અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Wednesday 24 June 2015

NMMS-2015 Merit

NMMS-2014 Merit

NMMS સ્કોલરશીપ પરીક્ષા - ૨૦૧૪

                                 અમારી શાળાના ધોરણ - ૮ ના  કુલ - ૫૫  બાળકોએ NMMS સ્કીમ અંતર્ગત સ્કોલરશીપ પરિક્ષા - ૨૦૧૪  માં પોતાની ઉમેદવારીની  ઓનલાઈન નોધણી કરાવી. તમામ બાળકોએ આ  પરિક્ષા આપી હતી . આજરોજ જાહેર થયેલ મેરીટ યાદીમાં નવસારી જીલ્લામાંથી પ્રાથમિક વિદ્યામંદિર, પોંસરી શાળાના કુલ ૧૩ વિદ્યાર્થીઓ મેરીટમાં આવી શિષ્યવૃત્તિ મેળવવાના હકદાર બન્યા છે. તમામ બાળકોને શાળા પરિવાર વતી ખુબ ખુબ અભિનંદન. 


                          મેરીટમાં આવેલ બાળકોની યાદી 

        ક્રમ   સિ. નંબર   જીલ્લો             વિદ્યાર્થીનું નામ                                       કેટેગરી      પેપર-૧      પેપર-૨       કુલ 
       (1)   2379   Navsari    PATEL VIRENKUMAR RAMESHBHAI      General      81             58          139

       (2)     2380   Navsari    PATEL VANSH BHIKHUBHAI                  General      74              65         139

       (3)     2391   Navsari    PATEL SMIT RAJUBHAI                         General      75              60         135

       (4)     2398   Navsari    PATEL VRUTIK ISHVARBHAI                 General      73               60         133

       (5)     2408   Navsari    PATEL SMIT AMRATBHAI                      General      72               58        130

       (6)     2410   Navsari    PATEL SHIVKUMAR NANUBHAI             General      75               55        130

      (7)      2416   Navsari    PATEL PREYASKUMAR ISHVARBHAI     General    70               58        128

      (8)     2422    Navsari    PATEL KHUSHIBEN RAJESHBHAI          General     66               62       128

      (9)     2427    Navsari     PATEL VIR SATISHBHAI                        General     72              55       127

      (10)   2430    Navsari     PATEL BINAL DHANSUKHBHAI              General      72             53       125

     (11)    2432    Navsari     PATEL VANDANA KISHORBHAI              General     67              58       125

    (12)     2435     Navsari     PATEL RIPAL DILIPBHAI                         General    74              51       125

    (13)     2447     Navsari      PATEL KRUTIKKUMAR MUKESHBHAI    General    73              50       123

Sunday 21 June 2015

વિશ્વ યોગ દિન ઉજવણી

વિશ્વ યોગ દિન ઉજવણી 


                    "૨૧ માર્ચ આંતરરાષ્ટ્રીય યોગ દિન "    યોગ - પ્રક્રિયા શરીર - મન - પ્રાણને સંતુલિત કરી પૂર્ણ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. 
                      આજનો દિવસ ભારતીયની દેન છે. આજના દિવસે પહેલી વખત વિશ્વના ૧૯૨ દેશોમાં વિશ્વ યોગ દિનની ઉજવણી થશે. નિયમિત યોગ કરવાથી અનેક શારીરિક ફાયદાઓ રહેલા છે. જે બાબત હવે વિશ્વના અનેક દેશો માનતા થયા.
                       આજના યોગ દિનની ઉજવણી અમારી શાળાએ પણ પોતાની અનોખી રીતે કરી. સવારે ૬:૩૦ કલાકે શાળાના મેદાનમાં શાળાના તમામ શિક્ષકો , આગણવાડીના કાર્યકર બહેનો, તથા શાળાના ધોરણ- ૬ થી ૮ ના તમામ બાળકોએ ભેગા મળી આજના કાર્યક્રમ અનુસાર પ્રથમ શ્લોક ગાન , હાથ-પગની કસરત, યોગ આસનો, પ્રાણાયામ વગેરે કરી ભાગ લીધો.
                             આજના યોગ દિન ઉજવણીની તસ્વીર .............












Saturday 20 June 2015

શાળા પંચાયત ચુંટણી- ૨૦૧૫/૧૬

                       શાળા પંચાયત ચુંટણી- ૨૦૧૫/૧૬
                   

                                          આજરોજ શાળામાં ભારતીય લોકશાહી પધ્ધતિથી શાળા પંચાયતની ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું. આજની ચુંટણીનો મુખ્ય હેતુ શાળાના બાળકોમાં ભારતીય લોકશાહી ચુંટણી પ્રક્રિયા પધ્ધતિથી માહિતગાર બને એ હતો. પ્રથમ બે દિવસ પહેલા ચુંટણી જાહેરનામું બહાર પાડી અધ્યક્ષની પસંદગી થઇ. જેમાં ધોરણ - ૮ નો વિદ્યાર્થી કેલિન એ. પટેલ અને મોનીલ સી. પટેલની  પસંદગી થઈ. આ બંને પક્ષને એમનું ચુંટણી ચિન્હ ફાળવવામાં આવ્યું. જેમાં કેલિન એ. પટેલ ને માઈસ્કોરોસ્કોપનું ચુંટણી ચિન્હ  અને મોનીલ સી. પટેલને ત્રાજવાનું ચિન્હ મળ્યું. ચાર દિવસ પહેલા  ધોરણ- ૫ થી ૮ ના વર્ગોની બાળકોની સંખ્યા અનુસાર સીટોની ફાળવણી કરવામાં આવી. અને ચુંટણી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.  જેમાં ધોરણ- ૫ ની ૨ સીટ, ધોરણ- ૬-અ ની ૨ સીટ , ધોરણ- ૬ -બ ની ૨ સીટ, ધોરણ- ૭ - અ  ની ૩ સીટ , ધોરણ- ૭ - બ  ની ૩  સીટ અને ધોરણ- ૮- ની ૪ સીટ , આમ કુલ - ૧૬  સીટો મળી. અધ્યક્ષશ્રી ઓએ ધોરણવાર પોતાના ઉમેદવારો પસંદ કરી એમની પાસે ઉમેદવારી નોધાવી. 
                            જે મુજબ આજરોજ સવારે ૯.૦૦ કલાકે ચુંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ધોરણ ૫ થી ૮ ના તમામ બાળકોને સવારથી જ આજની ચુંટણીનો ખુબ ઉત્સાહ જોવા મળીઓ.તમામ બાળકોએ આજની ચુંટણીમાં ભારતીય લોકશાહી ચુંટણી પ્રક્રિયા અનુસાર મતદાનમાં ભાગ લીધો. આ મતદાન ૮:૩૦ કલાકે શરુ કરી ૧૦:૩૦ કલાકે પૂર્ણ થયું.મતદાન પૂર્ણ થતાંની સાથેજ શાળાના શિક્ષકોના સાથ સહકારથી મતગણના થઇ.મતગણત્રી પૂર્ણ થતા ધોરણવાર વિજેતા ઉમેદવારોની જાહેરાત સોમવાર તારીખ- ૨૨/૦૬/૨૦૧૫ના રોજ જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું.
                     
                             આજનો દિવસ શાળા માટે ખુબજ મહત્વનો રહ્યો. ધોરણ- ૫ થી ૮ ના બાળકો ચુંટણી પ્રક્રિયા અંગે પ્રેક્ટીકલ જ્ઞાન આપવાનો પ્રયત્ન શાળાના શિક્ષકો અને આચાર્ય શ્રી દ્વારા કરવામાં આવ્યો. ધોરણ ૫ થી ૮ ના તમામ શિક્ષકોએ પૂરો સાથ અને સહકાર આપી બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું.
                           

                                 આજના પ્રસગની તસ્વીર ...................











Friday 12 June 2015

શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૫

શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૫
                   આજરોજ અમારી શાળામાં સને - ૨૦૧૫/૧૬ ના શૈક્ષણિક સત્રમાં ધોરણ- ૧ માં નવા પ્રવેશ મેળવેલા બાળકોનો પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો.
                   શાળાના નવા શૈક્ષણિક સત્ર - ૨૦૧૫-૧૬  ની શુભ શરૂઆત તારીખ - ૮/૬/૨૦૧૫ ના રોજ થઈ ગઈ. સાથે સાથે શાળામાં નવા પ્રવેશ લેનારા બાળકો માટે સરકાર શ્રી નો ' શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૫ '  ની ઉજવણી તારીખ ૧૧/૬ ,૧૨/૬ ,૧૩/૬/૨૦૧૫ ના દિવસો દરમ્યાન નક્કી કરવામાં આવ્યો. અમારી શાળામાં આ કાર્યક્રમ તારીખ- ૧૨/૬/૨૦૧૫ નાં દિને એટલે કે આજ રોજ રાખવામાં આવ્યો.
                             આજરોજ શાળાના પટાંગણમાં " શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૪" કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલ ગણદેવી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબશ્રી. , જીલ્લા પંચાયત સભ્ય શ્રી. વિનોદભાઈ પટેલ, તાલુકાના સભ્ય શ્રીમતી ભાણીબેન પટેલ તાલુકાના  તથા અન્ય અધિકારી શ્રીઓની હાજરીમાં પોસરી શાળાના ધોરણ-૧મા પ્રવેશ લેનારા ૩૧ બાળકો, ધોરણ-૬મા પ્રવેશ લેનારા ૧૨  બાળકો અને અન્ય ધોરણ માં પ્રવેશ લેનારા  બાળકોને શાળા પ્રવેશોત્સવ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો. ગામની અન્ય શાળા માસ્કરા પ્રાથમિક શાળાના ૩  બાળકો  અને સુઈતલાવડી વર્ગ શાળાના ૩ બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો. આગણવાડી ના બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો.
                                      આજના પ્રસંગે વિશેષ સિદ્ધિ મેળવેલ બાળકોને પધારેલા મહેમાનો દ્વારા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. અધિકારીશ્રીઓએ આજના પ્રસગ અનુરૂપ વાતો કરી જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું.

                           આજના પ્રસંગની તસ્વીર...................