અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday 26 February 2015

બાળમેળો - ૨૦૧૫

                     અમારી શાળામાં તારીખ - ૨૪/૨/૨૦૧૫ ને મંગળવારના દિને નવસારી જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંચાલિત ધોરણ ૧ થી ૫ માટે આંનદદાયી બાળમેળો તથા ધોરણ- ૬ થી ૮ માટે લાઈફ સ્કીલ બાળમેળો યોજવામાં આવ્યો. શાળામાં આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ અને આયોજન મુજબ ધોરણ ૧ થી ૫ ના બાળકોએ અભિનયગીત , ચિત્ર રંગપુરણી , ચીટકકામ , બાળરમતો, સર્જનાત્મક પ્રવૃત્તિ વગેરે યોજવામાં આવ્યા. તથા ધોરણ- ૬ થી ૮ માં સર્જનાત્મક પ્રવૃત્તિ , રમત ગમત ના કૌશલ્ય, જાદુઈ પ્રયોગો, ચિત્રકલા જેવી પ્રવૃત્તિ યોજવામાં આવી. શાળાના શિક્ષકોએ પોતાની જુદી જુદી કલાનો બાળકો સમક્ષ પીરસવાનો પ્રયત્ન કરી પુરા દિવસ દરમ્યાન બાળકોને સાચા અર્થમાં મનોરંજન આપી બાળમેળાની ઉજવણી કરી.
                    પુરા દિવસ દરમ્યાન શાળાના આચાર્યશ્રીનું માર્ગદર્શન મળતું રહ્યું.
                   આજની ઉજવણીની તસ્વીર ........















NMMS-2014 રીઝલ્ટ

                          NMMS-2014 RESULT DECLARED


FOR RESULT  રીઝલ્ટ જોવા અહી ક્લિક કરો.

NMMS 2014 RESULTS DECLARED NMMS – 2014 નું પરીણામ જાહેર થયેલ છે. Result પર ક્લીક કર્યા બાદ તમારો કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખી તમારૂ પરીણામ (ગુણ) જાણી શકો છો. મેરીટમાં આવતા વિદ્યાર્થીઓની યાદી ટુંક સમયમા જાહેર થશે

જીલ્લા ક્ક્ષાનો તરુણ મહોત્સવ - ૨૦૧૫

                                                    
                        જીલ્લા ક્ક્ષાનો  તરુણ મહોત્સવ - ૨૦૧૫ 

                       આજ રોજ નવસારી જીલ્લા આયોજિત જીલ્લા કક્ષાનો તરુણ મહોત્સવ  નવસારી જીલ્લાની  વાંસદા તાલુકાની લીમઝર પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો. આજના જીલ્લા કક્ષાના તરુણ મહોત્સવમાં અમારી શાળાએ બે કૃતિમાં ભાગ લીધો. જેમાં એક કૃતિ  ચિત્રકલા. ભાગ લેનાર વિદ્યાર્થીની  સેલ્વી બિપિનચંદ્ર પટેલ  અને બીજી કૃતિ નિબંધ લેખન. ભાગ લેનાર વિદ્યાર્થીની ચૈતાલી અનિલભાઈ પટેલ. જેમાં અમારી શાળાએ બંને કૃતિમાં જીલ્લા ક્ક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળા અને ગામનું નામ રોશન કરેલ છે. બંને કૃતિમાં ભાગ લેનાર બાળકો અને   કૃતિને માર્ગદર્શન આપનાર શાળાના શિક્ષકો શ્રી શંકરભાઈ પટેલ અને શ્રી શૈલેશભાઈ પટેલને તથા શાળા પરિવારને શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે અભિનંદન આપી બિરદાવ્યા.
                     જિલ્લા કક્ષાએ ભાગ લઇ વિજેતા થનાર  બાળકોને શાળા પરિવાર દ્વારા પણ બિરદાવવામાં આવ્યા.
                           આજના પ્રસંગની તસ્વીર ,.............


ઇનામ મેળવતી બાલિકા 
ઇનામ મેળવતી બાલિકા 
શાળા કક્ષાએ સન્માનિત 

શાળા કક્ષાએ સન્માનિત 

શાળા કક્ષાએ સન્માનિત 

                      

Thursday 19 February 2015

પ્રવાસ - પર્યટન - ૨૦૧૫

                                                              પ્રવાસ - પર્યટન - ૨૦૧૫ 

                             તારીખ - ૧૯/૨/૨૦૧૫ ને ગુરુવારના દિને અમારી શાળાના ધોરણ - ૧ થી ૫ ના બાળકો માટે શાળાએ એક દિવસીય પ્રવાસ - પર્યટનનું આયોજન કર્યું. આજના પ્રવાસ - પર્યટનમાં ધોરણ ૧ થી ૫ ના કુલ ૧૨૦ બાળકો અને ૯ શિક્ષકો જોડાયા. પ્રવાસના સ્થળો હતા બીલીમોરાનું પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિર, આલીપોરની દુધની ડેરી , ઉનાઈનું ઉષ્ણ મંદિર અને ગરમ પાણીના કુંડ, ધરમપુરનું પ્રખ્યાત વિજ્ઞાન ભવન તથા બરૂમાળનું ભાવભાવેશ્વર મંદિર અને તિથલનો દરીયાકીનારો - સાઈબાબા મંદિર અને સ્વામીનારાયણ મંદિર. 
                 આજના પ્રવાસ-પર્યટન દ્વારા બાળકોને પર્યાવરણ પરિચય આપવામાં આવ્યો.






તાલુકા કક્ષા તરુણ મહોત્સવ - ૨૦૧૫

                                               
                                                તાલુકા કક્ષા તરુણ મહોત્સવ - ૨૦૧૫ 
                   આજ રોજ ગણદેવી તાલુકાનો  તરુણ મહોત્સવ  તાલુકાની ભાઠા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો. આજના તાલુકા કક્ષાના તરુણ મહોત્સવમાં અમારી શાળાએ બે કૃતિમાં ભાગ લીધો. જેમાં એક કૃતિ  ચિત્રકલા. ભાગ લેનાર વિદ્યાર્થીની  સેલ્વી બિપિનચંદ્ર પટેલ  અને બીજી કૃતિ નિબંધ લેખન. ભાગ લેનાર વિદ્યાર્થીની ચૈતાલી અનિલભાઈ પટેલ. જેમાં અમારી શાળાએ બંને કૃતિમાં તાલુકા ક્ક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળા અને ગામનું નામ રોશન કરેલ છે. બંને કૃતિમાં ભાગ લેનાર બાળકો અને   કૃતિને માર્ગદર્શન આપનાર શાળાના શિક્ષકો શ્રી શંકરભાઈ પટેલ અને શ્રી શૈલેશભાઈ પટેલને આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે અભિનંદન આપી બિરદાવ્યા. બંને કૃતિ હવે વાંસદાના તાલુકાના લિમઝર ખાતે જીલ્લા ક્ક્ષાના તરુણ મહોત્સવમાં પ્રતિનિધિત્વ કરશે.
                                તસ્વીર ----
વિદ્યાર્થીનીને પ્રોત્સાહિત કરતા તાલુકા પ્રા.શિ. અધિકારીશ્રી 

વિદ્યાર્થીનીને પ્રોત્સાહિત કરતા શાળાના આચાર્યશ્રી 

                      

Monday 9 February 2015

શૈક્ષણિક પ્રવાસ-2015

                  શાળામાંથી દર વર્ષ ની માફક આ વર્ષે પણ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.
                      ચાલુ વર્ષે શાળામાંથી દક્ષિણ ભારત દર્શન પ્રવાસ યોજવામાં આવ્યો.પ્રવાસના સ્થળો પોંસરી થી ઘુશ્મેશ્વર , હૈદરાબાદ , તિરુપતિ બાલાજી , રામેશ્વરમ્ , કન્યાકુમારી અને મદુરાઈ સુધી રાખવામાં આવ્યું. જે તારીખ - ૩૧-૧-૨૦૧૫ થી ૮-૨-૨૦૧૫ સુધી દિન - ૮ માટે થયું.
                 શાળાના આ શૈક્ષિણક પ્રવાસમાં ધોરણ- ૫ થી ૮ ના કુલ ૬૩ બાળકો અને ૧૦ શિક્ષકો જોડાઈ એક બસ દ્વારા દક્ષિણ ભારતનો પ્રવાસ ખેડવામાં આવ્યો. યોજવામાં આવેલ પ્રવાસ દ્વારા શાળાને અને બાળકોને મોટી સફળતા પ્રાપ્ત થઇ. પ્રવાસના સ્થળો આધ્યાત્મીકની સાથે સાથે શૈક્ષણિક પણ હતા. આધ્યાત્મિક દર્શન તેમજ ભારતીય સંસ્કૃતિની વિવિધતા જેમકે ભૂપુષ્ઠ, ભારતીય લોકજીવન , પહેરવેશ , સામાજિક રીતે રીવાજો , પરંપરાઓ , માન્યતાઓ , ધાર્મિક વિધિઓ , વિવિધ પ્રાદેશિક ભાષાઓ અંગેની વિભીન્તાઓનો ખ્યાલ મળ્યો. પ્રવાસ દ્વારા લગભગ અડધા ભારતના દર્શનથી બાળકોને વિભીન્તાઓનો પ્રત્યક્ષ ખ્યાલ મળ્યો. દક્ષિણ ભારતના રાજ્યો મહારાષ્ટ્ર , તેલંગાણા , આંધ્રપ્રદેશ , તમિલનાડુ અને કર્નાટક રાજ્યના મહત્વના ભોગોલીક ભાગો માંથી પસાર થવાનું થયું. જેના દ્વારા બાળકો અને શિક્ષકોને ત્યાનો ભોગોલિક વિસ્તાર અને ખેત-પેદાશનો પ્રત્યક્ષ ખ્યાલ મેળવ્યો. હૈદરાબાદ સ્થિત બિરલા મંદિરના દર્શન કરી મંદિર પરિસરમાંથી ચારે તરફ જોતાં હૈદરાબાદ શહેરનો સંપૂર્ણ નજરો જોવા મળ્યો. મક્કા મસ્જીદ , ચાર મીનાર , એશિયાનું પ્રથમ નંબરનું સલાર જંગ મ્યુઝિયમ નિહાળ્યું. અને સ્નો-વલ્ડમાં બરફ સાથે મોજ કરી. ત્યાર બાદ તિરુપતિ સ્થિત બાલાજી ભગવાનના દર્શન કર્યા. આધ્યાત્મિક રંગે રંગાયેલા બાળકો અને શિક્ષકોએ કેશ દાન કર્યું. રામેશ્વરમાં રામસેતુ, રામ ઝરુખો , વિભીષણ મંદિર , ધનુષ કોટી દરિયા કિનારો તેમજ વિશેષમાં જ્યોર્તિલિંગ દર્શન  પહેલાં ૨૨ કુંડોમાં સ્નાન કરવામાં આવ્યું જે ખુબજ પવન અને મનને શાંતિ પમાડનાર હતાં. આગલા દિવસે કન્યાકુમારીમાં વહેલી સવારે સૂર્યોદય દર્શન તેમજ કન્યાકુમારી દેવીના અને તેનું ધાર્મિક માહાત્મીય જાણ્યું. સમુદ્રમાંથી બોટ દ્વારા સવાર થઇ સ્વામી વિવેકાનંદ મઠ જોવા ગયા. ત્યાં તેમને ૧૮૯૨ માં દિન - ૩ માટે ધ્યાન કર્યું હતું. ત્યાં અમે ત્રિવેણી સંગમ એટલે કે અરબી સમુદ્ર-બંગાળનીખાડી અને હિન્દ મહાસાગર   










રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી - ૨૦૧૫



રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી - ૨૦૧૫ 
                             તારીખ - ૨૫/૧/૨૦૧૫ ને રવિવારના રોજ ઉજવવામાં આવતા રાષ્ટ્રીય મતદાતા દિન ની ઉજવણી અમારી શાળામાં ધોરણ - ૬ થી ૮ ના શાળાના બાળકો , બી.એલ.ઓ. અને શાળાના શિક્ષકોએ સાથે મળીને કરી.
                            ધોરણ - ૬ થી ૮ ના બાળકોની ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. મતદાન મથક ભાગ નંબર - ૧૩૩ અને ભાગ નંબર - ૧૩૪ ના નવા મતદારોનું સન્માન કરી ઓળખ કાર્ડની વહેચણી કરવામાં આવી.  ગામના મતદારોને પોતાના મતની અગત્યતા જણાવી. પોતાના કીમતી મતનો ઉપયોગ કરી લોકશાહીને સાચા અર્થમાં સાકાર કરવાની વાત કરવામાં આવી.
                            રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી - ૨૦૧૫ની તસ્વીર .....


"મહાત્મા ગાંધી અને સફાઈ " શાળા કક્ષા ચિત્ર સ્પર્ધા - ૩૦ મી જાન્યુઆરી - ૨૦૧૫

                 

   
                                                             ૩૦ મી જાન્યુઆરી - ૨૦૧૫ 
                                     "મહાત્મા ગાંધી અને સફાઈ "  શાળા કક્ષા ચિત્ર સ્પર્ધા

                            ૩૦ મી જાન્યુઆરી - ૨૦૧૫ ના રોજ શાળામાં " મહાત્મા ગાંધી અને શાળા સફાઈ " અંતર્ગત ધોરણ - ૧ થી ૮ માં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું. શાળામાં પધારેલ એસ.એમ.સી. સભ્ય અને વિદ્વાન આગેવાનની હાજરીમાં સવારે ૧૧:૦૦ કલાકે મહાત્મા ગાંધીજીને શ્રધાંજલિ આપવા બે મીનીટનું મોન રાખવામાં આવ્યું. બાદમાં સ્વચ્છતાના બાબતે શાળાના આચાર્યશ્રી દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. બાદમાં સરકારશ્રીના આયોજન મુજબ દરેક ધોરણના બાળકોએ સ્વચ્છતા અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો. બાળકોએ પોતાની ચિત્ર કલાનો પરિચય બતાવ્યો.
                         આજના પ્રસંગની તસ્વીર............


બે મિનીટ મોન 

ગામ આગેવાનો 

વિદ્યાર્થીએ દોરેલ ચિત્ર