અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday 13 June 2013

શાળા પ્રવેશોત્સવ ૨૦૧૩

" ઉજજવળ ભવિષ્યનું પ્રથમ પગથિયું એટલે શાળા પ્રવેશોત્સવ "

            " શિક્ષણએ સમાજને સાચે રસ્તે લઈ જવાનો પાકો રસ્તો છે." માનનીય મુખ્યમંત્રીશ્રી  નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ વાક્યને સાર્થક કરવા આજરોજ તારીખ ૧૩/૬/૨૦૧૩ ને ગુરુવારના દિને અમારી શાળામાં સવારે ૯:૩૦ કલાકે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું  આયોજન ધામધુમથી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું.
               આજના પ્રસગે શાળામાં પધારેલા મુખ્ય મહેમાન માનનીય શ્રી પી.બી.ગોંડિયા જોઈન્ટ ડાયરેક્ટર સિવિલ ડીફેન્સ અમદાવાદ ગુજરાત, મામલતદાર શ્રીં ગણદેવી , બી.આર.સી.શ્રી કિસનભાઈ તથા અન્ય મહેમાનોનું સ્વાગત કુમકુમ તિલક થી શાળાની બાલિકાઓ દ્વારા કરવામાં આવ્યું. શાળાના બાળકોએ તાલીઓના ગડગડાટથી સૌને વધાવી લઈ આવકાર આપ્યો.
              શાળા પ્રવેશોત્સવની શરૂઆત આજના પ્રસંગે પધારેલા મુખ્ય મહેમાન માનનીય શ્રી પી.બી.ગોંડિયા સાહેબના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. શાળાના બાળકો દ્વારા " મનુષ્ય તું મહાન " ગીતનું ગાન કરવામાં આવ્યું. આજે પ્રવેશ લેનાર ધોરણ-૧ માં અમારી શાળાના ૨૪ બાળકો , માંસ્કરા શાળાના ૪ બાળકો  અને સુઇતલાવડી શાળાના ૪ બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો. પધારેલા મહેમાનોનો હસ્તે શૈક્ષનિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે આગણવાડીના બાળકોને રમકડા અને સુખડી નું વિતરણ કરી આવકારવામાં આવ્યા.
                     આજના પ્રસગે અત્રેની શાળામાં પધારેલા અમારા મોઘેરા મહેમાન શ્રી પી.બી.ગોંડિયા સાહેબનું અમારી એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી નારણભાઈ પટેલે મોમેન્ટો અને પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. અન્ય પધારેલા મહેમાનોનું સ્વાગત શાળાની બાલિકાઓ એ પુસ્તકો આપી કર્યું.
                           પધારેલા મુખ્ય મહેમાન શ્રી એ પોતાના પ્રવચનમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું મહત્વ , પ્રવેશોત્સવ ઉજવણીની ફલશ્રુતિ , શાળા વિકાસમાં લોક ભાગીદારી જેવા પ્રસગોની વાતો ઉપસ્તિત વાલીઓ અને ગામજનોને કરી શિક્ષણ દ્વારા સમાજને આગળ લઈ જવાની સરસ સમજ આપી. શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું. સાથે સાથે શાળાએ કરેલ તૈયારીઓ , શાળાના બાળકોનો ઉત્સાહ અને ગામલોકોના ઉત્સાહની પ્રશંસા કરી શાળા અને ગામ ઉતરોતર પ્રગતિ કરતા રહે એવા આશીર્વચનો આપ્યા.
                              આજના કાર્યક્રમ ની તસ્વીરો દ્વારા એક ઝલક....

મહેમાનોનું સ્વાગત 

દીપપ્રાગટય 

બાળકો દ્વારા પ્રાર્થના

મહેમાનનું સ્વાગત 

કીટ વિતરણ અને શાળા પ્રવેશ 

ઇનામ વિતરણ 

ઇનામ વિતરણ 

પ્રસગોપાત ઉદબોધન 

ગ્રુપ મીટીગ 




     

No comments:

Post a Comment