અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 30 September 2015

ડો.આંબેડકર જયંતી ઉજવણી - ૨૦૧૫

                                     ડો.આંબેડકર જયંતી ઉજવણી - ૨૦૧૫ 


                 ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત અમારી શાળાક્ક્ષાએ વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં ધોરણ- ૬ થી ૮ ના બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વક્તુત્વ રજુ કરનાર  ધોરણ- ૮ નો વિદ્યાર્થી મોનીલ ચંદ્રકાંતભાઈ પટેલ અને નિબંધ લેખન સ્પર્ધામાં ધોરણ- ૬ ની વિદ્યાર્થીની શ્રેયા મુકેશભાઈ પટેલ વિજેતા થયા.  આ બાળકોએ કેન્દ્રની શાળાના બાળકો સાથે સ્પર્ધા કરી કેન્દ્રમાં પણ પ્રથમ ક્રમે વિજેતા થયા.
                              આ બને વિજેતા વિદ્યાર્થીઓએ તાલુકાક્ક્ષાએ ભાગ લીધો. જેમાં વક્તુત્વ રજુ કરનાર  ધોરણ- ૮ નો વિદ્યાર્થી મોનીલ ચંદ્રકાંતભાઈ પટેલ પ્રભાવશાળી દેખાવ કરી પ્રથમ ક્રમ મેળવ્યો. જયારે   નિબંધ લેખન સ્પર્ધામાં ધોરણ- ૬ ની વિદ્યાર્થીની શ્રેયા મુકેશભાઈ પટેલે પણ ઉત્કૃષ્ઠ દેખાવ કરી પ્રથમ ક્રમે  વિજેતા થયા. એમણે શાળા અને ગામનું નામ રોશન કર્યું. 
                                આ બને વિજેતા વિદ્યાર્થીઓએ જીલ્લાક્ક્ષાએ ભાગ લીધો. જેમાં વક્તુત્વ રજુ કરનાર  ધોરણ- ૮ નો વિદ્યાર્થી મોનીલ ચંદ્રકાંતભાઈ પટેલ વક્તુત્વ રજુ કર્યું. અને નિબંધ લેખન સ્પર્ધામાં ધોરણ- ૬ ની વિદ્યાર્થીની શ્રેયા મુકેશભાઈ પટેલ એમ બંને વિદ્યાર્થીઓએ  જીલ્લા ક્ક્ષાની સ્પર્ધામાં તાલીમ ભવન નવસારી ખાતે ભાગ લઇ પ્રભાવશાળી દેખાવ કરી સૌને પ્રભાવિત કર્યા. શિલ્ડ અને પ્રમાણપત્ર મેળવી શાળાનું નામ રોશન કર્યું.  બંને બાળકોને શાળાના ઉપ શિક્ષક શૈલેષભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું. બંને વિજેતા વિદ્યાર્થીઓનું શાળામાં આચાર્યના હસ્તે સન્માન કરવામાં આવ્યું. અને શાળા પરિવાર તરફથી અભિનંદન આપવામાં આવ્યા. વધુ પ્રગતિ માટે આર્શીર્વાદ આપ્યા.

તાલુકાક્ક્ષા વિજ્ઞાન-ગણિત પ્રદર્શન - ૨૦૧૫

                                     તાલુકાક્ક્ષા વિજ્ઞાન-ગણિત પ્રદર્શન - ૨૦૧૫ 

                    તારીખ - ૨૮-૨૯ /૦૯/2015 દરમ્યાન ગણદેવી તાલુકા ક્ક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ભાટ પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું. આ વિજ્ઞાન પ્રદર્શનમાં અમારી શાળામાંથી વિભાગ- ૧ આરોગ્ય ની કૃતિ માણસ  V/s  વાઇરસ રજુ કરવામાં આવી.જેમાં કૃતિ તૈયાર કરનાર બાળ વૈજ્ઞાનીક રચિતા પટેલ અને ક્રિપા પટેલે આદર્શ રજૂઆત કરી સૌને પ્રભાવિત કર્યા. બાળકોને માર્ગદર્શન શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલે આપ્યું. અમારી કૃતિ રનર્સ અપ બની. 
                      સાથે સાથે આ પ્રદર્શન માં મેથ્સ ઓલોમ્પિયાડ યોજવામાં આવ્યો. જેમાં અમારી શાળાની  સી.આર.સી.ક્ક્ષાના પ્રદર્શન માં વિજેતા થયેલ ધોરણ- ૮ ની વિદ્યાર્થીની મૈત્રી પટેલે ભાગ લીધો. મૈત્રી પટેલે આ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી તાલુકા ક્ક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું.


Wednesday 23 September 2015

પ્રજ્ઞા વર્ગ મુલાકાત

                                                                       પ્રજ્ઞા વર્ગ મુલાકાત 


                 આજરોજ અમારી શાળામાં નવસારી જીલ્લાના પ્રજ્ઞા અભિગમ વર્ગના પેડાગોજી શ્રી દિનેશભાઈ અને નવસારી જીલ્લાના તમામ તાલુકાના પ્રજ્ઞા બી.આર.પી શ્રીઓ દ્વારા અમારી શાળામાં ચાલતા પ્રજ્ઞા વર્ગની મુલાકાત કરવામાં આવી. આજની મુલાકાત દરમ્યાન અઓશ્રી એ દરેક પ્રજ્ઞા વર્ગમાં બાળકો અને શિક્ષકો સાથે મુલાકાત કરી વર્ગ સંચાલન મુલ્યાંકન કર્યું. અમારી શાળામાં ચાલતા આ પ્રજ્ઞા વર્ગથી ખુબજ પ્રભાવિત થયા. પ્રજ્ઞા વર્ગ ચલાવતા શિક્ષકો ને અભિનંદન આપ્યા. શાળાની વધારે પ્રગતિની શુભેચ્છા આપી. 
              આજના પ્રસંગની તસ્વીર ..............








Saturday 12 September 2015

ચિત્રકલા ગ્રેડ પરિક્ષા- ૨૦૧૫

                                 ચિત્રકલા ગ્રેડ પરિક્ષા- ૨૦૧૫ 



           અમારી શાળામાંથી  સને-૨૦૦૧થી નિયમિત યોજવામાં આવતી ચિત્રકલા એલીમેન્ટ્રી અને ઈન્ટરમીડીયેટ ડ્રોઇગ ગ્રેડ પરીક્ષા ચાલુ વર્ષ - ૨૦૧૫  માં  ધોરણ ૭ અને ૮ ના બાળકોને અપાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ વર્ષે ધોરણ ૭ અને ૮  માંથી  એલીમેન્ટ્રીના 16   વિદ્યાર્થીઓ અને ઈન્ટરમીડીયેટ ના 6 વિદ્યાર્થીઓએ આવેદનપત્ર ભરી પરીક્ષામાં બેસવાની  તૈયારી બતાવી.

                       ચિત્રકલા એલીમેન્ટ્રી અને ઇન્ટરમીડીયેત ગ્રેડ પરિક્ષાઓની તૈયારી શાળાના ભૂતપૂર્વ મુખ્ય શિક્ષક અને હાલના ઉપ શિક્ષકશ્રી શંકરભાઈ પટેલ દ્વારા બાળકોને વિશેષ ટ્રેનીગ આપી તૈયાર છે. બાળકોને પરિક્ષા સંબંધી દરેક પાસાનો ખ્યાલ આપી પરીક્ષાના દરેક પેપરના ચિત્રો દોરવી પ્રેક્ટીસ કરાવે છે. બાળકોએ તૈયાર કરેલ ચિત્રોનું ચિત્ર પ્રદર્શન યોજી શાળાના ધોરણ ૫ થી ૮ ના બાળકોને પ્રોત્સાહિત કરે છે. 

                    પરિક્ષામાં બેસનાર બાળકોની યાદી ...







પ્રથમ સેમેસ્ટર પરીક્ષા - ૨૦૧૫ કાર્યક્રમ

                      પ્રથમ સેમેસ્ટર પરીક્ષા - ૨૦૧૫  કાર્યક્રમ



                 નવસારી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રથમ સેમેસ્ટર  સત્રાંત પરીક્ષા - ૨૦૧૫  માટેનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે નીચે મુજબ છે.

                                    ધોરણ ૩ / ૪ / ૫ માં જે શાળામાં પ્રજ્ઞા અભિગમથી અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. એવી પ્રજ્ઞા શાળાઓમાં પણ પ્રથમ સેમેસ્ટર પરીક્ષા યોજવામાં આવશે. 

જ્ઞાન સપ્તાહ ઉજવણી

જ્ઞાન સપ્તાહ ઉજવણી

પહેલો  દિવસ - બીજો દિવસ 

                                     રાજ્યના મુખ્ય મંત્રી માનનીય શ્રી આનંદીબેન પટેલ દ્વારા પ્રેરિત " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી આપણે સૌ તારીખ - ૮/૯/૨૦૧૫  થી ૧૫/૯/૨૦૧૫  દરમ્યાન યોજી રહ્યા છે.
                                       અમારી શાળામાં તારીખ- ૮/૮/૨૦૧૫અને ૯ /૯/૨૦૧૫ ના રોજ કાર્યક્રમ મુજબ શાળા સફાઈ યોજવામાં આવી. શાળાનું મેદાન , શાળાનું કુમાર - કન્યાનું શોચાલય , શાળાની પાણીની ટાંકી વગેરેની સફાઈ કરવામાં આવી  બાદમાં શાળામાં ધોરણવાર કરવાની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી. જેમાં પ્રથમ વર્ગ સુશોભન દરેક ધોરણમાં યોજવામાં આવ્યું. ત્યાર બાદ ધોરણ ૧ અને ૨ માં કાગળકામ, બાળવાર્તા - ધોરણ ૩ અને ૪ માં માટીકામ , વાંચન - ધોરણ- ૫ માં કાગળકામ.વગેરે
                  "જ્ઞાન સપ્તાહ " ના આજના પ્રથમ દિવસને શાળાના બાળકો અને શિક્ષકોએ ખુબજ ઉત્સાહથી ઉજવ્યો.

                                          ત્રીજો દિવસ  


                             "જ્ઞાન સપ્તાહ " ઉજવણીની ત્રીજા  દિવસે તારીખ- ૧૦/૯/૨૦૧૫. . શાળામાં આજના ત્રીજા  દિવસના કાર્યક્રમની શરૂઆત  શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ પ્રથમ સમૂહ પ્રાર્થના. સમૂહ પ્રાર્થના દરમ્યાન ધોરણ ૬ થી ૮ ના બાળકોને શાળાના ઉપ શિક્ષક શ્રી રાજેશભાઈ પટેલે યૌગિક ક્રિયાઓ અને આસનો કરાવ્યા. યોગ- આસનોના આપણા જીવનમાં ફાયદાઓ સમજાવ્યા.
                                  બાદમાં આજના આયોજન મુજબ ધોરણ-૬ થી ૮ માં આજે  દિવસ કૃષ્ણ ભક્તિ  ગીત ગાન ,  સ્પર્ધા કરવામાં આવી. બાળકોએ પોતાની તૈયારીઓ મુજબ દરેક સ્પર્ધામાં હોંશે - હોંશે ભાગ લીધો. 
                                    ધોરણ- ૧ થી ૫ માં પણ આયોજન મુજબ શિક્ષિકાબેનોએ બાળકોને યોગાસનો કરાવી સમજ આપી. ત્યાર બાદ આયોજન મુજબ એમના ધોરણોમાં બાળરમતોની  પ્રવૃત્તિ યોજવામાં આવી. બાળકોએ પોતાની તૈયારીઓ મુજબ દરેક સ્પર્ધામાં હોંશે - હોંશે ભાગ લીધો. 
                
                                                                   ચોથો દિવસ 

                         "જ્ઞાન સપ્તાહ " ઉજવણીની ચોથા  દિવસે તારીખ- ૧૧/૯/૨૦૧૫ . શાળામાં આજના ચોથા  દિવસના કાર્યક્રમની શરૂઆત  શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ પ્રથમ સમૂહ પ્રાર્થના. સમૂહ પ્રાર્થના દરમ્યાન ધોરણ ૬ થી ૮ ના બાળકોને શાળાના ઉપ શિક્ષક શ્રી રાજેશભાઈ પટેલે યૌગિક ક્રિયાઓ અને આસનો કરાવ્યા. યોગ- આસનોના આપણા જીવનમાં ફાયદાઓ સમજાવ્યા.
                      બાદ દિવસના બીજા સત્રમાં માં આજના આયોજન મુજબ ધોરણ-૬ થી ૮ માં આજે  દિવસ કૃષ્ણ ભક્તિ  ગીત ગાન  સ્પર્ધા, અને રાખડી બનાવવાની સ્પર્ધા કરવામાં આવી. બાળકોએ પોતાની સુઝબુઝથી રંગ-બે રંગી રાખડીઓ તૈયાર કરી હોંશે-હોંશે ભાગ લીધો. બાદમાં ધોરણ- ૬ થી ૮ ના  બાળકોએ સામાન્ય જ્ઞાન ક્વીઝ  સ્પર્ધામાં ભાગ લઇ પોત પોતાનું પરફોર્મન્સ આપી વિજેતા બનવાનો પ્રયત્ન કર્યો. સ્પર્ધાનું સંચાલન આચાર્ય શ્રીના માર્ગદર્શન મુજબ શિક્ષકો દ્વારા સંચાલન કરવામાં આવ્યું. પોતાની તૈયારીઓ મુજબ બાળકોએ દરેક સ્પર્ધામાં હોંશે - હોંશે ભાગ લીધો. 

                                                        પાંચમો  દિવસ

                               "જ્ઞાન સપ્તાહ " ઉજવણીની ચોથા  દિવસે તારીખ- ૧૨/૯/૨૦૧૫ . શાળામાં આજના પાંચમા  દિવસના કાર્યક્રમની શરૂઆત  શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ પ્રથમ સમૂહ પ્રાર્થના. સમૂહ પ્રાર્થના દરમ્યાન ધોરણ ૬ થી ૮ ના બાળકોએ  યૌગિક ક્રિયાઓ અને આસનો કરાવ્યા. 
                   " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી અમારી શાળામાં આચાર્યશ્રીના માર્ગદર્શન અનુસાર આજના દિવસે શાળાના બાળકો દ્વારા સ્વશિક્ષણ કરવામાં આવ્યું. પ્રથમ સવારે શાળાની શરૂઆત પ્રાર્થનાથી કરી. પ્રાર્થના સભાનું સંચાલન બાળકો દ્વારાજ કરવામાં આવ્યું. પછી તાસની ફાળવણી મુજબ પુરા દિવસ દરમિયાન બાળકો દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું. આખા દિવસ દરમિયાન બાળકોએ ખુબજ સરસ રીતે શાળાનું સંચાલન કર્યું.










                

Wednesday 9 September 2015

વિજ્ઞાન - ગણિત પ્રદર્શન - ૨૦૧૫

સી. આર. સી. ક્ક્ષા વિજ્ઞાન - ગણિત પ્રદર્શન - ૨૦૧૫

                          જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત , જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી સંચાલિત સી.આર.સી. કક્ષાનું  ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શન  તારીખ - ૦૯/૦૯/૨૦૧૫ ના રોજ યોજવામાં આવ્યું. અમારા બીગરી કેન્દ્ર દ્વારા આયોજિત આજનું સી.આર.સી. કક્ષાનું  વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન અમારી પોંસરી પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું.
                             આજરોજ યોજવામાં આવેલ સી.આર.સી. કક્ષાનું  ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શનના ઉદઘાટનમાં એસ.એમ.સી.ના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ , સી.આર.સી. કો. શ્રી રાજેશ્રીબેન ટંડેલ , કેન્દ શિક્ષક શ્રી જયેશભાઈ પટેલ , કેન્દ્રના મુખ્ય શિક્ષકો , ભાગલેનાર બાળકો અને શિક્ષકોએ હાજરી આપી. આજના કાર્યક્રમનું ઉદ્ઘાટન એસ.એમ.સી.ના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. મહેમાનોએ આજના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું મહત્વની સમજ સૌને આપી. આજના પ્રસંગે બીગરી કેન્દ્રમાંથી  નિવૃત થતા શિક્ષકોના કાર્યોને બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા.
                               ગણિત - વિજ્ઞાન પ્રદર્શનને બીગરી કેન્દ્રમાંથી  નિવૃત થતા શિક્ષકોના વરદ હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું. બાળકોએ તૈયાર કરેલ વિવિધ કૃતિઓનું સરસ નિદર્શન કરાવ્યું.
                              આજના સી.આર.સી. કક્ષાનું  ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શનમાં અમારી શાળાએ વિભાગ-૧ , વિભાગ-૨ , વિભાગ-૩ અને વિભાગ- ૫ માં ભાગ લીધો. 
                              આજના પ્રસંગની તસ્વીર...........