અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Saturday 6 September 2014

પ્રજ્ઞા પોર્ટફોલિયો બેગ વિતરણ


                                પ્રજ્ઞા પોર્ટફોલિયો બેગ વિતરણ
સ્વ. લક્ષ્મણભાઈ એસ. ટંડેલ  


                   વિદ્યાના મંદિર (શાળા) માં કરેલ દાન શ્રેષ્ઠ દાન.

                   કેન્દ્ર બીગરીના સી.આર.સી.કૉ.ઓડીનેટર બેનશ્રી રાજેશ્રીબેન ટંડેલ અને એમના પરિવાર તરફથી અમારી શાળાને એમના સ્વ. પિતાશ્રી લક્ષ્મણભાઈ એસ.ટંડેલના સ્મરણાર્થે ધોરણ - ૩ , ૪ , અને ૫ ના પ્રજ્ઞા વર્ગના બાળકો માટે પોર્ટફોલિયો બેગનું દાન કરવાની જાહેરાત ગત ૧૫ મી ઓગસ્ટના સ્વતંત્રતા દિને કરેલ હતી.
                       એમના પરિવાર તરફથી થયેલ આ દાનની જાહેરાતને અનુલક્ષી આજરોજ અમારી શાળામાં એમના પરિવારના સભ્યો હાજર રહ્યા. જેમાં એઓ પોતે , એમના માતાશ્રી કમળાબેન  અને એમના ભાઈશ્રી ભાવિનભાઈ શાળામાં પધાર્યા.
                     શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે એમના પરિવારને આવકારી સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરાવી. પ્રથમ જેમના પુણ્યાર્થે દાન મળનાર હતું એવા એમના પિતાશ્રી સ્વ. લક્ષ્મણભાઈ ટંડેલને શાળા પરિવારે બે મીનીટનું મોન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શાળાની બાલિકાઓએ ભાવવાહી પ્રાર્થના રજુ કરી. પ્રાર્થના બાદ આચાર્યશ્રીએ પરિવારનો પરિચય કરાવી એમના આ ઉમદા કાર્યની પ્રસંશા કરી. એમના પરિવાર તરફથી મળનાર દાનનો યોગ્ય ઉપયોગ કરવાની ખાત્રી આપી.
                આજના પ્રસંગે એમના ભાઈ શ્રી ભાવિનભાઈએ શાળાના શિક્ષકોને વંદન કરી પોતાના પ્રેરણાદાયી પ્રવચનની શરૂઆત કરી. એમણે બાળકો અને શિક્ષકોને સંપીને રહેવાની પ્રેરણા આપી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વાક્યોને યાદ કર્યા. " સૌનો સાથ , સૌનો વિકાસ " આપણા ઘર - કુટુંબમાં પણ સૌનો સાથ લઇ સંપીને રહેવાની સલાહ આપી જેથી સંયુક્ત કુટુંબ જળવાઈ રહે. એમના પિતાશ્રીને આ તબક્કે યાદ કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા.
                            અમારા લાડીલા સી.આર.સી. બેન રાજેશ્રીબેને પણ બાળકોને માતા-પિતા જ સર્વસ્વ છે એ વાતની પ્રતીતિ કરાવી. આપણા જીવનમાં માતા-પિતા તરફથી મળેલ સાચા ગુણોથી જીવનની પ્રગતિ થાય છે એ બતાવ્યું. પોતાના સ્વ.પિતાશ્રીના કરેલા પ્રયત્નોથી એમના  પરિવારે જીવનમાં કરેલ પ્રગતિની વાતો સૌને સમજાવી. આજના પ્રસંગે પિતાશ્રીને યાદ કરી ભાવવિભોર બન્યા.
                        પછી એમના માતાશ્રીના વરદહસ્તે પ્રજ્ઞા પોર્ટફોલિયો બેગનું વિતરણ બાળકોને કરી આજના પ્રસંગની શોભા વધારી.
                                 આ તબક્કે  અમારા આખા શાળા પરિવાર વતી સ્વ. લક્ષ્મણભાઈના આત્માને શાંતિ મળે એવી પ્રભુ પ્રાર્થના . અને આપના પરિવારને ખુબ-ખુબ અભિનંદન .. એમના  પરિવારને દીર્ઘાયુ પ્રાપ્ત થાય એવી માતા સરસ્વતીને વંદના....


                            આજના પ્રસંગની તસ્વીર ...........        






                

No comments:

Post a Comment