અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Saturday 21 June 2014

શાળા પંચાયત ચુંટણી - ૨૦૧૪

                   આજરોજ શાળામાં ભારતીય લોકશાહી પધ્ધતિથી શાળા પંચાયતની ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું. આજની ચુંટણીનો મુખ્ય હેતુ શાળાના બાળકોમાં ભારતીય લોકશાહી ચુંટણી પ્રક્રિયા પધ્ધતિથી માહિતગાર બને એ હતો. પ્રથમ બે દિવસ પહેલા ચુંટણી જાહેરનામું બહાર પાડી અધ્યક્ષની પસંદગી થઇ. જેમાં ધોરણ - ૮ નો વિદ્યાર્થી વિરેન આર પટેલ અને એક વિદ્યાર્થીની મિહીકા એ પટેલની પસંદગી થઈ. આ બંને પક્ષને એમનું ચુંટણી ચિન્હ ફાળવવામાં આવ્યું. જેમાં વિરેન આર. પટેલને મિસાઇલ અને મિહીકા એ. પટેલને કમ્પ્યુટર નું ચિન્હ મળ્યું. આગલા દિવસે ધોરણ- ૫ થી ૮ ના વર્ગોની બાળકોની સંખ્યા અનુસાર સીટોની ફાળવણી કરવામાં આવી. જેમાં ધોરણ- ૫ ની ૪ સીટ, ધોરણ- ૬અ ની ૩ સીટ , ધોરણ- ૬ -બ ની ૩ સીટ, ધોરણ- ૭ ની ૪ સીટ , ધોરણ- ૮- અ ની ૪ સીટ અને ધોરણ- ૮- બ ની ૪ સીટ , આમ કુલ - ૨૨ સીટો મળી. અધ્યક્ષશ્રી ઓએ ધોરણવાર પોતાના ઉમેદવારો પસંદ કરી એમની પાસે ઉમેદવારી નોધાવી. 
                            જે મુજબ આજરોજ સવારે ૯.૦૦ કલાકે ચુંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ધોરણ ૫ થી ૮ ના તમામ બાળકોને સવારથી જ આજની ચુંટણીનો ખુબ ઉત્સાહ જોવા મળીઓ.તમામ બાળકોએ આજની ચુંટણીમાં ભારતીય લોકશાહી ચુંટણી પ્રક્રિયા અનુસાર મતદાનમાં ભાગ લીધો. આ મતદાન ૧૦.૪૫ કલાકે પૂર્ણ થયું.મતદાન પૂર્ણ થતાંની સાથેજ શાળાના શિક્ષકોના સાથ સહકારથી બાળકોએ મતગણના થઇ.મતગણત્રી પૂર્ણ થતા ધોરણવાર વિજેતા ઉમેદવારોની જાહેરાત ૧૧.૦૦ કલાકે બધા બાળકોની હાજરીમાં જાહેર કરવામાં આવ્યું. વિજેતા ઉમેદવારોને તાળીઓથી વધાવી લેવામાં આવ્યા.
                         આજના પરિણામ દ્વારા વિરેન પટેલની પેનલને ૨૨ માંથી ૧૬ સીટો મળી. જયારે મીહિકા પટેલની પેનલને ૨૨ માંથી ૬ સીટો મળી. આમ મિસાઈલ નિશાનવાળા પક્ષ વિરેન પટેલ ના ઉમેદવારો ની બહુમતી થતા એમના પક્ષને વિજેતા જાહેર થયા. એમના  વિજેતા ઉમેદવારોએ બહુમતીથી વિરેન પટેલને શાળાના મહામંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા. એમણે એમના વિજેતા ઉમેદવાર માંથી સર્વસંમતીથી ઉપ મહામંત્રી તરીકે ધ્રુવિની ટી. પટેલની પસંદગી કરી. હવે એઓ સોમવારે એમના મંત્રીમંડળની રચના કરશે.અને એમને શાળા પંચાયતની રચના કરી મંત્રીઓની નિમણુંક કરી ધોરણવાર બાળકોની ફાળવણી કરી શાળાના કામની વહેચણી કરશે.
                             આજનો દિવસ શાળા માટે ખુબજ મહત્વનો રહ્યો. ધોરણ- ૫ થી ૮ ના બાળકો ચુંટણી પ્રક્રિયા અંગે પ્રેક્ટીકલ જ્ઞાન આપવાનો પ્રયત્ન શાળાના શિક્ષકો અને આચાર્ય શ્રી દ્વારા કરવામાં આવ્યો. ધોરણ ૫ થી ૮ ના તમામ શિક્ષકોએ પૂરો સાથ અને સહકાર આપી બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું.
                             

                                 આજના પ્રસગની તસ્વીર ...................














No comments:

Post a Comment