અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Saturday 27 September 2014

NMMS સ્કોલરશીપ પરીક્ષા - ૨૦૧૪

                         અમારી શાળાના ધોરણ - ૮ ના  કુલ - ૫૫  બાળકોએ NMMS સ્કીમ અંતર્ગત સ્કોલરશીપ પરિક્ષા - ૨૦૧૪  માં પોતાની ઉમેદવારીની  ઓનલાઈન નોધણી કરાવી.  

જીલ્લા ક્ક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન - ૨૦૧૪

જીલ્લા ક્ક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન - ૨૦૧૪

           તારીખ - ૨૫/૯/૨૦૧૪ થી  ૨૭/૯/૨૦૧૪ દિન-૩  જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત અને જીલ્લા   પંચાયત નવસારી આયોજિત જીલ્લા  ક્ક્ષાનુ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ચીખલી તાલુકાની મલીયાધરા પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું. 
          જીલ્લા ક્ક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં અમારી શાળાએ પણ ભાગ લીધો. જેમાં  વિભાગ - ૨ -  વિજ્ઞાન અને ગણિતમાં સીમા ચિન્હો  ' ભૌમિતિક આકારોની સમજ અને પ્રયોગાત્મક રીતે સૂત્ર તારવણી '  આ  કૃતિને તૈયાર કરનાર  બાળકોએ પ્રદર્શનના ત્રણ દિવસ પ્રદર્શન નિહાળનારા અને નિર્ણાયકોને કૃતિની સચોટ સમજુતી આપી પ્રભાવિત કર્યા. સાથે સાથે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણનો પ્રચાર-પ્રસાર કર્યો. 
                         ગણિત  - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શનમાં અમારી શાળાએ એક  વિભાગમાં  ભાગ લીધો. જેમાં  વિભાગ - ૨ -  વિજ્ઞાન અને ગણિતમાં સીમા ચિન્હો  ' ભૌમિતિક આકારોની સમજ અને પ્રયોગાત્મક રીતે સૂત્ર તારવણી 'ને જીલ્લા ક્ક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં પ્રદર્શિત કરી અમારી શાળા અને ગામનું નામ રોશન કર્યું.
                                 જીલ્લા  ક્ક્ષાના પ્રદર્શનમાં રજુ કરવામાં આવેલ  કૃતિના માર્ગદર્શક શિક્ષકો અને બાળકોને શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. 
                      કૃતિની છબીઓ ........... 









ચિત્રકલા ગ્રેડ પરિક્ષા- ૨૦૧૪


                                         ચિત્રકલા ગ્રેડ પરિક્ષા- ૨૦૧૪ 


           અમારી શાળામાંથી  સને-૨૦૦૧થી નિયમિત યોજવામાં આવતી ચિત્રકલા એલીમેન્ટ્રી અને ઈન્ટરમીડીયેટ ડ્રોઇગ ગ્રેડ પરીક્ષા ચાલુ વર્ષ - ૨૦૧૪ માં  ધોરણ ૭ અને ૮ ના બાળકોને અપાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ વર્ષે ધોરણ ૭ અને ૮  માંથી  એલીમેન્ટ્રીના ૨૪  વિદ્યાર્થીઓ અને ઈન્ટરમીડીયેટ ના  ૭  વિદ્યાર્થીઓ મળી કુલ   ૩૧ વિદ્યાર્થીઓએ આવેદનપત્ર ભરી પરીક્ષામાં બેસવાની  તૈયારી બતાવી.
                       ચિત્રકલા એલીમેન્ટ્રી અને ઇન્ટરમીડીયેત ગ્રેડ પરિક્ષાઓની તૈયારી શાળાના ભૂતપૂર્વ મુખ્ય શિક્ષક અને હાલના ઉપ શિક્ષકશ્રી શંકરભાઈ પટેલ દ્વારા બાળકોને વિશેષ ટ્રેનીગ આપી તૈયાર છે. બાળકોને પરિક્ષા સંબંધી દરેક પાસાનો ખ્યાલ આપી પરીક્ષાના દરેક પેપરના ચિત્રો દોરવી પ્રેક્ટીસ કરાવે છે. બાળકોએ તૈયાર કરેલ ચિત્રોનું ચિત્ર પ્રદર્શન યોજી શાળાના ધોરણ ૫ થી ૮ ના બાળકોને પ્રોત્સાહિત કરે છે. 
                    પરિક્ષામાં બેસનાર બાળકોની યાદી ...





Wednesday 24 September 2014

MHRD ટીમ મોનીટરીગ

                                                           
                                                         MHRD ટીમ મોનીટરીગ

                   આજે અમારી શાળામાં અમદાવાદથી પધારેલ MHRD ટીમ દ્વારા મોનીટરીગ કરવામાં આવ્યું. જેમાં શાળાનું શૈક્ષણિક સ્તર, વહીવટી કામગીરી અને ભૌતિક સુવિધાઓની ચકાસણી કરવામાં આવી. સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ રીસર્ચ , અમદાવાદથી પધારેલ અધિકારીશ્રી દક્ષ પ્રજાપતિ - સ્પાઇસર દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું.
           શાળાનું શૈક્ષણિક સ્તર, વહીવટી કામગીરી અને ભૌતિક સુવિધાઓનું શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલને સાથે રાખી ચકાસણી કરી. આ પ્રસંગે કેન્દ્રના સી.આર.સી. રાજેશ્રીબેન ટંડેલ પણ હાજર રહી જરૂરી માહિતી પૂરી પાડી. શાળાની વિવિધ બાબતોની ચકાસણી અનુસંધાને એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રીમતી મેઘનાબેન પટેલ અને સમિતિના અન્ય સભ્યો તથા વિકલાંગ બાળકના વાલીને પણ હાજર રાખી શાળાની જુદી જુદી બાબતો વિષે માહિતી મેળવી. 
            શાળામાં પધારેલ અધિકારીશ્રીએ મોનિટરિંગ બાદ પોતાના અભિપ્રાયમાં શાળામાં થતી વિવિધ શાળાની શૈક્ષણિક પ્રવૃતિઓ , શાળાની વહીવટી કામગીરી અને શાળાની ભૌતિક સુવિધા નિહાળી ખુબજ પ્રભાવિત થયા અને સારો પ્રતિભાવ આપ્યો. એમણે આપેલ પ્રતિભાવના શબ્દો. " ૧ થી ૮ ના દરેક બાળકોનો અભ્યાસ અને શિક્ષણકાર્ય ખુબજ સરસ થાય છે."  આ એમના અમારી શાળા પ્રત્યેના પ્રતિભાવના મુખ્ય શબ્દો રહ્યા.
         શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ આવનાર અધિકારીશ્રીના મોનીટરીંગ કાર્યમાં સારો સહકાર આપ્યો.
          અધિકારીશ્રીએ શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલ અને શિક્ષકોને અભિનંદન આપી બિરદાવ્યા.
                                 આજના પ્રસંગની તસ્વીર......







Tuesday 16 September 2014

ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન - ૨૦૧૪

             તાલુકા ક્ક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન - ૨૦૧૪

           તારીખ - ૧૫/૯/૨૦૧૪ અને ૧૬/૯/૨૦૧૪ દિન-૨ ગણદેવી તાલુકા પંચાયત આયોજિત તાલુકા ક્ક્ષાનુ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન તાલુકાની દેસરા પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું. 
         તાલુકા ક્ક્ષાના પ્રદર્શનમાં અમારી શાળાએ બે વિભાગોમાં ભાગ લીધો. જેમાં  વિભાગ - ૨ -  વિજ્ઞાન અને ગણિતમાં સીમા ચિન્હો  ' ભૌમિતિક આકારોની સમજ અને પ્રયોગાત્મક રીતે સૂત્ર તારવણી '   તથા વિભાગ - ૫  - બિનઉપયોગી વસ્તુઓનું વ્યવસ્થાપન  ' CREATION FROM THE WASTE WOOD '  આ બંને કૃતિઓના બાળકોએ પ્રદર્શન નિહાળનારા અને નિર્ણાયકોને કૃતિની સચોટ સમજુતી આપી પ્રભાવિત કર્યા. સાથે સાથે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણનો પ્રચાર-પ્રસાર કર્યો.
                         ગણિત  - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શનમાં અમારી શાળાએ બે  વિભાગોમાં ભાગ લીધો. જેમાંથી  વિભાગ - ૨ -  વિજ્ઞાન અને ગણિતમાં સીમા ચિન્હો  ' ભૌમિતિક આકારોની સમજ અને પ્રયોગાત્મક રીતે સૂત્ર તારવણી 'ને જીલ્લા ક્ક્ષાના વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદ કરવામાં આવી. હવે આ કૃતિને તારીખ-૨૫/૨૬/૨૭-૯-૨૦૧૪ દિન-૩ જીલ્લા ક્ક્ષાના પ્રદર્શનમાં રજુ કરવામાં આવશે.
                                 તાલુકા ક્ક્ષાના પ્રદર્શનમાં રજુ કરવામાં આવેલ બંને કૃતિના માર્ગદર્શક શિક્ષકો અને બાળકોને શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. તાલુકા ક્ક્ષાએ વિજેતા થયેલ કૃતિએ શાળા અને ગામનું નામ રોશન કર્યું.  
                      કૃતિની છબીઓ ........... 






Sunday 14 September 2014

પ્રથમ સેમેસ્ટર પરીક્ષા - ૨૦૧૪ કાર્યક્રમ

પ્રથમ સેમેસ્ટર પરીક્ષા - ૨૦૧૪ કાર્યક્રમ 


                 નવસારી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રથમ સેમેસ્ટર  સત્રાંત પરીક્ષા - ૨૦૧૪ માટેનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે નીચે મુજબ છે.

                 ધોરણ ૩ / ૪ / ૫ માં જે શાળામાં પ્રજ્ઞા અભિગમથી અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. એવી પ્રજ્ઞા શાળાઓમાં પણ પ્રથમ સેમેસ્ટર પરીક્ષા યોજવામાં આવશે. 

                        બાળકોને ક્ષમતા સિદ્ધિની જાણ તારીખ- ૧૮/૧૦/૨૦૧૪ને શનિવારના રોજ કરવામાં આવશે. { સંભવતઃ ક્ષમતા સિદ્ધિની જાણ કરવાની તારીખ બદલાઈ શકે છે.}

Wednesday 10 September 2014

પ્રજ્ઞા હેન્ડ હોલ્ડીંગ - મોનીટરીંગ

પ્રજ્ઞા હેન્ડ  હોલ્ડીંગ મોનિટરિંગ

                        પ્રજ્ઞા હેન્ડ  હોલ્ડીંગ મોનિટરિંગ કાર્યક્રમ અંતર્ગત આજે અમારી શાળામાં શ્રી નીકેતાબેન દેસાઈ , ટીચર્સ ટ્રેનીગ ઓફિસર, SSA નવસારી. શ્રી નટવરલાલ ટંડેલ. બી.આર.સી.કૉઓડીનેટર જલાલપોર. અને શ્રી શાંતિલાલ ટંડેલ સી.આર.સી. કૉઓડીનેટર ઓંજલ માછીવાડથી પધાર્યા . 
                                ધોરણ ૧ થી ૫ માં ચાલતા પ્રજ્ઞા અભિગમ અભ્યાસક્રમનું મોનિટરિંગ કરવામાં આવ્યું. મોનિટરિંગ માટે પધારેલા અધિકારીશ્રીઓને શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી શંકરભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું. શાળામાં કરવામાં આવતી પ્રજ્ઞા વર્ગ સંબંધી વિવિધ પ્રવૃતિઓથી આવનાર અધિકારીશ્રીઓને માહિતગાર કરવામાં આવ્યા.પ્રજ્ઞા વર્ગના પ્રજ્ઞા શિક્ષકોએ પોતાના વર્ગની થતી શૈક્ષણિક પ્રવૃતિઓથી માહિતગાર કર્યા. વર્ગના બાળકોએ પણ પોતાની શૈક્ષણિક પ્રગતિ બતાવી. વર્ગમાં કરવામાં આવતી પ્રવૃતિઓને અધિકારીશ્રીઓએ ખુબજ પ્રસંશનીય ગણાવી.
                                  શાળામાં થતી શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃતિઓને અધિકારીશ્રીઓએ આવકારી. શાળાના શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.
                                 અમારા કેન્દ્રના સી.આર.સી.કૉઓડીનેટર બેનશ્રી રાજેશ્રીબેન ટંડેલ પણ આવનારા અધિકારીશ્રીઓને આવકારી શાળાની પ્રગતિથી માહિતગાર કર્યા.
                              આજની પ્રજ્ઞા હેન્ડ  હોલ્ડીંગ મોનિટરિંગ અંતર્ગત અધિકારીશ્રીઓએ આપેલ એમના શબ્દનો અભિપ્રાય .
                                                                     
                                                                અભિપ્રાય

                                                                                                         પ્રાથમિક વિદ્યામંદિર, પોંસરી.

                    આજરોજ પ્રજ્ઞા શાળા હેન્ડ હોલ્ડીંગ - મોનિટરિંગ અંતર્ગત શાળા મુલાકાત લીધી. શાળામાં ધો. ૧ થી ૫ માં પ્રજ્ઞા અભિગમથી શૈક્ષણિકકામ થાય છે. ધોરણ- ૧ અને ૨ ના વર્ગોમાં એકમ કસોટી માઈલ સ્ટોન મુજબ વિશેષ કામગીરી કરવામાં આવે છે. પ્રજ્ઞા સિસ્ટમ મુજબ રેગ્યુલર કામ થાય છે. પ્રજ્ઞા શિક્ષકો પોઝીટીવ હોય ખુબજ સારું કામ થઈ રહેલ છે. બાળકોની ગુણવત્તા સારી. વાલી મુલાકાત દર મહિને બેઠક કરવામાં આવે છે. તમામ શિક્ષકો પ્રજ્ઞા અભિગમથી વાકેફ છે. શાળાનું ભૌતિક શૈક્ષણિક ગુણવત્તા ઉત્તમ પ્રકારની જણાઈ સૌને અભિનંદન .

              સહી અસ્પષ્ટ                                           સહી અસ્પષ્ટ                                  સહી અસ્પષ્ટ
          શાંતિલાલ ટંડેલ                                      નીકેતાબેન દેસાઈ                           નટવરલાલ ટંડેલ 
  સી.આર.સી. ઓંજલ માછીવાડ                              OIC T.T.                          બી.આર.સી. કૉ. જલાલપોર 


                                                                 આજના પ્રસંગની તસ્વીર....












Saturday 6 September 2014

પ્રજ્ઞા પોર્ટફોલિયો બેગ વિતરણ


                                પ્રજ્ઞા પોર્ટફોલિયો બેગ વિતરણ
સ્વ. લક્ષ્મણભાઈ એસ. ટંડેલ  


                   વિદ્યાના મંદિર (શાળા) માં કરેલ દાન શ્રેષ્ઠ દાન.

                   કેન્દ્ર બીગરીના સી.આર.સી.કૉ.ઓડીનેટર બેનશ્રી રાજેશ્રીબેન ટંડેલ અને એમના પરિવાર તરફથી અમારી શાળાને એમના સ્વ. પિતાશ્રી લક્ષ્મણભાઈ એસ.ટંડેલના સ્મરણાર્થે ધોરણ - ૩ , ૪ , અને ૫ ના પ્રજ્ઞા વર્ગના બાળકો માટે પોર્ટફોલિયો બેગનું દાન કરવાની જાહેરાત ગત ૧૫ મી ઓગસ્ટના સ્વતંત્રતા દિને કરેલ હતી.
                       એમના પરિવાર તરફથી થયેલ આ દાનની જાહેરાતને અનુલક્ષી આજરોજ અમારી શાળામાં એમના પરિવારના સભ્યો હાજર રહ્યા. જેમાં એઓ પોતે , એમના માતાશ્રી કમળાબેન  અને એમના ભાઈશ્રી ભાવિનભાઈ શાળામાં પધાર્યા.
                     શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે એમના પરિવારને આવકારી સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરાવી. પ્રથમ જેમના પુણ્યાર્થે દાન મળનાર હતું એવા એમના પિતાશ્રી સ્વ. લક્ષ્મણભાઈ ટંડેલને શાળા પરિવારે બે મીનીટનું મોન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શાળાની બાલિકાઓએ ભાવવાહી પ્રાર્થના રજુ કરી. પ્રાર્થના બાદ આચાર્યશ્રીએ પરિવારનો પરિચય કરાવી એમના આ ઉમદા કાર્યની પ્રસંશા કરી. એમના પરિવાર તરફથી મળનાર દાનનો યોગ્ય ઉપયોગ કરવાની ખાત્રી આપી.
                આજના પ્રસંગે એમના ભાઈ શ્રી ભાવિનભાઈએ શાળાના શિક્ષકોને વંદન કરી પોતાના પ્રેરણાદાયી પ્રવચનની શરૂઆત કરી. એમણે બાળકો અને શિક્ષકોને સંપીને રહેવાની પ્રેરણા આપી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વાક્યોને યાદ કર્યા. " સૌનો સાથ , સૌનો વિકાસ " આપણા ઘર - કુટુંબમાં પણ સૌનો સાથ લઇ સંપીને રહેવાની સલાહ આપી જેથી સંયુક્ત કુટુંબ જળવાઈ રહે. એમના પિતાશ્રીને આ તબક્કે યાદ કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા.
                            અમારા લાડીલા સી.આર.સી. બેન રાજેશ્રીબેને પણ બાળકોને માતા-પિતા જ સર્વસ્વ છે એ વાતની પ્રતીતિ કરાવી. આપણા જીવનમાં માતા-પિતા તરફથી મળેલ સાચા ગુણોથી જીવનની પ્રગતિ થાય છે એ બતાવ્યું. પોતાના સ્વ.પિતાશ્રીના કરેલા પ્રયત્નોથી એમના  પરિવારે જીવનમાં કરેલ પ્રગતિની વાતો સૌને સમજાવી. આજના પ્રસંગે પિતાશ્રીને યાદ કરી ભાવવિભોર બન્યા.
                        પછી એમના માતાશ્રીના વરદહસ્તે પ્રજ્ઞા પોર્ટફોલિયો બેગનું વિતરણ બાળકોને કરી આજના પ્રસંગની શોભા વધારી.
                                 આ તબક્કે  અમારા આખા શાળા પરિવાર વતી સ્વ. લક્ષ્મણભાઈના આત્માને શાંતિ મળે એવી પ્રભુ પ્રાર્થના . અને આપના પરિવારને ખુબ-ખુબ અભિનંદન .. એમના  પરિવારને દીર્ઘાયુ પ્રાપ્ત થાય એવી માતા સરસ્વતીને વંદના....


                            આજના પ્રસંગની તસ્વીર ...........        






                

Friday 5 September 2014

જ્ઞાન સપ્તાહ ઉજવણી - પાંચમો દિવસ

                         



આજે પાંચમી સપ્ટેમ્બર . ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ નો જન્મદિવસ. આજે શિક્ષક દિન. 

शिक्षक कभी साधारण नहीं होता.

                        રાજ્યના મુખ્ય મંત્રી માનનીય શ્રી આનંદીબેન પટેલ દ્વારા પ્રેરિત " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી આપણે સૌ તારીખ - ૧ / ૯/૨૦૧૪ થી ૫/૯/૨૦૧૪ દરમ્યાન યોજી રહ્યા છે.
                   " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી અમારી શાળામાં આચાર્યશ્રીના માર્ગદર્શન અનુસાર તારીખ ૫/૯/૨૦૧૪ ના પાંચમાં  દિવસે શાળામાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું.
                         આજનો મુખ્ય પ્રસંગ રાજ્યના સન્માનિત થનારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોના બાયસેગ સ્ટુડિયો દ્વારા થનારા જીવંત પ્રસારણનો હતો. જે બાળકો અને શિક્ષકોએ નિહાળ્યો. માનનીય આનંદીબેને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને એક-એક શાળા દત્તક લેવાની સલાહ આપી જેથી અન્ય શાળાને સારા શિક્ષણનો લાભ મળે.બાળકોએ મુખ્યમંત્રીશ્રીને પ્રશ્નોતરી કરી.
                                 અન્ય મહત્વના કાર્યક્રમ મુજબ બપોરે ૨:૩૦ કલાકથી દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દેશના બાળકો અને શિક્ષકોને સંબોધન અને બાળકો સાથે પ્રશ્નોતરી હતું.જે બરાબર બપોરના ૩:૦૦ કલાકથી  બાયસેગ સ્ટુડિયો દ્વારા થનારા જીવંત પ્રસારણ થયું જે અમારી શાળાના બાળકો અને શિક્ષકોએ નિહાળ્યું. જે બરાબર સાંજે ૪:૫૦ કલાક સુધી માણવા મળ્યું.
                               માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલ વાર્તાલાપના અંશ.

  • કન્યા કેળવણી પર ભાર. એક કન્યા ભણે તો બે પરિવારને તારે.
  • દેશની તમામ શાળામાં કન્યા માટે ટોઇલેટની સગવડ આપવી.
  • સૌને પર્યાવરણને માણવાની સલાહ.
  • સપના જોવા પણ કેવા. કંઈ બનવા કરતા કંઈ કરવાનું સપનું જોવું.
  • ગુગલ થી આપણને સુચના મળે. જ્ઞાન નહિ.
  • શિક્ષક આપણા જીવનથી દુર ન હોવો જોઈએ.
  • પોતાના ઘરથી શરુ  થાય દેશસેવા. ઉદા. વીજળી બચાવો.
  • સ્કીલ ડેવલોપમેન્ટની અત્યંત જરૂરિયાત.
  • આપણા ગુજરાતના " વાંચે ગુજરાત " અભિયાનનું મહત્વ સમજાવ્યું. ઉપયોગીતા સમજાવી.
  • ફક્ત ડીગ્રી નહિ સાથે હુન્નર જરૂરી. 
                     અન્ય ઘણું બધું.




Thursday 4 September 2014

જ્ઞાન સપ્તાહ ઉજવણી - ચોથો દિવસ

                       રાજ્યના મુખ્ય મંત્રી માનનીય શ્રી આનંદીબેન પટેલ દ્વારા પ્રેરિત " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી આપણે સૌ તારીખ - ૧ / ૯/૨૦૧૪ થી ૫/૯/૨૦૧૪ દરમ્યાન યોજી રહ્યા છે.
                   " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી અમારી શાળામાં આચાર્યશ્રીના માર્ગદર્શન અનુસાર તારીખ ૪/૯/૨૦૧૪ ના ચોથા  દિવસે શાળામાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. આજનાદિવસે સવારે સમૂહ પ્રાર્થના પહેલા વ્યસનમુક્તિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું. વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત સુત્રોનું ઉચ્ચારણ કરી બાળકોએ ગ્રામજનોને જાગ્રત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.બાદમાં શાળાના હોલમાં ધોરણ ૬ થી ૮ ના બાળકોને ભેગા કરી શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે બાળકોને વ્યસન કરવાથી થતા ગંભીર રોગો અંગેની સમજ આપી. બાળકોને વ્યસનની ટેવો ન રાખવા સમજાવ્યા. બાળકોને પોતાના કુટુંબના સભ્યોને વ્યસનથી થતા ગંભીર રોગોની સમજ આપવા જણાવ્યું. સાથે સાથે પોતાના કુટુબના વ્યસન  કરતા એક વ્યક્તિને વ્યસન મુક્ત કરવા તાકીદ કરી.
                               બાદમાં આજના કાર્યક્રમ મુજબ વેશભૂષા, એકપાત્રી અભિનય બાળકો દ્વારા રજુ કરવામાં આવ્યા. આજની વેશભૂષા - એકપાત્રી અભિનયમાં શિક્ષક, જાદુગર, સરદાર પટેલ, પાયલોટ, ભૂત,શાકભાજીવાળી , ફુગ્ગાવાળો  જેવા સરસ પત્રો ભજવ્યા.બાળકોએ ખુબજ હોંશે - હોંશે ભાગ લીધો.
                                 અન્ય કાર્યક્રમ મુજબ અંગ્રેજી ક્વીઝ ધોરણ - ૬ થી ૮ માં યોજવામાં આવી. બાદમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ચિત્ર સ્પર્ધામાં ધોરણ - ૬ થી ૮ ના તમામ બાળકોએ ભાગ લઇ ખુબજ સરસ ચિત્રો બનાવ્યા. દેશભક્તિગીતો બાળકોને સંભળાવવામાં આવ્યા.
                              આજનો દિવસ બાળકો માટે ખરેખર આનંદદાય રહ્યો.
                               આજના પ્રસંગની તસ્વીરો.............

વેશભૂષા 

વેશભૂષા 

વેશભૂષા- એકપાત્રી અભિનય 

એકપાત્રી અભિનય 

ક્વીઝ સ્પર્ધા 




  

Wednesday 3 September 2014

જ્ઞાન સપ્તાહ ઉજવણી - ત્રીજો દિવસ

                      રાજ્યના મુખ્ય મંત્રી માનનીય શ્રી આનંદીબેન પટેલ દ્વારા પ્રેરિત " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી આપણે સૌ તારીખ - ૧ / ૯/૨૦૧૪ થી ૫/૯/૨૦૧૪ દરમ્યાન યોજી રહ્યા છે.
                   " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી અમારી શાળામાં આચાર્યશ્રીના માર્ગદર્શન અનુસાર તારીખ ૩/૯/૨૦૧૪ ના ત્રીજા  દિવસે શાળામાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. આજના દિવસે શાળાના બાળકો દ્વારા સ્વશિક્ષણ કરવામાં આવ્યું. પ્રથમ સવારે શાળાની શરૂઆત પ્રાર્થનાથી કરી. પ્રાર્થના સભાનું સંચાલન બાળકો દ્વારાજ કરવામાં આવ્યું. પછી તાસની ફાળવણી મુજબ પુરા દિવસ દરમિયાન બાળકો દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું. આખા દિવસ દરમિયાન બાળકોએ ખુબજ સરસ રીતે શાળાનું સંચાલન કર્યું.
                              આજના દિવસ દરમિયાન કરેલ પ્રવૃતિની ઝલક..........








Tuesday 2 September 2014

જ્ઞાન સપ્તાહ ઉજવણી - બીજો દિવસ

જ્ઞાન સપ્તાહ ઉજવણી - બીજો દિવસ 
                        "જ્ઞાન સપ્તાહ " ઉજવણીની આજે બીજો દિવસ . શાળામાં આજના બીજા દિવસના કાર્યક્રમની શરૂઆત  શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ પ્રથમ સમૂહ પ્રાર્થના. સમૂહ પ્રાર્થના દરમ્યાન ધોરણ ૬ થી ૮ ના બાળકોને શાળાના ઉપ શિક્ષક શ્રી રાજેશભાઈ પટેલે યૌગિક ક્રિયાઓ અને આસનો કરાવ્યા. યોગ- આસનોના આપણા જીવનમાં ફાયદાઓ સમજાવ્યા.
                                  બાદમાં આજના આયોજન મુજબ ધોરણ-૬ થી ૮ માં આજના પુરા દિવસ દરમ્યાન વકતૃત્વ સ્પર્ધા , નિબંધ લેખન સ્પર્ધા , સામાન્ય જ્ઞાન ક્વીઝ સ્પર્ધા , દેશભક્તિ ગીત ગાન , ચેસ-કેરમ સ્પર્ધા, કરવામાં આવી. બાળકોએ પોતાની તૈયારીઓ મુજબ દરેક સ્પર્ધામાં હોંશે - હોંશે ભાગ લીધો. 
                                    ધોરણ- ૧ થી ૫ માં પણ આયોજન મુજબ શિક્ષિકાબેનોએ બાળકોને યોગાસનો કરાવી સમજ આપી. ત્યાર બાદ આયોજન મુજબ એમના ધોરણોમાં સામાન્ય વકતૃત્વ સ્પર્ધા, લેખન સ્પર્ધા, સામાન્ય જ્ઞાન ક્વીઝ સ્પર્ધા , કાવ્યગાન , દેશભક્તિ ગીત ગાન , બાળરમતો વગેરે પ્રવૃત્તિ યોજવામાં આવી. બાળકોએ પોતાની તૈયારીઓ મુજબ દરેક સ્પર્ધામાં હોંશે - હોંશે ભાગ લીધો. 
                                 આજના પ્રસંગની આછી ઝલક .....








Monday 1 September 2014

જ્ઞાન સપ્તાહ ઉજવણી -૨૦૧૪ - પ્રથમ દિવસ

      
                                    જ્ઞાન સપ્તાહ ઉજવણી -૨૦૧૪ 
                  રાજ્યના મુખ્ય મંત્રી માનનીય શ્રી આનંદીબેન પટેલ દ્વારા પ્રેરિત " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી આપણે સૌ તારીખ - ૧ / ૯/૨૦૧૪ થી ૫/૯/૨૦૧૪ દરમ્યાન યોજી રહ્યા છે.
                   " જ્ઞાન સપ્તાહ " ની ઉજવણી અમારી શાળામાં આચાર્યશ્રીના માર્ગદર્શન અનુસાર તારીખ ૧/૯/૨૦૧૪ ના પ્રથમ દિવસે શાળામાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. સવારે ૮:૦૦ કલાકે માનનીય મુખ્ય મંત્રીશ્રીના પ્રવચનને બાઈસેગ દ્વારા સૌએ માણ્યો. બાદમાં શાળામાં ધોરણવાર કરવાની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી. જેમાં પ્રથમ શાળા સફાઈ , વર્ગ સુશોભન દરેક ધોરણમાં યોજવામાં આવ્યું. ત્યાર બાદ ધોરણ ૧ અને ૨ માં કાગળકામ, બાળવાર્તા - ધોરણ ૩ અને ૪ માં માટીકામ , વાંચન - ધોરણ- ૫ માં કાગળકામ. આદર્શવાંચન , - ધોરણ-૬-૭-૮ માં વિજ્ઞાન પ્રયોગ નિદર્શન, ગુજરાતી / અંગ્રેજી સુલેખન, ગણિત ક્વીઝ જેવી પ્રવૃત્તિ કરવામાં આવી. "જ્ઞાન સપ્તાહ " ના આજના પ્રથમ દિવસને શાળાના બાળકો અને શિક્ષકોએ ખુબજ ઉત્સાહથી ઉજવ્યો.
                           આજના પ્રસગની તસ્વીર ----