અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Friday, 12 June 2015

શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૫

શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૫
                   આજરોજ અમારી શાળામાં સને - ૨૦૧૫/૧૬ ના શૈક્ષણિક સત્રમાં ધોરણ- ૧ માં નવા પ્રવેશ મેળવેલા બાળકોનો પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો.
                   શાળાના નવા શૈક્ષણિક સત્ર - ૨૦૧૫-૧૬  ની શુભ શરૂઆત તારીખ - ૮/૬/૨૦૧૫ ના રોજ થઈ ગઈ. સાથે સાથે શાળામાં નવા પ્રવેશ લેનારા બાળકો માટે સરકાર શ્રી નો ' શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૫ '  ની ઉજવણી તારીખ ૧૧/૬ ,૧૨/૬ ,૧૩/૬/૨૦૧૫ ના દિવસો દરમ્યાન નક્કી કરવામાં આવ્યો. અમારી શાળામાં આ કાર્યક્રમ તારીખ- ૧૨/૬/૨૦૧૫ નાં દિને એટલે કે આજ રોજ રાખવામાં આવ્યો.
                             આજરોજ શાળાના પટાંગણમાં " શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૪" કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલ ગણદેવી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબશ્રી. , જીલ્લા પંચાયત સભ્ય શ્રી. વિનોદભાઈ પટેલ, તાલુકાના સભ્ય શ્રીમતી ભાણીબેન પટેલ તાલુકાના  તથા અન્ય અધિકારી શ્રીઓની હાજરીમાં પોસરી શાળાના ધોરણ-૧મા પ્રવેશ લેનારા ૩૧ બાળકો, ધોરણ-૬મા પ્રવેશ લેનારા ૧૨  બાળકો અને અન્ય ધોરણ માં પ્રવેશ લેનારા  બાળકોને શાળા પ્રવેશોત્સવ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો. ગામની અન્ય શાળા માસ્કરા પ્રાથમિક શાળાના ૩  બાળકો  અને સુઈતલાવડી વર્ગ શાળાના ૩ બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો. આગણવાડી ના બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો.
                                      આજના પ્રસંગે વિશેષ સિદ્ધિ મેળવેલ બાળકોને પધારેલા મહેમાનો દ્વારા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. અધિકારીશ્રીઓએ આજના પ્રસગ અનુરૂપ વાતો કરી જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું.

                           આજના પ્રસંગની તસ્વીર...................

No comments:

Post a Comment