અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Friday 15 August 2014

સ્વતંત્રતા દિનની (૧૫ મી ઓગસ્ટ ) ઉજવણી - ૨૦૧૪

                       


                       આજે ૧૫ મી ઓગસ્ટ . આજે આપણો દેશ સ્વતંત્રતા દિન ઉજવી રહ્યો છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવાનો દરેકને અનેરો ઉત્સાહ રહે છે. અમારી શાળામાં પણ એની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. આજેના દિવસે આપણો દેશ અંગ્રેજોની બે સદીની ગુલામીમાંથી મુક્ત થયો હતો. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરનારા આપણા વીર સપુતોને શ્રધાંજલી આપવાનો અને એમણે દર્શાવેલ માર્ગે આગળ વધવાનો સંકલ્પ કરવાનો આજનો દિવસ.
                          આજે અમારી શાળામાં ૬૮ માં સ્વતંત્રતાદિનની ઉજવણી ખુબજ ઉત્સાહપૂર્વક કરવામાં આવી. ધ્વજવંદન કાર્યક્રમ આમંત્રિત મહેમાનોની હાજરીમાં શાળાના શિક્ષકો , શાળાના બાળકો અને ગ્રામજનોએ સાથે મળી ઉજવણી કરી. આજે અમારા કેન્દ્રના સી.આર.સી.કોઓડીનેટર બેન શ્રી રાજેશ્રીબેન ટંડેલના વરદ હસ્તે ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. શાળાના બાળકોએ દેશભક્તિના નારાઓથી વાતાવરણ દેશભક્તિમય બનાવી દીધું. ધ્વજવંદનવિધિની સંચાલન શાળાના ઉપ શિક્ષક શ્રી પ્રકાશકુમાર પટેલે કર્યું. સૌએ ધ્વજ ને સલામી આપી.
                               આજના નાના સરખા કાર્યક્રમમાં શાળાના બાળકોએ બાળવાર્તા . વક્તવ્ય , દેશભક્તિ ગીત વગેરે રજુ કરી આમંત્રિતોને મંત્રમુગ્ધ કર્યા.શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે આજના પ્રસંગનું ઐતિહાસિક મહત્વ બતાવ્યું. સાથે સાથે શાળાની પ્રગતિનો ચિતાર રજુ કર્યો. સમાંરભના પ્રમુખ શ્રી સી.આર.સી.કોઓડીનેટર બેન રાજેશ્રીબેન ટંડેલે સાચા અર્થમાં આજના પર્વની ઉજવણી કેવી રીતે કરવાથી પર્વનું મહત્વ સાર્થક થાય એ સમજાવ્યું. સૌને આજના પર્વની શુભેચ્છાઓ પાઠવી. શાળા અને ગામની વધુ પ્રગતિની શુભેચ્છાઓ આપી. એમના તરફથી એમના પિતાશ્રીના પુણ્યાર્થે ધોરણ- ૩ ,૪ અને ૫ ના પ્રજ્ઞા વર્ગના બાળકો માટે પોટ્ફોલીઓ બેગ શાળાને ભેટ આપ્યા. દાતાશ્રીને શાળા પરિવાર વતી આભાર.
                               વિશેષ શાળાના ઉ.શિક્ષક શ્રી શૈલેશકુમાર પટેલે બાળકોના સહયોગથી પોતાના કર્ણપ્રિય સ્વરમાં સામુહિક દેશભક્તિ ગીત ગવડાવી વાતાવરણ દેશભક્તિમય બનાવી દીધું. ખરા અર્થમાં આજનો પ્રસંગ શાળા માટે ખુબજ દેશભક્તિમય રહ્યો. સૌ દેશની આઝાદીની મીઠી સુગંધ લઇ છુટા પડ્યા.

                            આજનો દિવસ એક અન્ય કાર્યક્રમ માટે પણ અગત્યનો દિવસ હતો. ૧૫ મી ઓગસ્ટ - ૨૦૧૨ ના પાવન દિવસે શાળાના બ્લોગની શરૂઆત કરવામાં આવી હતી. એ મુજબ આજે અમારી શાળાના બ્લોગ ponsrischool blogspot.con ની બર્થડે છે. અમારા બ્લોગને વાંચનાર સૌ ને અમારા  શાળા પરિવાર દ્વારા અભિનંદન .....
             
                             આજના પ્રસગની ઉજવણીની તસ્વીરો..........













No comments:

Post a Comment