અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Saturday 12 October 2013

નવરાત્રી પર્વની ઉજવણી

                 માં અંબા ના પાવન પર્વ નવરાત્રીની ઉજવણી શાળામાં કરવામાં આવી. આજરોજ તારીખ- ૧૧/૧૦/૨૦૧૩ ના દિને શાળાના ચોગાનમાં નવરાત્રી પર્વની ઉજવણી  પ્રસંગે શાળાના બાળકોએ સરસ ગરબાની રમઝટ જમાવી .
                                          નવરાત્રી પર્વ ઉજવણીની તસ્વીર.













Thursday 10 October 2013

દિવાળી વેકેશન તારીખ

   જાણવા મળ્યા મુજબ દિવાળી વેકેશનની તારીખ સમગ્ર રાજ્યમાં એક રાખવાનું સુચન.
                 પરિપત્ર નીચે મુજબ.
 

Sunday 6 October 2013

ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૩

                 જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૩ નું આયોજન તારીખ - ૪/૧૦/૨૦૧૩ થી ૫/૧૦/૨૦૧૩ દરમ્યાન ગણદેવી તાલુકા કક્ષાનું પ્રદર્શન કેન્દ્રશાળા બીગરીમાં યોજવામાં આવ્યું. પ્રદર્શનમાં તાલુકાની વિવિધ શાળાની ૬૫ જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી . અમારી શાળાએ પણ વિભાગ-૫ સંસાધન માં કૃતિ રજુ કરી. અમારી કૃતિનો વિષય હતો ભૌમિતિક આકારોની સમજ અને માપન દ્વારા સૂત્ર તારવણી.  બાળકો એ વિજ્ઞાન મેળો જોનારને સરસ સમજ આપી. સાથે-સાથે અત્રે યોજેલ વિજ્ઞાન મેળાને શાળાના ધોરણ- ૬ થી ૮ ના બાળકોએ પણ નિહાળ્યો.
 
 
 
 
 
 
 
 
 
 
 




 

તિથી ભોજન

                       તારીખ- ૪-૧૦- ૨૦૧૩ ના રોજ  ગામના અગ્રણી સ્વ. બી .સી.પટેલ ના માનમાં એમના ધર્મપત્ની કલ્પનાબેન પટેલ અને એમના પરિવારજનો તરફથી શાળાના બાળકો માટે તિથીભોજનનું આયોજન કરવામાં આવ્યું . શાળાના કુલ ૩૨૨ જેટલા બાળકો અને શાળાના શિક્ષકોએ ભાગ લીધો.
                        તિથીભોજન ના પ્રસંગની તસ્વીર .