અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Tuesday, 23 February 2016

બાળમેળો - ૨૦૧૧૬

                                           બાળમેળો - ૨૦૧૬ 

                     અમારી શાળા આજરોજ તારીખ - ૨૩/૨/૨૦૧૫ ને મંગળવારના દિને નવસારી જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંચાલિત ધોરણ ૧ થી ૫ માટે આંનદદાયી બાળમેળો તથા ધોરણ- ૬ થી ૮ માટે લાઈફ સ્કીલ બાળમેળો યોજવામાં આવ્યો. શાળામાં આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ અને આયોજન મુજબ ધોરણ ૧ થી ૫ ના બાળકોએ અભિનયગીત , ચિત્ર રંગપુરણી , ચીટકકામ , બાળરમતો, સર્જનાત્મક પ્રવૃત્તિ વગેરે યોજવામાં આવ્યા. તથા ધોરણ- ૬ થી ૮ માં સર્જનાત્મક પ્રવૃત્તિ , રમત ગમત ના કૌશલ્ય, જાદુઈ પ્રયોગો, ચિત્રકલા જેવી પ્રવૃત્તિ યોજવામાં આવી. શાળાના શિક્ષકોએ પોતાની જુદી જુદી કલાનો બાળકો સમક્ષ પીરસવાનો પ્રયત્ન કરી પુરા દિવસ દરમ્યાન બાળકોને સાચા અર્થમાં મનોરંજન આપી બાળમેળાની ઉજવણી કરી.
                    પુરા દિવસ દરમ્યાન શાળાના આચાર્યશ્રીનું માર્ગદર્શન મળતું રહ્યું.
                   આજની ઉજવણીની તસ્વીર ........











Monday, 1 February 2016

મહાત્મા ગાંધી પુણ્યતિથિ - ૨૦૧૬

મહાત્મા ગાંધી પુણ્યતિથિ  - ૨૦૧૬

                   તારીખ - ૩૦/૦૧/૨૦૧૬ ને શનિવાર ના રોજ ગાંધીજી ની પુણ્યતિથિ એ શાળામાં સવારે ૧૧:૦૦ કલાકે બે મિનીટ મૌન પાળી શ્રધાંજલિ આપવામાં આવી .
                      આજની તસ્વીર .............


શાળા આરોગ્ય તપાસણી- ૨૦૧૬

શાળા આરોગ્ય તપાસણી - ૨૦૧૫/૧૬ 

                    ગુજરાત સરકાર દ્વારા  આયોજિત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ - ૨૦૧૫ /૧૬  અંતર્ગત અમારી શાળામાં  સરકારશ્રીના કાર્યક્રમ મુજબ બાળકોના આરોગ્યની તપાસ બીગરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી. બાળકોમાં જોવા મળતા શ્વસન તંત્રના રોગ, ચામડીના રોગ, કાનમાં પરુ, દાંતનો સડો તેમજ આંચકીના રોગો જેવા રોગોની ચકાસણી કરવામાં આવી. તે સાથે બાળકોમાં વિટામીન એ, ડીની ઉણપ છે કે કેમ પાડુંરોગ, અતિગંભીર કુપોષણ, ગોઇડર સહિ‌તની પણ ચકાસણી કરવામાં આવી.બાળકમાં દૃષ્ટી ખામી, સાંભળવામાં તકલીફ, હલનચલનની ચેતાલક્ષી વિકૃતિ, હિ‌મોફીલીયા અને થેલેસેમિયાની પણ ચકાસણી કરવામાં આવી.

                     આજની આરોગ્યની તપાસણી  બાદ જરૂરિયાત મંદ બાળકોને દવાઓ પૂરી પાડવામાં આવી. 


આજના કાર્યક્રમની તસ્વીર ..............




રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી - ૨૦૧૬

રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી - ૨૦૧૬ 




રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી - ૨૦૧૬  
                             તારીખ - ૨૫/૧/૨૦૧૬  ને શનિવારના રોજ ઉજવવામાં આવતા રાષ્ટ્રીય મતદાતા દિન ની ઉજવણી અમારી શાળામાં ધોરણ - ૬ થી ૮ ના શાળાના બાળકો , બી.એલ.ઓ. અને શાળાના શિક્ષકોએ સાથે મળીને કરી.
                            ધોરણ - ૬ થી ૮ ના બાળકોની ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. મતદાન મથક ભાગ નંબર - ૧૩૩ અને ભાગ નંબર - ૧૩૪ ના  ગામના મતદારોને પોતાના મતની અગત્યતા જણાવી. પોતાના કીમતી મતનો ઉપયોગ કરી લોકશાહીને સાચા અર્થમાં સાકાર કરવાની વાત કરવામાં આવી.
                            રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી - ૨૦૧૬ના  ધોરણ - ૬ થી ૮ ના બાળકોની ક્વીઝ સ્પર્ધાની તસ્વીર .....








Thursday, 28 January 2016

પ્રજાસત્તાક દિનની ઉજવણી-૨૦૧૬

પ્રજાસત્તાક  દિનની ઉજવણી-૨૦૧૬ 

                          પ્રજાસત્તાક  દિનની ઉજવણી-૨૦૧૬ 



                                અમારી શાળામાં ૬૭ માં પ્રજાસત્તાકદિન દિનની ઉજવણીના ભાગરૂપે તારીખ - ૨૬ / ૦૧ / ૨૦૧૬ ના દિને અમારી શાળામાં વિવિધ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી. 
        પ્રથમ રાજ્ય સરકારના કાર્યક્રમ મુજબ " દીકરીની સલામ દેશને નામ " ના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમ ગામની સૌથી વધુ ભણેલ દીકરી વીજલ મુકેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આજના કાર્યક્રમમાં ગામમાંથી આવેલ આગેવાનો એ પણ ધ્વજવંદનમાં ભાગ લીધો. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરનારા આપણા વીર સપુતોને શ્રધાંજલી આપવાનો અને એમણે દર્શાવેલ માર્ગે આગળ વધવાનો સંકલ્પ કરવાનો આજનો દિવસ.
                 આજના પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજના  સાંસ્કુતિક કાર્યક્રમમાં શાળાના બાળકોએ બાળવાર્તા, વકતૃત્વ , દેશભક્તિ ગીત , અભિનય ગીત, નાટક , મ્યુઝીકલ ડાન્સ વગેરે રજુ કરી આમંત્રિતોને મંત્રમુગ્ધ કર્યા.શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે આજના પ્રસંગનું ઐતિહાસિક મહત્વ બતાવ્યું. સાથે સાથે શાળાની પ્રગતિનો ચિતાર રજુ કર્યો. 
                ધ્વજવંદન કાર્યક્રમ ગામની સૌથી વધુ ભણેલ દીકરી વીજલ મુકેશભાઈ પટેલ પણ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા.
                    આજના પ્રસંગની તસ્વીર.       











Tuesday, 19 January 2016

પતંગોત્સવ- ૨૦૧૬

પતંગોત્સવ- ૨૦૧૬ - ઉજવણી 

               ૧૪ મી જાન્યુઆરી ૨૦૧૬    મકરસક્રાંતિ પ્રસંગે શાળામાં પતંગ મહોત્સવનું આયોજન તારીખ ૧૫-૧-૨૦૧૬  ના દિવસે કરવામાં આવ્યું. સાંજે ૪-૦૦ કલાકે શાળાના મેદાનમાં ધોરણ ૫ થી ૮ ના બાળકોએ   આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવી ખુબ આનંદ લીધો.  







Thursday, 7 January 2016

ગુણોત્સવ- ૨૦૧૫-૨૦૧૬


ગુણોત્સવ – ૨૦૧૫/૧૬

               રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં તારીખ- ૭/૦૧/૨૦૧૬ , ૮/૦૧/૨૦૧૬ અને ૯/૦૧/૨૦૧૬ ના દિવસો દરમ્યાન ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
               આ કાર્યક્રમ મુજબ અમારી શાળામાં આજરોજ ગુણોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત શાળાની સમૂહપ્રાર્થનાથી ૧૦:૩૦ કલાકે કરવામાં આવી. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એસ.એમ.સી. પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ પટેલ તથા સભ્યશ્રી અનિલભાઈ પટેલ દ્વારા પ્રાર્થના સભામાં હાજર રહી બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શાળાની સમૂહ પ્રાર્થનાનું સંપૂર્ણ સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું. જેમાં પ્રાર્થનાનું સંચાલન કુમારી ખુશી પટેલે કર્યું. પ્રાર્થનામાં આજનું પંચાગ, આજના સમાચાર, આજનો સુવિચાર, આરોગ્ય વિષયક કથન , આજનો દીપક, આજનું ગુલાબ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. આજના દીપક અને આજના ગુલાબ માટે પસંદ થયેલ બાળકોનું અભિવાદન પધારેલા મહેમાન દ્વારા કરવામાં આવ્યું. મહેમાનો આજની પ્રાર્થના સભાથી ખુબજ પ્રભાવિત થયા.
                  પ્રાર્થના બાદ કાર્યક્રમ મુજબ ૧૧:૦૦ થી ૧૨:૪૦ ના સમયગાળા દરમ્યાન ધોરણ- ૬ થી ૮ ના બાળકોની ઓએમઆર  સીટ માં પ્રશ્નપત્ર નું મૂલ્યાંકન કરવામાં આવ્યું. બાદમાં આજના કાર્યક્રમ અનુસાર ધોરણ- ૨ થી ૫નું વાંચન, ગણન, અને લેખનનું સ્વમૂલ્યાંકન કરવામાં આવ્યું. સાથે સાથે ધોરણ- ૬ થી ૮ ના તમામ બાળકોનું પણ વાંચન, ગણન, અને લેખનનું સ્વમૂલ્યાંકન કરવામાં આવ્યું. જેમાં ધોરણ- ૫ ની ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો. શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલ દ્વારા દરેક ધોરણોમાં કરવામાં આવતા મૂલ્યાંકનનું નિરિક્ષણ કરવામાં આવ્યું.
               આજના ગુણોત્સવ કાર્યક્રમમાં હાજર રહેલ એસ.એમ.સી. પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ પટેલ તથા સભ્યશ્રી અનિલભાઈ પટેલ તથા શાળાના આચાર્ય શ્રી તથા શિક્ષકો અને બાળકોએ ખુબજ ઉત્સાહથી ભાગ લઇ સ્વમૂલ્યાંકન કરી આજના કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો. શાળાના એક અનેરા ઉત્સવ જેવો માહોલ બનાવવામાં આવ્યો.

             

Thursday, 24 December 2015

પ્રિ.ગુણોત્સવ - ૨૦૧૫-૧૬

                                    પ્રિ.ગુણોત્સવ - ૨૦૧૫-૧૬

                તારીખ ૨૩-૧૨-૨૦૧૫ ને બુધવારના રોજ અમારી શાળામાં પ્રિ.ગુણોત્સવ - ૨૦૧૫/૧૬ ના કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું. ગણદેવી તાલુકા પ્રાથમિક  શિ. સાહેબની મૌખિક સુચના મુજબ ધોરણ- ૧ થી ૮ ના બાળકો માટે પ્રિ. ગુણોત્સવ યોજવામાં આવ્યો.
                        અમારી શાળામાં તારીખ- ૨૩/૧૨/૨૦૧૫ ને બુધવારના દિને પ્રિ. ગુણોત્સવનું આયોજન થયું. શાળામાં ધોરણ- ૧ થી ૫ નો ગુણોત્સવ આગલા વર્ષોમાં થયેલ ગુણોત્સવ મુજબના ફોર્મેટ માં યોજવામાં આવ્યો. જયારે ધોરણ - ૬ થી ૮ માં પ્રશ્ન પત્ર લેખન અને વાંચન-ગણન- લેખન મૌખિક રીતે કરી બાળકોનું શૈક્ષણિક મુલ્યાંકન કરવામાં આવ્યું. સાથે - સાથે પ્રથમ સત્રના અભ્યાસક્રમનું પુનરાવર્તન કરવામાં આવ્યું. પ્રશ્નપત્ર ના ઉત્તરો OMR માં કરાવી પ્રેક્ટીસ આપવામાં આવી.
                        આજના પ્રશ્નપત્રમાં બાળકોને મળેલ ૧૦૦ પ્રશ્નનો ના ઉત્તર ૧૦૦ મીનીટની સમય મર્યાદામાં લખવાની પ્રેક્ટીસ કરવામાં આવી. આજના પ્રિ. ગુણોત્સવ માં ધોરણ - ૧ થી ૮ ના સૌ બાળકોએ ખુબજ ઉત્સાહથી ભાગ લીધો.
                          આજના પ્રિ. ગુણોત્સવના પેપરના ઉત્તરો લખવાના પ્રયત્નો કરતાં બાળકોની તસ્વીર .