અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Sunday 14 April 2013

તિથીભોજન અને વિદાય સમાંરભ

       તારીખ ૧૨-૪-૨૦૧૩નો  દિવસ અમારી શાળા માટે ખાસ દિવસ રહયો. આજે શાળામાંના  ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓ માટે વિદાય આપવાનો પ્રસંગ અને  તિથીભોજનનું આયોજન.
             આજના દિવસે ધોરણ-૮ માંથી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી આગળ અભ્યાસ માટે શાળા છોડી જનારા ધોરણ-૮ ના બાળકોને વિદાય આપવાનો રહયો. વિદાય લેતા બાળકોને શાળાના આચાર્યશ્રીએ વધુ અભ્યાસ અંગે, શિસ્ત અંગે અને વ્યસનો અંગે માર્ગદર્શન આપી બાળકોને યોગ્ય શિખામણ આપી. આજના પ્રસગે શાળામાં ખાસ પધારેલા એસ.એમ.સી. ના અધ્યક્ષ શ્રી નારણભાઈ કે. પટેલે પણ બાળકોને ખુબ સરસ માર્ગદર્શન આપી ઉચ્ચ અભ્યાસ માટે અર્શીર્વચન આપ્યા. શાળાના અન્ય શિક્ષકો એ પણ વિદાય લેતા બાળકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું. સૌને આગળના અભ્યાસ માટે શુભકામના પાઠવવામાં આવી.
                    શાળાના મહામંત્રી પ્રિન્સ એચ.પટેલે શાળાના ગુરુજનોના કર્યો ને બિરદાવી પોતાનો અભિપ્રાય આપ્યો. ધોરણ-૮ ની વિદ્યાર્થીની ઉન્નતિબેન ડી. પટેલે શાળાને ગુલાબના ફૂલ સાથે સરખાવી, દરેક ગુરુજનોનો અભાર વ્યક્ત કરી ખુબ સરસ અભિપ્રાય આપ્યો.
 આજના દિવસે  શાળામાં તિથીભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું. આજનું ભોજન ગામના અગ્રણી અને શાળાને મદદરૂપ બનનાર એવા શ્રી  મુકેશભાઈ કીકાભાઇ પટેલ  ,   મોરિયા ફળિયા તરફથી એમના ભત્રીજા સ્વ. હર્ષ સુરેશભાઈ પટેલના મનમાં આપવામાં આવ્યું. સ્વ. હર્ષ સુરેશભાઈ પટેલ આ શાળાના વિદ્યાર્થી હતા અને એમણે ૧ થી ૩ ધોરણ સુધી આ શાળામાં અભ્યાસ કર્યો હતો. પરંતુ કુદરતી કારણોસર ટુકી માંદગી ના કારણે એમનું અવસાન થયું હતું. આજના તિથી ભોજનના પ્રસગે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીને બે મીનીટનું મૌન પાળી સ્વ.ના આત્માને શાંતિ મળે એવી પ્રાથના કરવામાં આવી. શાળાના ૩૪૬ વિદ્યાર્થી , ૧૨ શિક્ષકો  અને એમના કુટુંબના સભ્યોએ ભોજનનો લાભ લીધો.

એસ .એમ.સી. અધ્યક્ષશ્રી દ્વારા ઇનામ વિતરણ
એસ .એમ.સી. અધ્યક્ષશ્રી દ્વારા ઇનામ વિતરણ 

એસ .એમ.સી. અધ્યક્ષશ્રી દ્વારા માર્ગદર્શન 

આચાર્યશ્રી નું માર્ગદર્શન અને શુભેચ્છા




No comments:

Post a Comment