળાની રજીસ્ટર સખ્યા 


Sunday 5 August 2012

શાળાપ્રવેશોત્સવ ૨૦૧૨ ની ઉજવણી

                દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ અમારી શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી ખુબજ ધામધુમથી કરવામાં આવી હતી. જેમાં ધોરણ - ૧ માં  કુલ  ૨૬ બાળકો  અને  ધોરણ- ૮ માં ૧૮ બાળકોને  શાળાપ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે સાથે શાળાની ૧૧ વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી. 

                 પ્રવેશોત્સવની ઉજવણીની બોલતી તસ્વીર.

મહેમાનોનું સ્વાગત 

સ્વાગત ગીત

ઇનામ વિતરણ







ગામનો ઈતિહાસ 

Thursday 2 August 2012

શિક્ષકદર્પણ

શિક્ષક્દર્પણ 
પ્રાથમિક  વિદ્યામંદિર પોંસરી
તા.ગણદેવી   જી.નવસારી
ફોનનંબર 02634 257646