અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Saturday 5 April 2014

વિદાય સમાંરભ

                     તારીખ ૫-૪-૨૦૧૪ નો  દિવસ અમારી શાળા માટે ખાસ દિવસ રહયો. આજે શાળામાંના ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓ માટે વિદાય આપવાનો પ્રસંગ.આજરોજ શાળામાં ધોરણ-૮ ના બાળકોનો વિદાય સમાંરભ યોજવામાં આવ્યો. સવારે ૮:૦૦ કલાકે શાળાની પ્રાર્થનાસભામાં બધા બાળકોની હાજરીમાં ધોરણ-૮ માંથી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી આગળ અભ્યાસ માટે શાળા છોડી જનારા ધોરણ-૮ ના બાળકોને વિદાય આપવાનો રહયો. વિદાય લેતા બાળકોને શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે બાળકોને વધુ અભ્યાસ અંગે, શિસ્ત અંગે અને વ્યસનો અંગે માર્ગદર્શન આપી બાળકોને યોગ્ય શિખામણ આપી. આજના પ્રસગે ધોરણ-૮ ના વર્ગ શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલ અને શ્રી શૈલેશભાઈ પટેલે  બાળકોને ખુબ સરસ માર્ગદર્શન આપી ઉચ્ચ અભ્યાસ માટે અર્શીર્વચન આપ્યા. શ્રી શૈલેશભાઈએ ધાર્મિક પસંગો દ્વારા બાળકોને જીવન જીવવાની કળા અને શિક્ષણમાં રાખવાની સાવધાની અંગે માર્ગદર્શન આપ્યું. બાળકોને પોતાના જીવનમાં આગળ વધવાની પ્રેરણાદાયી વાતો કરી. શાળાના અન્ય શિક્ષકો એ પણ વિદાય લેતા બાળકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું. સૌને આગળના અભ્યાસ માટે શુભકામના પાઠવવામાં આવી.                                  
                               શાળાની ધોરણ - ૮ ની બાલિકા ઝાન્વી પટેલે શાળાના ગુરુજનોના કર્યો ને બિરદાવી પોતાનો અભિપ્રાય આપ્યો. ધોરણ-૧ થી ૮ ના પોતાના અનુભવ જણાવી શાળાના દરેક શિક્ષકોએ કરેલા કાર્યને બિરદાવ્યા. એમને શાળાનો અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો.
                        સાથે સાથે આજના પ્રસંગે ધોરણ ૧ થી ૮ ના શિક્ષણ કાર્ય માં કરેલ વિશેષ સિદ્ધિ માટે પસંદ થયેલ બાળકોને આચાર્યશ્રીએ સન્માનિત કર્યા.
                           આજના પ્રસંગે વિશેષમાં સને - ૨૦૧૩ /૧૪ ના શૈક્ષણિક સત્ર દરમ્યાન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, હરિદ્વાર દ્વારા  લેવામાં આવેલી " ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા " માં ઉર્તીણ થયેલ અને   પ્રથમ નંબર મેળવેલ  ધોરણ- ૫ થી ૮ ના બાળકોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. તથા ઉર્તીર્ણ થયેલ તમામ બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.