અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Friday, 24 June 2016

આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવણી-૨૦૧૬

                     આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવણી-૨૦૧૬

                                                   તારીખ- ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિન


                                     આજરોજ અમારી શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી.

                              "૨૧ માર્ચ આંતરરાષ્ટ્રીય યોગ દિન "    યોગ - પ્રક્રિયા શરીર - મન - પ્રાણને સંતુલિત કરી પૂર્ણ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. 
                      આજનો દિવસ ભારતીયની દેન છે. આજના દિવસે પહેલી વખત વિશ્વના ૧૯૨ દેશોમાં વિશ્વ યોગ દિનની ઉજવણી થશે. નિયમિત યોગ કરવાથી અનેક શારીરિક ફાયદાઓ રહેલા છે. જે બાબત હવે વિશ્વના અનેક દેશો માનતા થયા.
                       આજના યોગ દિનની ઉજવણી અમારી શાળાએ પણ પોતાની અનોખી રીતે કરી. સવારે ૭:૦૦  કલાકે શાળાના મેદાનમાં શાળાના તમામ શિક્ષકો , આગણવાડીના કાર્યકર બહેનો, તથા શાળાના ધોરણ- ૫ થી ૮ ના તમામ બાળકોએ ભેગા મળી આજના કાર્યક્રમ અનુસાર પ્રથમ શ્લોક ગાન , હાથ-પગની કસરત, યોગ આસનો, પ્રાણાયામ વગેરે કરી ભાગ લીધો.
                             આજના યોગ દિન ઉજવણીની તસ્વીર .............

                               આજના પ્રસંગની તસ્વીર...











Sunday, 19 June 2016

બાળ સંસદ ચુંટણી - ૨૦૧૬


    બાળ સંસદ ચુંટણી - ૨૦૧૬ 


                        તારીખ- ૧૮/૦૬/૨૦૧૬ ને શનિવારના રોજ શાળામાં ભારતીય લોકશાહી પધ્ધતિથી શાળા પંચાયતની ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું. આજની ચુંટણીનો મુખ્ય હેતુ શાળાના બાળકોમાં ભારતીય લોકશાહી ચુંટણી પ્રક્રિયા પધ્ધતિથી માહિતગાર બને એ હતો. પ્રથમ બે દિવસ પહેલા ચુંટણી જાહેરનામું બહાર પાડી અધ્યક્ષની પસંદગી થઇ. જેમાં ધોરણ - ૮ નો વિદ્યાર્થી કુંજ મુકેશભાઈ પટેલ અને વંશ મુકેશભાઈ પટેલ ની  પસંદગી થઈ. આ બંને પક્ષને એમનું ચુંટણી ચિન્હ ફાળવવામાં આવ્યું. જેમાં  કુંજ મુકેશભાઈ પટેલ ને કોમ્પ્યુટરનું  ચુંટણી ચિન્હ  અને વંશ મુકેશભાઈ પટેલને  મોબાઈલનું  ચિન્હ મળ્યું. ચાર દિવસ પહેલા  ધોરણ- ૫ થી ૮ ના વર્ગોની બાળકોની સંખ્યા અનુસાર સીટોની ફાળવણી કરવામાં આવી. અને ચુંટણી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.  જેમાં ધોરણ- ૫ ની ૨ સીટ, ધોરણ- ૬ ની ૨ સીટ , ધોરણ- ૭ - અ  ની ૪  સીટ , ધોરણ- ૭ - બ  ની ૪   સીટ અને ધોરણ- ૮- ની ૪ સીટ , આમ કુલ - ૧૬  સીટો મળી. અધ્યક્ષશ્રી ઓએ ધોરણવાર પોતાના ઉમેદવારો પસંદ કરી એમની પાસે ઉમેદવારી નોધાવી. 
                            જે મુજબ આજરોજ સવારે ૯.૦૦ કલાકે ચુંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ધોરણ ૫ થી ૮ ના તમામ બાળકોને સવારથી જ આજની ચુંટણીનો ખુબ ઉત્સાહ જોવા મળીઓ.તમામ બાળકોએ આજની ચુંટણીમાં ભારતીય લોકશાહી ચુંટણી પ્રક્રિયા અનુસાર મતદાનમાં ભાગ લીધો. આ મતદાન ૮:૩૦ કલાકે શરુ કરી ૧૦:૩૦ કલાકે પૂર્ણ થયું.મતદાન પૂર્ણ થતાંની સાથેજ શાળાના શિક્ષકોના સાથ સહકારથી મતગણના થઇ.મતગણત્રી પૂર્ણ થતા ધોરણવાર વિજેતા ઉમેદવારોની જાહેરાત  આજરોજ  કરવામાં આવી.
                   
                             આજનો દિવસ શાળા માટે ખુબજ મહત્વનો રહ્યો. ધોરણ- ૫ થી ૮ ના બાળકો ચુંટણી પ્રક્રિયા અંગે પ્રેક્ટીકલ જ્ઞાન આપવાનો પ્રયત્ન શાળાના શિક્ષકો અને આચાર્ય શ્રી દ્વારા કરવામાં આવ્યો. ધોરણ ૫ થી ૮ ના તમામ શિક્ષકોએ પૂરો સાથ અને સહકાર આપી બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું.
                                 આજના ચુંટણી પ્રક્રિયાની તસ્વીર



















Friday, 10 June 2016

શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૬

શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૬ 


                   આજરોજ અમારી શાળામાં સને - ૨૦૧ /૧૭  ના શૈક્ષણિક સત્રમાં ધોરણ- ૧ માં નવા પ્રવેશ મેળવેલા બાળકોનો પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો.
                   શાળાના નવા શૈક્ષણિક સત્ર - ૨૦૧૬ -૧૭   ની શુભ શરૂઆત તારીખ - ૧૦ /૬/૨૦૧૬  ના રોજ થઈ ગઈ. સાથે સાથે શાળામાં નવા પ્રવેશ લેનારા બાળકો માટે સરકાર શ્રી નો ' શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૬  '  ની ઉજવણી તારીખ ૮ /૬ ,૯ /૬ ,૧૦/૬/૨૦૧૫૬ ના દિવસો દરમ્યાન નક્કી કરવામાં આવ્યો. અમારી શાળામાં આ કાર્યક્રમ તારીખ- ૧૦ /૬/૨૦૧૬  નાં દિને એટલે કે આજ રોજ રાખવામાં આવ્યો.
                             આજરોજ શાળાના પટાંગણમાં " શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૬ " કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલ નવસારી જીલ્લા નસાબંધી અને આબકારી ખાતાના  અધિક્ષકશ્રી.પી .એન. ચરખાવાલા સાહેબ , જીલ્લા પંચાયત સભ્ય શ્રી. વિનોદભાઈ પટેલ, તાલુકાના સભ્ય શ્રીમતી સીતાબેન પટેલ તાલુકાના અન્ય અધિકારીશ્રીઓની હાજરીમાં પોસરી શાળાના ધોરણ-૧મા પ્રવેશ લેનારા ૨૨  બાળકો, ધોરણ-૬મા પ્રવેશ લેનારા ૧૨  બાળકો અને અન્ય ધોરણ માં પ્રવેશ લેનારા  બાળકોને શાળા પ્રવેશોત્સવ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો. ગામની અન્ય શાળા માસ્કરા પ્રાથમિક શાળાના ૧૦  બાળકો  અને સુઈતલાવડી વર્ગ શાળાના ૭  બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો. આગણવાડી ના બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો.
                        આજરોજ શાળાને પ્લેવર બ્લોક માટે દાન આપનાર ગામના વડીલશ્રી ભગવાનભાઈ પટેલને સન્માનિત કરવામાં આવ્યા.
                                      આજના પ્રસંગે વિશેષ સિદ્ધિ મેળવેલ બાળકોને પધારેલા મહેમાનો દ્વારા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. અધિકારીશ્રીઓએ આજના પ્રસગ અનુરૂપ વાતો કરી જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું.

                           આજના પ્રસંગની તસ્વીર...................








Wednesday, 20 April 2016

NMMS પરિક્ષા પરિણામ - ૨૦૧૫/૧૬

                                                 

  NMMS-2015 RESULT DECLARED


FOR RESULT  રીઝલ્ટ જોવા અહી ક્લિક કરો.

NMMS 2015 RESULTS DECLARED NMMS – 2015 નું પરીણામ જાહેર થયેલ છે. Result પર ક્લીક કર્યા બાદ તમારો કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખી તમારૂ પરીણામ (ગુણ) જાણી શકો છો. મેરીટમાં આવતા વિદ્યાર્થીઓની યાદી  જાહેર થયેલ છે.




              

                                NMMS સ્કોલરશીપ પરીક્ષા - ૨૦૧૫ 

                                 અમારી શાળાના ધોરણ - ૮ ના બાળકોએ NMMS સ્કીમ અંતર્ગત સ્કોલરશીપ પરિક્ષા - ૨૦૧૫   માં પોતાની ઉમેદવારીની  ઓનલાઈન નોધણી કરાવી. તમામ બાળકોએ આ  પરિક્ષા આપી હતી . આજરોજ જાહેર થયેલ મેરીટ યાદીમાં નવસારી જીલ્લામાંથી પ્રાથમિક વિદ્યામંદિર, પોંસરી શાળાના કુલ ૧૪  વિદ્યાર્થીઓ મેરીટમાં આવી શિષ્યવૃત્તિ મેળવવાના હકદાર બન્યા છે. વિશેષ સિદ્ધિ અમારી શાળાની વિદ્યાર્થીની કુમારી તન્હા ધનસુખભાઈ પટેલે ૧૪૧ ગુણ મેળવી નવસારી જીલ્લામાં તૃતીય સ્થાન મેળવી શાળા અને  ગામનું નામ રોશન કરેલ છે. મેરીટમાં આવેલ તમામ બાળકોને શાળા પરિવાર વતી ખુબ ખુબ અભિનંદન.


Sunday, 13 March 2016

વાંચન સપ્તાહ ઉજવણી કાર્યક્રમ-2016

                       વાંચન સપ્તાહ ઉજવણી કાર્યક્રમ-2016

           વાંચન સપ્તાહ ઉજવણી અંતર્ગત સપ્તાહ દરમ્યાન કરવાની પ્રવૃતિનું આયોજન 


દ્વિતીય સત્ર મુલ્યાંકન કસોટી - ૨૦૧૫/૨૦૧૬

દ્વિતીય સત્ર મુલ્યાંકન કસોટી - ૨૦૧૫/૨૦૧૬ 

                                  નવસારી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં દ્વિતીય સત્ર -૨૦૧૬  માં લેવામાં આવનાર મુલ્યાંકન કસોટીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ તારીખ - ૧૧/૪/૨૦૧૬  થી મુલ્યાંકન કસોટીના પેપરો શરુ કરી તારીખ - ૨૧/૪/૨૦૧૬  ના રોજ પૂર્ણ થશે. ઉનાળુ વેકેશન તારીખ - ૨/૫/૨૦૧૬  થી ૫/૬/૨૦૧૬  દરમિયાન રહેશે. તારીખ - ૬/૬/૨૦૧૪ થી નવું સત્ર શરુ થશે.
                                કસોટીનો કાર્યક્રમ નીચે મુજબ  છે.
                               


કસોટીનું પરિણામ તારીખ- ૩૦/૦૪/૨૦૧૬ ના રોજ જાહેર કરવામાં આવશે.

માધ્યમિક શિષ્યવૃતિ પરિક્ષા - ૨૦૧૫-૧૬

   માધ્યમિક શિષ્યવૃતિ પરિક્ષા - ૨૦૧૫-૧૬ 

                                             માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષા - ૨૦૧૫-૧૬ 
                 તારીખ- ૧૮/૧૦/૨૦૧૫ ને રવિવારના દિને તાલુકા શાળા ધના ભાવસાર કુમાર શાળામાં રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક - માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષા - ૨૦૧૫નું આયોજન થયેલ. જેમાં  ધોરણ- ૮ ના બાળકો માટે માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષા યોજાઈ હતી .
                   અમારી શાળાના  ધોરણ- ૮ ના ૨૪ બાળકોએ માધ્યમિક શિષ્યવૃત્તિ  પરિક્ષામાં ભાગ લીધો. જેમાં શાળાનો વિદ્યાર્થી મોનીલ ચંદ્રકાંતભાઈ પટેલ નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં ચોથો ક્રમ મેળવી શાળા અને ગામનું નામ રોશન કરે છે. સાથે સાથે આ પરિક્ષામાં ભાગ લેનાર તમામ બાળકો પણ સારા ગુણ સાથે પાસ થયેલ છે. આ પરિક્ષામા અમારી શાળામાંથી વધુ બાળકોએ ભાગ લઇ પોતાની પ્રતિભા રજુ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ હતો. જેમાં શાળાના તમામ ભાગ લેનાર બાળકો સારા ગુણ સાથે પાસ થઇ શાળા અને ગામનું નામ રોશન કરેલ છે. 
                           સૌને શાળા પરિવાર તરફથી ઉજ્વળ કારકિર્દી માટે શુભેચ્છા.....

શાળાનું પરિણામ 



ગણદેવી તાલુકામાં શાળાનું મેરિટ 



Tuesday, 23 February 2016

ચિત્ર સ્પર્ધા- ૨૦૧૬

                                                       વાસ્મો અંતર્ગત ચિત્ર સ્પર્ધા- ૨૦૧૬

                    અમારી શાળામાં વાસ્મો અંતર્ગત જળસંચય વિષય પર ધોરણ- ૬ થી ૮ ના બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો.