અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday 7 January 2016

ગુણોત્સવ- ૨૦૧૫-૨૦૧૬


ગુણોત્સવ – ૨૦૧૫/૧૬

               રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં તારીખ- ૭/૦૧/૨૦૧૬ , ૮/૦૧/૨૦૧૬ અને ૯/૦૧/૨૦૧૬ ના દિવસો દરમ્યાન ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
               આ કાર્યક્રમ મુજબ અમારી શાળામાં આજરોજ ગુણોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત શાળાની સમૂહપ્રાર્થનાથી ૧૦:૩૦ કલાકે કરવામાં આવી. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એસ.એમ.સી. પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ પટેલ તથા સભ્યશ્રી અનિલભાઈ પટેલ દ્વારા પ્રાર્થના સભામાં હાજર રહી બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શાળાની સમૂહ પ્રાર્થનાનું સંપૂર્ણ સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું. જેમાં પ્રાર્થનાનું સંચાલન કુમારી ખુશી પટેલે કર્યું. પ્રાર્થનામાં આજનું પંચાગ, આજના સમાચાર, આજનો સુવિચાર, આરોગ્ય વિષયક કથન , આજનો દીપક, આજનું ગુલાબ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. આજના દીપક અને આજના ગુલાબ માટે પસંદ થયેલ બાળકોનું અભિવાદન પધારેલા મહેમાન દ્વારા કરવામાં આવ્યું. મહેમાનો આજની પ્રાર્થના સભાથી ખુબજ પ્રભાવિત થયા.
                  પ્રાર્થના બાદ કાર્યક્રમ મુજબ ૧૧:૦૦ થી ૧૨:૪૦ ના સમયગાળા દરમ્યાન ધોરણ- ૬ થી ૮ ના બાળકોની ઓએમઆર  સીટ માં પ્રશ્નપત્ર નું મૂલ્યાંકન કરવામાં આવ્યું. બાદમાં આજના કાર્યક્રમ અનુસાર ધોરણ- ૨ થી ૫નું વાંચન, ગણન, અને લેખનનું સ્વમૂલ્યાંકન કરવામાં આવ્યું. સાથે સાથે ધોરણ- ૬ થી ૮ ના તમામ બાળકોનું પણ વાંચન, ગણન, અને લેખનનું સ્વમૂલ્યાંકન કરવામાં આવ્યું. જેમાં ધોરણ- ૫ ની ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો. શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલ દ્વારા દરેક ધોરણોમાં કરવામાં આવતા મૂલ્યાંકનનું નિરિક્ષણ કરવામાં આવ્યું.
               આજના ગુણોત્સવ કાર્યક્રમમાં હાજર રહેલ એસ.એમ.સી. પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ પટેલ તથા સભ્યશ્રી અનિલભાઈ પટેલ તથા શાળાના આચાર્ય શ્રી તથા શિક્ષકો અને બાળકોએ ખુબજ ઉત્સાહથી ભાગ લઇ સ્વમૂલ્યાંકન કરી આજના કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો. શાળાના એક અનેરા ઉત્સવ જેવો માહોલ બનાવવામાં આવ્યો.

             

No comments:

Post a Comment