અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Tuesday, 20 October 2015

પ્રાથમિક - માધ્યમિક શિષ્યવૃતિ પરિક્ષા - ૨૦૧૫

                              પ્રાથમિક - માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષા - ૨૦૧૫
                 તારીખ- ૧૮/૧૦/૨૦૧૫ ને રવિવારના દિને તાલુકા શાળા ધના ભાવસાર કુમાર શાળામાં રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક - માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષા - ૨૦૧૫નું આયોજન થયું. ધોરણ-૫ ના બાળકોની પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષા અને ધોરણ- ૮ ના બાળકો માટે માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષા યોજાઈ.
                    આ પરિક્ષા માં અમારી શાળાના ધોરણ- ૫ ના ૧૭ બાળકોએ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષામા ભાગ લીધો. જયારે ધોરણ- ૮ ના ૨૪ બાળકોએ માધ્યમિક શિષ્યવૃત્તિ  પરિક્ષામાં ભાગ લીધો. આ પરિક્ષામા   અમારી શાળામાંથી વધુ બાળકોએ ભાગ લઇ પોતાની પ્રતિભા રજુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
                           સૌને શાળા પરિવાર તરફથી ઉજ્વળ કારકિર્દી માટે શુભેચ્છા.....

Saturday, 17 October 2015

મેથ્સ ઓલિમ્પિયાડ - ૨૦૧૫/૧૬

                                                 મેથ્સ ઓલિમ્પિયાડ - ૨૦૧૫/૧૬ 


                      તારીખ - ૧૫/૧૦/૨૦૧૫ થી ૧૭/૧૦/૨૦૧૫ દરમ્યાન જીલ્લા ક્ક્ષા ના ગણિત વિજ્ઞાના પ્રદર્શન માં મેથ્સ ઓલોમ્પિયાડ યોજવામાં આવ્યો. જેમાં અમારી શાળાએ  સી.આર.સી.ક્ક્ષાના પ્રદર્શનમાં  પ્રથમ ક્રમે  વિજેતા અને તાલુકાક્ક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં પ્રથમ ક્રમે વિજેતા વિદ્યાર્થીની  ધોરણ- ૮ ની  મૈત્રી કાંતિલાલ પટેલે ભાગ લીધો. મૈત્રી પટેલે જીલ્લાક્ક્ષાની   સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી જીલ્લાક્ક્ષાએ દ્વિતીય  સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું. 
            વિજેતા વિદ્યાર્થીની મૈત્રી કાન્તિલાલ પટેલને  શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું. શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે વિદ્યાર્થીની મૈત્રી પટેલને અભિનંદન આપ્યા. 




આરતી શણગાર સ્પર્ધા-૨૦૧૫/૧૬

                                                 

                                 આરતી શણગાર સ્પર્ધા  -૨૦૧૫/૧૬

                                  આજરોજ નવરાત્રી પર્વ ઉજવણી અંતર્ગત શાળાક્ક્ષાએ આરતી શણગાર  સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આજના દિને ધોરણ- ૬ થી ૮ ના બાળકોની અલગ અલગ આરતી શણગારની સ્પર્ધા કરવામાં આવી . બાળકોએ પોતાની કલાનો ઉપયોગ કરી વિવિધ શણગાર  કરી પોતાની આરતી તૈયારી કરી અને સ્પર્ધામાં ભાગ લીધો.
                                ધોરણ- ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. બાળકોએ તૈયાર કરેલ આરતીઓ ખુબજ સુંદર અને વિવિધતા ભરેલી હતી. આરતી શણગારવામાં બાળકોએ પોતાની જાતે જુદી જુદી વસ્તુઓ વાપરી હતી. આજની સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા બાળકોને શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે અને શાળાના શિક્ષકગણે અભિનંદન આપ્યા.
                               આજના પ્રસંગની તસ્વીરો................








વેશભૂષા સ્પર્ધા- ૨૦૧૫

                                                    વેશભૂષા સ્પર્ધા- ૨૦૧૫ 

                               આજરોજ નવરાત્રી પર્વ ઉજવણી અંતર્ગત શાળાક્ક્ષાએ વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આજના દિને ધોરણ- ૧ થી ૫ ના બાળકો અને ધોરણ- ૬ થી ૮ ના બાળકોની અલગ અલગ સ્પર્ધા કરવામાં આવી .   બાળકોએ જુદા જુદા પરિધાનમાં તૈયારી કરી અને સ્પર્ધામાં ભાગ લીધો.
                                     ભારત માતા , શહીદ ભગતસિંહ , દૂધવાળી , ફુગ્ગા વાળો , સૈનિક , માતાજી , જેવા વેશમાં પધારી ખુબજ હોંશે હોંશે ભાગ લીધો. વિજેતા થનાર બાળકોને શાળાના આચાર્ય શ્રી અને શિક્ષકગણે અભિનંદન આપ્યા,

                                     આજના પ્રસંગની તસ્વીર .......................







નવરાત્રી પર્વ ઉજવણી - ૨૦૧૫/૧૬





                                નવારાત્રી - નવા એટલે નવ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ 

               નવ રાતો તેવો થાય છે આ નવ રાત અને દસ દિવસ દરમિયાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા

               કરવામાં આવે છે.



                                     માં અંબા ના પાવન પર્વ નવરાત્રીની ઉજવણી આજે શાળામાં કરવામાં આવી. આજરોજ તારીખ- ૧૭/૧૦/૨૦૧૫  ના દિને શાળાના ચોગાનમાં નવરાત્રી પર્વની ઉજવણી  પ્રસંગે શાળાના ધોરણ - ૧ થી ૮ ના તમામ બાળકોએ સરસ ગરબાની રમઝટ જમાવી .


                                          નવરાત્રી પર્વ ઉજવણીની તસ્વીર......