તારીખ ૧૦-૬-૨૦૧૩ ને સોમવારના રોજ શાળાના નવા સત્રની શરૂઆત બાળકોના કિલ્લોલથી ગૂંજી ઉઠી. સત્રની શરૂઆત પ્રાર્થનાથી કરી શાળાના આચાર્યશ્રી એ બાળકો અને શિક્ષકોને શુભકામના પાઠવી. આજે માધ્યમિક શાળામાંથી સરપ્લસ થઈને અત્રેની શાળામાં નિમણુક થઈને નવા આવેલા શિક્ષક શ્રી શૈલેશકુમાર સી. પટેલ ને શાળાના આચાર્યશ્રી એ આવકારી શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવી. નવા શિક્ષક શ્રીએ શાળાના વાતાવરણ અને શાળાના બાળકોના શિસ્તની પ્રસંસા કરી. ભૂતપૂર્વ આચાર્યશ્રી શંકરભાઈ પટેલે પણ નવા શિક્ષક્ને આવકારી શુભકામના પાઠવી.
આજના પ્રસગની તસ્વીર.
 |
આચાર્યશ્રીનું ઉદબોધન |
 |
શૈલેશકુમાર પટેલનું સ્વાગત |
 |
નવા શિક્ષક નું પ્રવચન |
No comments:
Post a Comment