ગર્લ્સ એજ્યુકેશન અંતર્ગત જાતીય સમાનતા વિક કાર્યક્રમની ઉજવણી સપ્ટેમ્બર - ૨૦૧૨ અતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન શાળામાં કરવામાં આવ્યુ. શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી. જેમાં ધોરણ-૧ થી ૮ ના મોટાભાગના બાળકોએ ભાગ લીધો. કાર્યક્રમ અતર્ગત ધોરણ-૧ માટે રમત નદીકિનારો, ધોરણ-૨ માટે સંગીત ખુરશી , ધોરણ- ૩ માટે દોરીકૂદ, ધોરણ- ૪ માટે ભૂખ્યાપંખી , ધોરણ- ૫ માટે લગડી દોડ અને સોયદોરો, ધોરણ-૬ માટે કોથળાદોડ, ધોરણ-૭ તથા ૮ માટે કબડ્ડી, ખોખો ,લાંબી દોડ , ગોળાફેંક , લાંબીકુદ, ચિત્રસ્પર્ધા , વકતૃત્વસ્પર્ધા , વિગેરે નું આયોજન થયું.
સ્પર્ધાની તસ્વીર
No comments:
Post a Comment