અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Saturday 2 August 2014

કલર કિંગ ગ્રુપ - નવતર પ્રવૃત્તિ -૨૦૧૪-૧૫


                        શૈક્ષિણક સત્ર ૨૦૧૪-૨૦૧૫ માટે અમારી શાળામાં એક નવતર પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું છે.  શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલના માર્ગદર્શન અને ઉપ શિક્ષકશ્રી શૈલેશકુમાર પટેલના આયોજન દ્વારા શાળા પરિવારના સહયોગથી શાળામાં ભણતા ધોરણ- ૧ થી ૮ ના તમામ બાળકોમાં રહેલ સૃસુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી આ પ્રવૃતિનું આયોજન કરવાનું વિચારી એનો અમલ કરવામાં આવ્યો છે.
                       સૌ પ્રથમ આ કલર કિંગ નવતર પ્રવૃત્તિ માટે  શાળાના ધોરણ- ૧ થી ૮ ના તમામ બાળકો ભાગીદાર બને અને સાથે આ પ્રવૃતિમાં સામેલ રહે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે.તેની  સાથે આ કલર કિંગ નવતર પ્રવૃત્તિ સને -૨૦૧૪ /૧૫ ના બંને સત્ર દરમિયાન ચાલુ રહે તેનું પણ ધ્યાન રાખી આયોજન કરવામાં આવ્યું છે.   તે મુજબ સૌ પ્રથમ ધોરણ - ૧ થી ૮  ને ત્રણ  વિભાગમાં વહેચવામાં આવ્યા. ધોરણ ૧ અને ૨ નો વિભાગ -૧ , ધોરણ ૩-૪-અને ૫ નો વિભાગ-૨ તથા ધોરણ ૬-૭ અને ૮ નો વિભાગ-૩ . આમ આ ત્યાર થયેલ ત્રણ વિભાગ માટે દરેક ધોરણ માં કુમાર/કન્યાની સરખી સંખ્યાના  પાંચ ગ્રુપની રચના કરવામાં આવી. એ મુજબ દરેક ધોરણમાં પાંચ ગ્રુપ બનાવવામાં આવ્યા. આ પાંચ ગ્રુપના દરેક ગ્રુપમાંથી એક બાળકને ગ્રુપ લીડર બનાવવામાં આવ્યા. આ ગ્રુપ લીડર એ એમના ગ્રુપના બાળકોની કામગીરી અને જરૂરી માર્ગદર્શન આપવાનું કામ કરશે.
                           આ રીતે અમારા આ કલર કિંગ નવતર પ્રવૃત્તિના કાર્યક્રમ માટે શાળાના ધોરણ - ૧ થી ૮ ના તમામ બાળકોને સામેલ કરી પાંચ ગ્રુપમાં વહેચવામાં આવ્યા છે. હવે આ દરેક ગ્રુપને તમામ બાળકો ઓળખી શકે એ માટે એને રેડ , બ્લેક , ગ્રીન , બ્લુ ,અને ઓરેન્જ ગ્રુપ નામકરણ કરવામાં આવ્યું. દરેક બાળકો પોતાના ગ્રુપને ઓળખી શકે એ માટે જે ગ્રુપનું નામકરણ કરવામાં આવ્યું એ ગ્રુપના દરેક બાળકોને શાળા તરફથી પોતાના ગ્રુપના નામકરણ મુજબ રિબન આપવામાં આવી. આ રિબન જે દિવસે સ્પર્ધા યોજવામાં આવે એ દિવસે બાળકો પોતાના શર્ટ પર ક્લીપની મદદથી લગાવશે.જેના દ્વારા પોતાના ગ્રુપની ઓળખ ઉભી થશે.
                          અ પ્રમાણે કલર કિંગ નવતર પ્રવૃત્તિ આયોજન મુજબ આખા વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. અને બાળકોમાં રહેલ વિવિધ શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. આખા વર્ષ દરમ્યાન થયેલ પ્રવૃત્તિ અનુસાર જે ગ્રુપ વધારે વાર વિજેતા બનશે એ ગ્રુપ 'કલર કિંગ ગ્રુપ' તરીકે જાહેર કરવામાં આવશે અને આ ગ્રુપને સત્રના અંતે ભવ્ય સન્માન કરવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું.

No comments:

Post a Comment