અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Sunday 21 December 2014

વિદ્યા સૃષ્ટી સામયિક અંક

                          


                                   અમારી   શાળામાં તારીખ- ૨૦-૧૨-૨૦૧૪ ને શનિવારના રોજ બીલીમોરાના વતની અને પ્રાથમિક શાળાના બાળકોમાં વાંચન બાબતે પ્રેરાય એવા સતત પ્રયત્નો કરતા શિક્ષણ પ્રેમી શ્રી મોહનભાઈ મહેમાન બન્યા. 
                                    શ્રી મોહનભાઈને શાળાની  સમૂહ પ્રાર્થના દરમ્યાન આચાર્યશ્રીએ  એમના બાળકો માટે કરવામાં આવતા વિશિષ્ટ કાર્યને બિરદાવી આવકાર આપ્યો.  એઓશ્રી આજરોજ અમારી શાળામાં થતી એક વિશિષ્ટ પ્રવૃતિથી પ્રેરાઈ શાળામાં આવ્યા હતા. અમારી શાળામાં છેલ્લા પાંચ વર્ષથી શાળાના બાળકો "બાલ સૃષ્ટી " સામયિક ના નિયમિત ગ્રાહકો છે. તથા આ વર્ષે ધોરણ ૨ થી ૮ ના કુલ ૨૨૦ જેટલા બાળકો "બાલ સૃષ્ટી " સામયિક ના ગ્રાહકો છે. શાળાની આવી  વિશિષ્ટ બાબતને બિરદાવવા એઓ અમારી શાળામાં પધાર્યા. એ સાથે આજરોજ એક અન્ય  સામયિક " વિદ્યા સૃષ્ટી "  ના નવા થનારા બાળ ગ્રાહકોને બિરદાવવાનો પ્રસંગ પણ રાખવામાં આવેલ હતો. શાળાના નવા ૭૮ બાળકો " વિદ્યા સૃષ્ટી " સામયિકના નવા ગ્રાહકો બન્યા હતા તેમાંથી ધોરણવાર એક બાળકને આ સામયિકનો અંક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. એમણે શાળાની વાંચન અંગેની આ પ્રવૃતિને બિરદાવી બાળકો અને શિક્ષકોને અભિનંદન આપ્યા. 
                                   આ સાથે એમણે બાળકોને વાંચનનું મહત્વ અને સફાઈનું મહત્વ, બાબતે સરસ નાના નાના દ્રષ્ટાંતો આપી બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા. શાળામાં થતી સફાઈ પ્રવૃત્તિ અને શાળાના  પ્રાર્થના સંમેલનને બાબતે અભિનંદન આપ્યા. સાથે બાળકો દ્વારા મંગાવવામાં આવતા સામયિકોને બાળકોના ઘરના સભ્યો લાભ લે તે બાબતે બાળકોને ટકોર કરી સમજ આપી. શ્રી મોહનભાઈએ બાળકો અને શિક્ષકોને પુસ્તકો ભેટ આપી પ્રોત્સાહિત કરી બિરદાવ્યા. 
                               અંતે શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે અત્રે પધારેલ મોહનભાઈ ના શિક્ષણ ઉપયોગી ઉમદા કાર્યની સરાહના કરી એમના દીર્ઘાયુષ્ય માટે શુભેચ્છાઓ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
                         આજરોજ શિયાળાનો શનિવાર હોય શાળામાં ડીસેમ્બરના પ્રથમ શનિવારથી જાન્યુઆરીના છેલ્લા શનિવાર સુધી  થતા કાર્યક્રમ મુજબ "સમૂહ કવાયત" કરવામાં આવે છે. જે કાર્યક્રમ મુજબ બાળકોએ કવાયતમાં ભાગ લીધો.









Thursday 20 November 2014

ગુણોત્સવ - ૫ ૨૦૧૪ [Guotsav-5]

                શાળાના બાળકો, શાળાના શિક્ષકો અને શાળાનું સર્વગ્રાહી મુલ્યાંકન એટલે ગુણોત્સવ.  

                            આજરોજ તારીખ - ૨૦/૧૧/૨૦૧૪ ના દિને અમારી શાળામાં ગુણોત્સવ - ૫ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.  આજના ગુણોત્સવ -૫ અંતર્ગત શાળાનું મુલ્યાંકન માટે સરકારશ્રી દ્વારા નીમવામાં આવેલ અધિકારીશ્રી બી.સી.જે.સાર્વજનિક હાઇસ્કુલ બીગરીના આચાર્ય શ્રીમાન હિતેશભાઈ પઢિયાર સાહેબ પધાર્યા .
                              શાળામાં પ્રથમ બાળકો દ્વારા સમૂહ પ્રાર્થના યોજવામાં આવી. બાદમાં ગુણોત્સવ ના સમયપત્રક મુજબ ધોરણ- ૬ થી ૮ ના બાળકોનું શૈક્ષણિક મુલ્યાંકન રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ પ્રશ્નપત્ર દ્વારા કરવામાં આવ્યું. તે સાથે ધોરણ- ૨ થી ૫ ના તમામ બાળકોનું વર્ગ શિક્ષક દ્વારા વાંચન મુલ્યાંકન કરવામાં આવ્યું. અધિકારી શ્રી દ્વારા દરેક ધોરણમાં હાજર રહી કરવામાં આવતા મૂલ્યાંકનની ચકાસણી કરવામાં આવી. શાળાની મુલાકાત દ્વારા આજના અધિકારીશ્રી ખુબજ પ્રભાવિત થયા. 
                                  આજનો ગુણોત્સવ - ૫ કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ સમયપત્રક મુજબ પૂરો કરવામાં આવ્યો. શાળામાં થતી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ અને સહભ્યાસિક પ્રવૃતિઓથી પધારેલ અધિકારીશ્રી ખુબજ પ્રભાવિત થયા. અને  શાળાની વિશેષ પ્રગતિ માટે અભિનંદન આપ્યા.શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃતિઓ માટે  શિક્ષકો બિરદાવી અભિનંદન આપ્યા. 

             આજના કાર્યક્રમની તસ્વીર .....





                                        

Tuesday 18 November 2014

વાલી મીટીંગ- ધોરણ-૮/બ

                  આજરોજ ધોરણ-૮/બ ના બાળકોના વાલીઓની વાલી મીટીગ યોજવામાં આવી. શાળાના ઉપશિક્ષક શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા યોજવામાં આવતી વર્ગની પ્રવૃતિઓ અને અભ્યાસ બાબતોની જાણકારી વાલીઓને મળી રહે અને વાલીઓ પોતાનું બાળક કેવો અભ્યાસ કરી રહ્યું છે તેનાથી વાકેફ બને એ બાબતે વાલી મીટીંગ યોજવામાં આવી. શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે વાલીઓને આવકારી શાળામાં થતી વિવિધ અભ્યાસિક બાબતોની જાણકારી વાલીઓને આપી. પોતાના બાળકો પ્રત્યે વાલીઓએ રાખવાની તકેદારીની બાબતો સમજાવી. વર્ગ શિક્ષક શ્રી  શૈલેષભાઈ પટેલ દ્વારા બાળકોની શૈક્ષણિક પ્રગતિ બાબતે વાલીઓને વાકેફ કરવામાં આવ્યા.
                       વર્ગમાં યોજવામાં આવતી "કોન બનેગા અક્કલ પતી " સ્પર્ધામાં પ્રથમ સત્ર દરમ્યાન વિજેતા થયેલ બાળકોને વાલીઓના હસ્તે વિવિધ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 
                       આજના કાર્યક્રમની બોલતી તસ્વીર.....






શાળા આરોગ્ય તપાસણી

                    ગુજરાત સરકાર દ્વારા  આયોજિત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ - ૨૦૧૪/૧૫ અંતર્ગત તારીખ - ૧૮/૧૧/૨૦૧૪ થી ૨૨/૧૧/૨૦૧૪ દરમ્યાન સરકારશ્રીના કાર્યક્રમ મુજબ  અમારી શાળાના તમામ બાળકોના આરોગ્યની તપાસ બીગરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી. બાળકોમાં જોવા મળતા શ્વસન તંત્રના રોગ, ચામડીના રોગ, કાનમાં પરુ, દાંતનો સડો તેમજ આંચકીના રોગો જેવા રોગોની ચકાસણી કરવામાં આવી. તે સાથે બાળકોમાં વિટામીન એ, ડીની ઉણપ છે કે કેમ પાડુંરોગ, અતિગંભીર કુપોષણ, ગોઇડર સહિ‌તની પણ ચકાસણી કરવામાં આવી.બાળકમાં દૃષ્ટી ખામી, સાંભળવામાં તકલીફ, હલનચલનની ચેતાલક્ષી વિકૃતિ, હિ‌મોફીલીયા અને થેલેસેમિયાની પણ ચકાસણી કરવામાં આવી.

                     આજની આરોગ્યની તપાસણી  બાદ જરૂરિયાત મંદ બાળકોને દવાઓ પૂરી પાડવામાં આવી. 


આજના કાર્યક્રમની તસ્વીર 









Wednesday 22 October 2014

NMMS - પરિક્ષા - ૨૦૧૪



પરિક્ષા તારીખ- ૨/૧૧/૨૦૧૪ ને રવિવારના દિવસે.

હોલ ટીકીટ પ્રિન્ટ કરવા અહી ક્લિક કરો.

NMMS ના જે ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં ફિ ભરેલ હોવા છતાં હોલ ટીકીટ ડાઉનલોડ થતી ન હોય, તેવા ઉમેદવારોએ તા. ૨૬.૧૦.૨૦૧૪ સુધીમાં પરીક્ષા ફિ ભર્યાની પોસ્ટ ચલણની નકલ સ્કેન કરી sebexam2014@gmail.com પર ઈ-મેલ કરવી તથા તેવા ઉમેદવાર તેઓંની હોલ ટીકીટ તા. ૨૭.૧૦.૨૦૧૪ પછી ડાઉનલોડ કરી શકશે. 

Happy Diwali - 2014

HAPPY DIWALI



        પ્રાથમિક વિદ્યામંદિર , પોંસરી  અને શાળા પરિવાર તરફથી અમારા બ્લોગની મુલાકાત લેનારા સૌને દિવાળી અને નુતન વર્ષની શુભકામનાઓ.



Thursday 16 October 2014

મતદાર નોંધણી કાર્યક્રમ - ૨૦૧૪-૧૫



મતદાર નોંધણી કાર્યક્રમ - ૨૦૧૪-૧૫

                            તારીખ- ૧ /૧ /૨૦૧૫ ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પુરા થતા હોય તેવા યુવા મતદારો માટે અમુલ્ય તક મતદાર નોંધણી ની ખાસ ઝુંબેશ ઓક્ટોબર ની ૧૫ તારીખ થી ૧૦ મી  - નવેમ્બર સુધી પુરા માસ દરમ્યાન ચાલુ રહેશે. 

     ખાસ ઝુંબેશની    તારીખ - ૧૯/૧૦/૨૦૧૪ ને રવિવારના દિને         
                              તારીખ- ૨ /૧૧/૨૦૧૪ ને રવિવારના દિને            સમય સવારે - ૯:૦૦ થી સાંજે  ૬:૦૦ 

SMC બેઠક




                               ડાયસ ફોર્મ ( DISE ) માહિતી અંતર્ગત અમારી શાળામાં તારીખ - ૧૩-૧૦-૨૦૧૪ ના રોજ SMC બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આજની બેઠકમાં શાળા શૈક્ષણિક માહિતી પત્રક ( ડાયસ ) ફોર્મનું વાંચન એસ.એમ.સી.ના સભ્યોની હાજરીમાં અમારા કેન્દ્રના સી આર સી કોડિનેટર રાજેશ્રીબેન અને શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે આપી. શાળા માહિતી પત્રકની સંપૂર્ણ માહિતીનું વાંચન કરી એસ.એમ.સી. ના સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા. શાળાની ભૌતિક બાબતો અને શૈક્ષણિક બાબતોની માહિતી આપવામાં આવી.
                              આજની બેઠકમાં તમામ એસ.એમ.સી.ના સભ્યોએ હાજરી આપી.

                             પ્રસંગની તસ્વીર............






Gunotsav - ગુણોત્સવ - ૨૦૧૪

Gunotsav - ગુણોત્સવ - ૨૦૧૪

      રાજ્ય સરકાર દ્વારા  ગુણોત્સવ- ૨૦૧૪ ના આયોજનની તારીખ પ્રસિદ્ધ કરવામાં આવી.

ગુણોત્સવ - ૨૦૧૪ નો પરિપત્ર

Thursday 2 October 2014

" સ્વચ્છ ભારત અભિયાન "

                        " સ્વચ્છતા ત્યાં પ્રભુતા "   - મહાત્મા ગાંધીજી

સ્વચ્છતા પ્રતિ એક પગલું 
શુભારંભ 
" સ્વચ્છ ભારત મિશન "
( ૨૦૧૪-૨૦૧૯ )
૨ જી ઓક્ટોબર- ૨૦૧૪ 


               " સ્વચ્છ  ગુજરાત "ના નિર્માણ અને " સ્વચ્છ ભારત " ના નિર્માણની શરૂઆત ગાંધીજીના જન્મદિન બીજી ઓક્ટોબર થી પ્રારંભ કરવામાં આવ્યું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતી વર્ષ - ૨૦૧૯ સુધી આપણા ગુજરાતમાં " મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન " અંતર્ગત પાંચ વર્ષ સુધી આ મિશનનો અસરકારક અમલ કરાવી સ્વચ્છ ભારતનું નિર્માણ કરવામાં આવે એવી નેમ વ્યક્ત કરવામાં આવી છે. આપણે સૌ આ મિશનને સફળ બનાવવા પોતાનું યોગદાન આપીએ.
                   " સ્વચ્છ  ગુજરાત "ના નિર્માણ અને " સ્વચ્છ ભારત " નું નિર્માણ કરવા અમારી શાળામાં આ અભિયાનની શરૂઆત આજરોજ ૨ જી ઓક્ટોબરથી કરવામાં આવી. પ્રથમ શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે શાળાના બાળકોને મહાત્મા ગાંધીજીનો જીવન પરિચય કરાવ્યો. બાળકોને ગાંધીજીના સ્વપ્નનું સ્વચ્છ ભારત બનાવવા હરહંમેશ પોતાનું ઘર- ઘરઆગણું - શેરી - ગામ ને સ્વચ્છ રાખવા સમજ આપી. શાળાના બાળકોએ પૂજ્ય બાપુને હેપી બર્થડે કરી મિશનની શરૂઆત કરી.
                       આજે શાળામાં પ્રથમ ધોરણ- ૪ થી ૮ ના તમામ બાળકો, શાળાના શિક્ષકો , આરોગ્ય કર્મચારીઓ , આંગણવાડી કાર્યકરો , એસ.એમ.સી.ના સભ્યો વગેરે સાથે મળી સ્વચ્છતા રેલી કરવામાં આવી. સ્વચ્છતા જાળવવા સંબંધી સુત્રોચ્ચાર કરી રેલી ગામની શેરીઓમાં ફરી ગામના લોકોને સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. 
                               સ્વચ્છતા રેલી બાદ શાળાના બાળકો અને શિક્ષકોએ સાથે મળી શાળા વર્ગખંડ , શાળા મેદાન , અને શાળાની આજુબાજુની જગ્યાઓની સફાઈ કરી. સૌ એ સાથે મળી આજના મિશનને સફળ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો. ગામની બહેનોએ પણ અભિયાનમાં જોડાઈ પોતાનો મહત્વનો ફાળો આપી ગામની શેરીની સફાઈ કરી પોતાનું યોગદાન આપ્યું. શાળા પરિવાર વતી અભિયાનમાં જોડાયેલ બહેનોને અભિનંદન. 
                           આજની સ્વચ્છતા મિશનનો મેસેજ ઘરે ઘરે પહોચે અને એનો અમલ કરવામાં આવે. જેથી ટુકા દિવસોમાં આપણે આપણું ગામ- તાલુકો-જીલ્લો-રાજ્ય અને દેશ સ્વચ્છ બનાવીએ. અને સાચા અર્થમાં બાપુના જન્મ દિનની ઉજવણી કરી ગણાશે.



સ્વચ્છતા જાળવવા આટલું હંમેશા યાદ રાખીએ 


  • આપણે  શાળા - ઘર - આગણું - શેરી સ્વચ્છ રાખીએ.
  • કચરો કચરા પેટીમાં જ નાખીએ.
  • રસ્તા પર ગમે ત્યાં કચરો ન નાંખીએ.
  • રસ્તા પર ગમે ત્યાં ન થુંકીએ.
  • પ્લાસ્ટિક થેલીઓનો ઉપયોગ ન કરીએ.

રેલીમાં જોડાયેલ બાળકો 
શેરીમાં ફરતી રેલી 
સફાઈ કામગીરી 
સફાઈ કામગીરી 
શેરી સફાઈ 
શેરી સફાઈ 
ગામ લોકો

Wednesday 1 October 2014

નવરાત્રી પર્વની ઉજવણી - ૨૦૧૪

 

                    નવારાત્રી - નવા એટલે નવ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ 

નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા

કરવામાં આવે છે.


                માં અંબા ના પાવન પર્વ નવરાત્રીની ઉજવણી આજે શાળામાં કરવામાં આવી. આજરોજ તારીખ- ૧/૧૦/૨૦૧૪  ના દિને શાળાના ચોગાનમાં નવરાત્રી પર્વની ઉજવણી  પ્રસંગે શાળાના ધોરણ - ૧ થી ૮ ના તમામ બાળકોએ સરસ ગરબાની રમઝટ જમાવી .


                                          નવરાત્રી પર્વ ઉજવણીની તસ્વીર......







" સ્વચ્છ ભારત અભિયાન "

                     

                               માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના  સ્વપ્નનું "સ્વચ્છ ભારત"બનાવવા એમના માર્ગદર્શન મુજબ મહાત્મા ગાંધીજીના જન્મદિન ૨ જી ઓક્ટોબરથી મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.
                               આ કાર્યક્રમ મુજબ આજરોજ અમારી શાળામાં શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ બાળકોના સહયોગથી આ મિશનની શરુઆત કરવામાં આવી. શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે બાળકોને મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન કાર્યક્રમની રૂપરેખા આપી.  સ્વચ્છતા જાળવવા માટે આપણે શું શું કરી શકયે તે બાબતની સમજ આપી.  સ્વચ્છતાની શરૂઆત પ્રથમ આપણા ઘર- આંગણાથી કરવા બાળકોને જણાવ્યું. બાળકોને પોતાની સ્વચ્છતાના અને પછી પોતાના ઘર-આંગણાની સ્વચ્છતા રાખવાથી ગામની  સ્વચ્છતા થશે. દરેક વ્યક્તિ પોતાની  સ્વચ્છતાની જવાબદારી નિભાવે તો આપણે આપણા દેશને  સ્વચ્છ બનાવી શકયે.
                      બાળકોને મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત સ્વચ્છતા અગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને બાળકોને હરહમેશ સ્વચ્છતા જાળવવા સમજ આપી.
                         આજના પ્રસંગની તસ્વીર............





Saturday 27 September 2014

NMMS સ્કોલરશીપ પરીક્ષા - ૨૦૧૪

                         અમારી શાળાના ધોરણ - ૮ ના  કુલ - ૫૫  બાળકોએ NMMS સ્કીમ અંતર્ગત સ્કોલરશીપ પરિક્ષા - ૨૦૧૪  માં પોતાની ઉમેદવારીની  ઓનલાઈન નોધણી કરાવી.  

જીલ્લા ક્ક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન - ૨૦૧૪

જીલ્લા ક્ક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન - ૨૦૧૪

           તારીખ - ૨૫/૯/૨૦૧૪ થી  ૨૭/૯/૨૦૧૪ દિન-૩  જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત અને જીલ્લા   પંચાયત નવસારી આયોજિત જીલ્લા  ક્ક્ષાનુ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ચીખલી તાલુકાની મલીયાધરા પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું. 
          જીલ્લા ક્ક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં અમારી શાળાએ પણ ભાગ લીધો. જેમાં  વિભાગ - ૨ -  વિજ્ઞાન અને ગણિતમાં સીમા ચિન્હો  ' ભૌમિતિક આકારોની સમજ અને પ્રયોગાત્મક રીતે સૂત્ર તારવણી '  આ  કૃતિને તૈયાર કરનાર  બાળકોએ પ્રદર્શનના ત્રણ દિવસ પ્રદર્શન નિહાળનારા અને નિર્ણાયકોને કૃતિની સચોટ સમજુતી આપી પ્રભાવિત કર્યા. સાથે સાથે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણનો પ્રચાર-પ્રસાર કર્યો. 
                         ગણિત  - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શનમાં અમારી શાળાએ એક  વિભાગમાં  ભાગ લીધો. જેમાં  વિભાગ - ૨ -  વિજ્ઞાન અને ગણિતમાં સીમા ચિન્હો  ' ભૌમિતિક આકારોની સમજ અને પ્રયોગાત્મક રીતે સૂત્ર તારવણી 'ને જીલ્લા ક્ક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં પ્રદર્શિત કરી અમારી શાળા અને ગામનું નામ રોશન કર્યું.
                                 જીલ્લા  ક્ક્ષાના પ્રદર્શનમાં રજુ કરવામાં આવેલ  કૃતિના માર્ગદર્શક શિક્ષકો અને બાળકોને શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. 
                      કૃતિની છબીઓ ........... 









ચિત્રકલા ગ્રેડ પરિક્ષા- ૨૦૧૪


                                         ચિત્રકલા ગ્રેડ પરિક્ષા- ૨૦૧૪ 


           અમારી શાળામાંથી  સને-૨૦૦૧થી નિયમિત યોજવામાં આવતી ચિત્રકલા એલીમેન્ટ્રી અને ઈન્ટરમીડીયેટ ડ્રોઇગ ગ્રેડ પરીક્ષા ચાલુ વર્ષ - ૨૦૧૪ માં  ધોરણ ૭ અને ૮ ના બાળકોને અપાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ વર્ષે ધોરણ ૭ અને ૮  માંથી  એલીમેન્ટ્રીના ૨૪  વિદ્યાર્થીઓ અને ઈન્ટરમીડીયેટ ના  ૭  વિદ્યાર્થીઓ મળી કુલ   ૩૧ વિદ્યાર્થીઓએ આવેદનપત્ર ભરી પરીક્ષામાં બેસવાની  તૈયારી બતાવી.
                       ચિત્રકલા એલીમેન્ટ્રી અને ઇન્ટરમીડીયેત ગ્રેડ પરિક્ષાઓની તૈયારી શાળાના ભૂતપૂર્વ મુખ્ય શિક્ષક અને હાલના ઉપ શિક્ષકશ્રી શંકરભાઈ પટેલ દ્વારા બાળકોને વિશેષ ટ્રેનીગ આપી તૈયાર છે. બાળકોને પરિક્ષા સંબંધી દરેક પાસાનો ખ્યાલ આપી પરીક્ષાના દરેક પેપરના ચિત્રો દોરવી પ્રેક્ટીસ કરાવે છે. બાળકોએ તૈયાર કરેલ ચિત્રોનું ચિત્ર પ્રદર્શન યોજી શાળાના ધોરણ ૫ થી ૮ ના બાળકોને પ્રોત્સાહિત કરે છે. 
                    પરિક્ષામાં બેસનાર બાળકોની યાદી ...





Wednesday 24 September 2014

MHRD ટીમ મોનીટરીગ

                                                           
                                                         MHRD ટીમ મોનીટરીગ

                   આજે અમારી શાળામાં અમદાવાદથી પધારેલ MHRD ટીમ દ્વારા મોનીટરીગ કરવામાં આવ્યું. જેમાં શાળાનું શૈક્ષણિક સ્તર, વહીવટી કામગીરી અને ભૌતિક સુવિધાઓની ચકાસણી કરવામાં આવી. સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ રીસર્ચ , અમદાવાદથી પધારેલ અધિકારીશ્રી દક્ષ પ્રજાપતિ - સ્પાઇસર દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું.
           શાળાનું શૈક્ષણિક સ્તર, વહીવટી કામગીરી અને ભૌતિક સુવિધાઓનું શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલને સાથે રાખી ચકાસણી કરી. આ પ્રસંગે કેન્દ્રના સી.આર.સી. રાજેશ્રીબેન ટંડેલ પણ હાજર રહી જરૂરી માહિતી પૂરી પાડી. શાળાની વિવિધ બાબતોની ચકાસણી અનુસંધાને એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રીમતી મેઘનાબેન પટેલ અને સમિતિના અન્ય સભ્યો તથા વિકલાંગ બાળકના વાલીને પણ હાજર રાખી શાળાની જુદી જુદી બાબતો વિષે માહિતી મેળવી. 
            શાળામાં પધારેલ અધિકારીશ્રીએ મોનિટરિંગ બાદ પોતાના અભિપ્રાયમાં શાળામાં થતી વિવિધ શાળાની શૈક્ષણિક પ્રવૃતિઓ , શાળાની વહીવટી કામગીરી અને શાળાની ભૌતિક સુવિધા નિહાળી ખુબજ પ્રભાવિત થયા અને સારો પ્રતિભાવ આપ્યો. એમણે આપેલ પ્રતિભાવના શબ્દો. " ૧ થી ૮ ના દરેક બાળકોનો અભ્યાસ અને શિક્ષણકાર્ય ખુબજ સરસ થાય છે."  આ એમના અમારી શાળા પ્રત્યેના પ્રતિભાવના મુખ્ય શબ્દો રહ્યા.
         શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ આવનાર અધિકારીશ્રીના મોનીટરીંગ કાર્યમાં સારો સહકાર આપ્યો.
          અધિકારીશ્રીએ શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલ અને શિક્ષકોને અભિનંદન આપી બિરદાવ્યા.
                                 આજના પ્રસંગની તસ્વીર......