અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 11 March 2015

શાળા મુલાકાત

                                                                    શાળા મુલાકાત 

                                આજનો દિવસ અમારા માટે ગૌરવશાળી દિવસ આવ્યો. આજે શાળામાં ઓચિંતા નવસારી જીલ્લાના નવરચિત ખેરગામ તાલુકાની પ્રાથમિક શાળાના ૪૫ જેટલા પ્રાથમિક શિક્ષકો અને એમના સુકાની તાલુકાના બીટ નિરિક્ષક શ્રી દયાળજીભાઈ પટેલે શાળાની  મુલાકાત લીધી.
                                      મુલાકાતે પધારેલા નવરચિત ખેરગામ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના  ૪૫ જેટલા શિક્ષકો અને એમના સુકાની તાલુકાના બીટ નિરિક્ષક શ્રી દયાળજીભાઈ પટેલ સાહેબશ્રીએ અમારી શાળામાં થતી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ અંગે માહિતી મેળવી. એઓએ શાળામાં શીખવતા ધોરણ- ૧ થી ૫ના પ્રજ્ઞા વર્ગો, શાળાનું પ્રાર્થના સંમેલન , શાળાનું સ્પર્ધાત્મક પરિક્ષાઓ , શાળાની સહભ્યાસિક પ્રવૃતિઓ વગેરે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક બાબતો અંગે માહિતી મેળવી એમની સાથે મુલાકાતે આવેલા શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું.
                                 શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે શાળામાં થતી વિવિધ સહભ્યાસિક પ્રવૃતિઓ સાથે  શૈક્ષણિક અને બિન શૈક્ષણિક બાબતોની જાણકારી આપી.
                                 આજની મુલાકાતથી પધારેલા મહેમાનશ્રીઓ ખુબ પ્રભાવિત થયા. શાળાને વધુ પ્રગતિ માટે આર્શીર્વચન આપ્યા. 


પ્રજ્ઞા વર્ગ મુલાકાત 

માર્ગદર્શન આપતા બીટ નિરિક્ષક 

શાળાની માહિતી આપતા આચાર્યશ્રી