અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Friday 13 December 2013

સરદાર બાળમેળો - ૨૦૧૩

                     જી.સી.ઈ.આર.ટી . ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન . નવસારી આયોજિત " સ્ટેચ્યુ ઓફ યુનિટી " થીમ આધારિત સરદાર બાળમેળો આજરોજ અમારી શાળામાં યોજવામાં આવ્યો. આજરોજ ધોરણ- ૧ થી ૮  ના બાળકોને શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે સરદારના જીવન પ્રસગોની માહિતી આપી.બાળમેળાનું મહત્વ સમજાવી એ અંતર્ગત કરવાની જુદી જુદી આનંદદાયી પ્રવૃતિઓની સમજ  આપી આ પ્રવૃતિઓનું જીવનમાં મહત્વ સમજાવ્યું. આજરોજ  વિશેષ બાળમેળા અંતર્ગત પ્રથમ સવારે શાળા પરિવારની હાજરીમાં નવા મકાનનું ખાતમૂહુર્ત શાળાની મહામંત્રી કુમારી ઝાન્વી એમ.પટેલના વરદ હસ્તે ગોરમહારાજની હાજરીમાં મંત્રોત્ચાર સાથે કરી બાદમાં બાળમેળાની શરૂઆત કરવામાં આવી. ધોરણ - ૧ થી ૫ ના બાળકોને ટુકડી મુજબ શાળાના શિક્ષકો દ્વારા બાળરમત, બાળગીત, ચિત્ર રંગપુરણી, છાપકામ, કાતરકામ , વિજ્ઞાન પ્રયોગ શાળા , સંગીત , ચિત્રકામ , અક્ષરલેખન , બાળનાટક વગેરે પ્રવૃત્તિ કરાવી. આજના બાળમેળા અંતર્ગત કરવામાં આવેલ પ્રવૃતિઓનું બાદમાં પ્રદર્શન યોજવામાં આવ્યું. શાળાના આચાર્ય શ્રીએ બાળકોને અને શિક્ષકોને આભિનંદન આપ્યા.
                       આજના બાળમેળાની તસ્વીર ------









પ્રવૃત્તિ કરતા બાળકો




 
બાળમેળા ને પ્રોત્સાહિત કરતા અમારા સી.આર.સી. બેન કુમારી રાજેશ્રીબેન


 
વિજ્ઞાનના પ્રયોગોનું નિદર્શન
 
 
 
 
કાગળકામ પ્રવૃત્તિ
 
 
સંગીત- બાળગીત
 
 
 
 

No comments:

Post a Comment