અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Friday 28 December 2012

કેન્દ્ર કક્ષાનો રમતોત્સવ ૨૦૧૨-૧૩

       આજરોજ બીગરી કેન્દ્રનો કેન્દ્ર કક્ષાનો બાળ રમતોત્સવ કેન્દ્રની ખાપરવાદા શાળામાં યોજવામાં આવ્યો. આજના રમતોત્સવમાં અમારી શાળાએ કુમાર વિભાગમાં કબડ્ડી, ગોળાફેંક , લાંબીકુદ, ૧૦૦ મીટર દોડ, અને  યોગમાં ભાગ લીધો. તથા કન્યા વિભાગમાં ગોળાફેંક , લાંબીકુદ, ૧૦૦ મીટર દોડ, અને  યોગમાં ભાગ લીધો. આજના રમતોત્સવમાં શાળાએ દરેક  સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ઉત્કૃષ્ઠ દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું. આજની સ્પર્ધામાં  કુમાર વિભાગમાં કબડ્ડી, ૧૦૦ મીટર દોડ, લાંબી કુદ માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. અને કન્યા વિભાગમાં ૧૦૦ મીટર દોડ, લાંબી કુદ , ગોળા ફેંક, અને યોગમાં માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો.આજના રમતોત્સવમાં શાળાએ દરેક  સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ઉત્કૃષ્ઠ દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું. આજની સ્પર્ધામાં વિજેતા થનાર અને ભાગ લેનાર વિધાર્થીઓને આચાર્યશ્રી એ અભિનંદન આપી વિભાગીય કક્ષાના રમતોત્સવમાં વધુ સારો દેખાવ કરવા માર્ગદર્શન અને પ્રેરણા આપી.
                  આજના વિજેતા થનાર બાળકોની યાદી અને તસ્વીર.

                કુમાર વિભાગ

           ૧,  કબડ્ડી                     પ્રથમ વિજેતા
           ૨, ૧૦૦ મીટર દોડ        રીકેન અમરતભાઈ પટેલ        પ્રથમ વિજેતા
           ૩, લાંબી કુદ                 હર્ષિલ રાજેન્દ્રભાઈ પટેલ           પ્રથમ વિજેતા
           ૪, ગોળા ફેંક                  નીરજકુમાર ભરતભાઈ પટેલ    દ્વિતીય વિજેતા
           ૫, યોગ                         શ્રુતિક  મોહનભાઈ પટેલ            દ્વિતીય વિજેતા


          કન્યા  વિભાગ

         
           ૧ , ૧૦૦ મીટર દોડ        શેતલ મુકેશભાઈ  પટેલ            પ્રથમ વિજેતા
           ૨ , લાંબી કુદ                 નિરાલી  સુરેશભાઈ પટેલ          પ્રથમ વિજેતા
           ૪, ગોળા ફેંક                  વંદનાબેન ચંદ્રકાંતભાઈ પટેલ    પ્રથમ વિજેતા
           ૫, યોગ                         મહિમા સુરેશભાઈ પટેલ              પ્રથમ વિજેતા








Thursday 27 December 2012

રમતોત્સવ ૨૦૧૨

                       શાળા રમતોત્સવ ૨૦૧૨ માટેની જુદી જુદી રમતો કબડ્ડી, ખો-ખો, ૧૦૦ મીટર દોડ, લાંબીકુદ ,  અને ગોળાફેંક માં ભાગ લેવા શાળા કક્ષા એ કુમાર-કન્યાઓની પુર્વતેયારીની બોલતી તસ્વીર અને રમતોત્સવ ૨૦૧૨ નો પરિપત્ર નીચે ક્લિક કરી ડાઉનલોડ કરો.

       
રમતોત્સવ ૨૦૧૨ નો  પરિપત્ર

     રમતોત્સવમાં ભાગ લેવા પહેલાની તેયારીની તસ્વીર 


ગોળાફેંક કન્યા 
ગોળાફેંક કુમાર 
કબડ્ડી કુમાર 
લાંબીકુદ કુમાર 
૧૦૦ મીટર દોડ કન્યા 

Saturday 1 December 2012

આપના વિસ્તારના બી.એલ.ઓ.ની માહિતી

આપના વિસ્તારના બી.એલ.ઓ.ના નામ અને ફોન નંબર તથા મતદાન મથકની માહિતી જોવા નીચેની સાઈટ પર ક્લિક કરો.

બી.એલ.ઓ.ની માહિતી જોવા અહી ક્લિક કરો.

Wednesday 14 November 2012

નવા વર્ષની શુભકામના

Diwali aai, masti chahi, rangi rangoli deep jalaye, Dhoom Dhadaka, choda phataka, jali Phuljadiyan,
Sabko Bhaye, "Happy Diwali"
























Dear all, Wish u and your family a very happy diwali & 

prosperous new year. May God fulfill all your wishes in wealth,

 health & happiness in your life. 

Friday 9 November 2012

૨૦૧૨-૧૩ ના વર્ષ માટેની માર્કશીટ

                           સને ૨૦૧૨-૧૩ માટે સી.સી,ઈ અંતર્ગત મુલ્યાંકન માટેનું ફોર્મુલા સાથેની માર્કશીટ અત્રે મુકવામાં આવેલ છે. આપને આપની શાળા માટે ઉપયોગ કરવા વિંનતી.

માર્કશીટ અહીં ક્લિક કરી  ડાઉનલોડ કરો.



પોંસરી ગામનું મતદાન મથક અને મતદાર યાદી

Monday 22 October 2012

નવરાત્રી મહોત્સવ ઉજવણી

                    માં અંબા ના પાવન પર્વ નવરાત્રીની ઉજવણી શાળામાં કરવામાં આવી. નવરાત્રી પર્વ નિમિતે શાળામાં જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેવી કે ગરબાની રમઝટ , આરતી શણગાર , વેશભૂષા જેવી સ્પર્ધાનું આયોજન થયું. કાર્યક્રમની શરૂઆત માતા અંબાની આરતીથી કરવામાં આવી. બાદમાં ગરબાની રમઝટ થઈ. એના પછી ધોરણ-૬ થી ૮ ના બાળકોની વેશભૂષા સ્પર્ધા કરવામાં આવી. ત્યાર બાદ ધોરણ-૬ થી ૮ ના બાળકોની આરતી શણગાર સ્પર્ધા કરવામાં આવી. કાર્યક્રમને અંતે વિજેતા બાળકોને પરિણામની જાહેરાત થઈ.
                  નવરાત્રી પર્વ ઉજવણીની તસ્વીર.













Thursday 18 October 2012

મુલાકાત- પર્યટન

              આજરોજ શાળાના ધોરણ-૩ અને ૪ ના બાળકોને બેન્ક, પોસ્ટઓફીસ , દુધની દેરી ની મુલાકત યોજવામાં આવી.







જેન્ડર એક્ટીવીટી - ૨૦૧૨

                          ગર્લ્સ એજ્યુકેશન અંતર્ગત જાતીય સમાનતા વિક કાર્યક્રમની ઉજવણી સપ્ટેમ્બર - ૨૦૧૨ અતર્ગત  વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન શાળામાં કરવામાં આવ્યુ. શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી. જેમાં ધોરણ-૧ થી ૮ ના મોટાભાગના બાળકોએ ભાગ લીધો. કાર્યક્રમ અતર્ગત ધોરણ-૧ માટે રમત નદીકિનારો,  ધોરણ-૨ માટે સંગીત ખુરશી , ધોરણ- ૩ માટે દોરીકૂદ, ધોરણ- ૪ માટે ભૂખ્યાપંખી , ધોરણ- ૫ માટે લગડી દોડ અને  સોયદોરો,  ધોરણ-૬ માટે  કોથળાદોડ, ધોરણ-૭ તથા ૮ માટે કબડ્ડી, ખોખો ,લાંબી દોડ , ગોળાફેંક , લાંબીકુદ, ચિત્રસ્પર્ધા , વકતૃત્વસ્પર્ધા , વિગેરે નું આયોજન થયું. 

                   સ્પર્ધાની તસ્વીર 
















































































































































Sunday 14 October 2012

વિદ્યાસહાયક શિક્ષક મિત્રો માટે

૬૦ દિવસમાં વિદ્યાસહાયક શિક્ષકોને એમના ઓરીજનલ પ્રમાણપત્રો પરત આપવાનો પરિપત્ર


વાંચનપર્વ- 2012

વાંચનપર્વ ૩૦મી ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યું.


વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨

વિધાસહાયક ભરતી ૨૦૧૨ વિધાનસભા ચુંટણીની આચારસંહિતાના કારણે મોકૂફ રાખવામાં આવી છે. 

Saturday 29 September 2012

વિના મુલ્યે લેપટોપ

વિનામૂલ્યે ........  લેપટોપ ......લેપટોપ.........



              ધો-૧ર થી પોસ્ટ ગ્રેજયુએટ સુધીના દરેક વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ આપવાની મહત્વકાંક્ષી યોજનાની ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશનની જાહેરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવેલ છે.

         ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે નીચેની સાઈટ પર કલીક કરો.

Thursday 27 September 2012

સર્વેયર ભરતી - ૨૦૧૨

               સર્વેયર ભરતી - ૨૦૧૨       

            અગ્ર મુખ્ય વનસરક્ક્ષ શ્રી ,ગુજરાત રાજ્ય ગાંધીનગર ના કાર્યક્ષેત્ર હેઠળની રાજ્યની વનવિભાગની કચેરી માટે વર્ગ-૩નિ સર્વેયર માટેની ૬૦ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે. 
             વિગતો નીચેની સાઈટ પર ઉપલબ્ધ છે.  અથવા બ્લોગના વેબસાઈટ વિભાગમાં ઓજસ ગુજરાતની સાઈટ પર જુઓ.


Wednesday 26 September 2012

પ્રવાસ-પર્યટન

આજે શાળામાંથી બાળકોને દિન- ૧ નું પર્યટન યોજવામાં આવ્યું. બાળકોને સવારે ૧૦ કલાકે જુદા જુદા વાહનોમાં બીલીમોરાના સોમનાથ મંદિરે લઈ જવામાં આવ્યા. જ્યાં સોમનાથ મહાદેવ મંદિર દર્શન , જલારામ મંદિર દર્શન તથા ગાયત્રી મંદિર દર્શન કરવામાં આવ્યું. સાથે સાથે  બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ ના સમયમાં પ્રખ્યાત જાદુગરની સલોનીનો જાદુગરનો શો બાળકોને બતાવવામાં આવ્યો. બાળકો જાદુગરનો શો નિહાળી જાદુની કલા થી પરિચત થયા.
                        જાદુગરના શો પૂર્ણ થયા પછી બીલીમોરા નગરપાલિકા જોવામાં આવી.
                     
                          આજના પ્રવાસ-પર્યટન ની તસ્વીર.