અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Saturday, 29 September 2012

વિના મુલ્યે લેપટોપ

વિનામૂલ્યે ........  લેપટોપ ......લેપટોપ.........



              ધો-૧ર થી પોસ્ટ ગ્રેજયુએટ સુધીના દરેક વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ આપવાની મહત્વકાંક્ષી યોજનાની ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશનની જાહેરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવેલ છે.

         ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે નીચેની સાઈટ પર કલીક કરો.

Thursday, 27 September 2012

સર્વેયર ભરતી - ૨૦૧૨

               સર્વેયર ભરતી - ૨૦૧૨       

            અગ્ર મુખ્ય વનસરક્ક્ષ શ્રી ,ગુજરાત રાજ્ય ગાંધીનગર ના કાર્યક્ષેત્ર હેઠળની રાજ્યની વનવિભાગની કચેરી માટે વર્ગ-૩નિ સર્વેયર માટેની ૬૦ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે. 
             વિગતો નીચેની સાઈટ પર ઉપલબ્ધ છે.  અથવા બ્લોગના વેબસાઈટ વિભાગમાં ઓજસ ગુજરાતની સાઈટ પર જુઓ.


Wednesday, 26 September 2012

પ્રવાસ-પર્યટન

આજે શાળામાંથી બાળકોને દિન- ૧ નું પર્યટન યોજવામાં આવ્યું. બાળકોને સવારે ૧૦ કલાકે જુદા જુદા વાહનોમાં બીલીમોરાના સોમનાથ મંદિરે લઈ જવામાં આવ્યા. જ્યાં સોમનાથ મહાદેવ મંદિર દર્શન , જલારામ મંદિર દર્શન તથા ગાયત્રી મંદિર દર્શન કરવામાં આવ્યું. સાથે સાથે  બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ ના સમયમાં પ્રખ્યાત જાદુગરની સલોનીનો જાદુગરનો શો બાળકોને બતાવવામાં આવ્યો. બાળકો જાદુગરનો શો નિહાળી જાદુની કલા થી પરિચત થયા.
                        જાદુગરના શો પૂર્ણ થયા પછી બીલીમોરા નગરપાલિકા જોવામાં આવી.
                     
                          આજના પ્રવાસ-પર્યટન ની તસ્વીર.








































































વિદ્યાસહાયક ભરતી - ૨૦૧૨

                જિલ્લા / નગર શિક્ષણ સમિતિની ઉચ્ચ પ્રાથમિક શાળાઓ  વિદ્યાસહાયક  ભરતી ની જાહેરાત - ૨૦૧૨-૧૩  
             જિલ્લા / નગર શિક્ષણ સમિતિની ઉચ્ચ પ્રાથમિક શાળાઓ  ધોરણ-૬ થી ૮ ગુજરાતી અને અન્ય માધ્યમોના વિદ્યાસહાયકો ની ભરતીની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા તારીખ ૨૬ સપ્ટેમ્બરના દિને વર્તમાનપત્ર સંદેશ અને ગુજરાત સમાચારમાં આપવામાં આવી છે. જાહેરાત માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચેની વેબસાઈટ પર ક્લિક કરો.
                        અથવા આ બ્લોગના વેબસાઈટ અને બ્લોગ વિભાગમાં શોધો. 

વિદ્યાસહાયક ભરતીની સાઈટ-૧

વિદ્યાસહાયક ભરતીની સાઈટ-૨

ખાલીજગ્યાની યાદી

ખાલીજગ્યાની યાદી - ૧





Friday, 21 September 2012

નિબંધલેખન સ્પર્ધા

ભાગ લેનાર વિદ્યાર્થીની 
                            તારીખ ૨૧/૯/૨૦૧૨ના રોજ "ઉર્જાના સ્ત્રોતો" વિષય પર  જિલ્લા ક્ક્ષાની નિબંધલેખન સ્પર્ધાનું આયોજન  વુડ પેપર્સ પ્રા.શાળા આંતલિયામાં કરવામાં આવ્યું.  આજના જિલ્લા ક્ક્ષાની નિબંધલેખન સ્પર્ધામાં અમારી શાળાની વિદ્યાર્થીની કુમારી ઉન્નતીકુમારી  દિનેશભાઈ પટેલે ભાગ લીધો. આજની  જિલ્લા ક્ક્ષાની નિબંધલેખન  સ્પર્ધામાં અમારી શાળાની વિદ્યાર્થીનીએ જીલ્લામાં પાંચમો ક્રમ મેળવી શાળા અને ગામનું નામ રોશન કરેલ છે. 
                           શાળાના આચાર્યશ્રીએ અને શિક્ષકોએ ભાગ લેનાર વિદ્યાર્થીનીને શુભેરછાઓ પાઠવી.

      

Thursday, 20 September 2012

કાવ્યો અને ગીતો

રમત રમતા શીખો.

જિલ્લાક્ક્ષાનુ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન ૨૦૧૨


                   તારીખ ૨૦/૯/૨૦૧૨ના રોજ જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૨-૧૩ નું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા ક્ક્ષાનું  પ્રદર્શન  વુડ પેપર્સ પ્રા.શાળા આંતલિયામાં  યોજવામાં આવ્યું.  આજના જિલ્લા ક્ક્ષાના  ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં અમારી શાળાના બાળ વૈજ્ઞાનીકો પ્રિન્સ હરેશભાઈ પટેલ અને  જય ભાણાભાઈ પટેલે  વિભાગ - ૧ ઉદ્યોગો માં અમારી કૃતિ રજુ કરી. જેમાં શ્રી હર્ષદભાઈ ડી. પટેલ દ્વારા  બાળ વૈજ્ઞાનીકોને માર્ગદર્શન આપવામાં આવ્યું.  બાળ વૈજ્ઞાનીકોએ ઉદ્યોગો માંથી નીકળતા રાસાયણિક ઘટકોનો નાશ કરતુ કાર્યરત વર્કીગ મોડેલ બનાવી આજના પ્રદર્શન માં રજુ કરી સૌને સુંદર માહિતી આપી.
                  
                   શાળાના મુખ્યશિક્ષકશ્રીએ સૌને શુભેચ્છાઓ પાઠવી.

                   વિજ્ઞાન - ગણિત પ્રદર્શનની તસ્વીર.






























Tuesday, 18 September 2012

મિનરલ પાણીની સુવિધા

                       આજરોજ શાળામાં રોટરી ક્લબ  બીલીમોરા તરફથી શાળાના બાળકોને પીવાના શુદ્ધ પાણીની સુવિધા માટે વોટર પ્યોરીફાયર પ્લાન્ટ અર્પણ કરવામાં આવ્યો. આજથી શાળાના ૩૪૫ બાળકોને અને શાળાના શિક્ષકોને  પીવાના શુદ્ધ પાણીનો લાભ મળ્યો.
                             વોટર પ્યોરીફાયર પ્લાન્ટના ઉદઘાટન પ્રસગ ની તસ્વીર.


શાળાના મહામંત્રી દ્વારા ઉદઘાટન 


ઉપ આચાર્ય શ્રી દ્વારા ફૂલહાર 


શાળાના શિક્ષકો 


શાળાના શિક્ષિકા બહેનો

પાણીના સુત્રો


સૌ ગ્રામજનોને નમસ્તે, પાણી ન બગાડો રસ્તે.

 સ્વચ્છ પાણી પીવો. સુખી જીવન જીવો.

યાદ રહે હરપળ , ટીપે ટીપું બચાવો પાણી.

ચોખ્ખુ પાણી જીવન ટકાવે, દૂષિત પાણી જીવન ટુકાવે. 

પીવો અને પીવડાવો સ્વચ્છ પાણી. નહીતો કરવો ડોક્ટરને કમાણી.

ભણતર માટે પળ ન બગાડો. જીવન માટે જળ ન બગાડો.

 તું બોલને સારી વાણી, તું જોઇને વાપર પાણી.




Friday, 7 September 2012

તાલુકાકક્ષાનું વિજ્ઞાન-ગણિત પ્રદર્શન - ૨૦૧૨

           તારીખ ૬/૯/૨૦૧૨ અને ૭/૯/૨૦૧૨ના રોજ તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૨-૧૩ નું આયોજન કરવામાં આવ્યું .તાલુકા ક્ક્ષાનું  પ્રદર્શન  વુડ પેપર્સ પ્રા.શાળા આંતલિયામાં પ્રદર્શન યોજવામાં આવ્યું.  આજના તાલુકા ક્ક્ષાના  ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં અમારી શાળાના બાળ વૈજ્ઞાનીકો પ્રિન્સ હરેશભાઈ પટેલ અને  જય ભાણાભાઈ પટેલે  વિભાગ - ૧ ઉદ્યોગો માં ભાગ લીધો. જેમાં શ્રી હર્ષદભાઈ ડી. પટેલ દ્વારા  બાળ વૈજ્ઞાનીકો માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં  બાળ વૈજ્ઞાનીકોએ ઉદ્યોગો માંથી નીકળતા રાસાયણિક ઘટકોનો નાશ કરતુ કાર્યરત વર્કીગ મોડેલ બનાવી આજના પ્રદર્શન માં રજુ કરી સૌને સુંદર માહિતી આપી.
                   આજના આ પ્રદર્શનમાં રજુ કરેલી અમારી કૃતિને જીલ્લા  કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રજુ કરવા માટે પસંદ કરવામાં આવી. હવે શાળાની આ કૃતિ  બાળ વૈજ્ઞાનીકો તારીખ- ૨૦/૯/૨૦૧૨   તથા  ૨૨/૯/૨૦૧૨ ના રોજ જિલ્લાક્ક્ષાના  પ્રદર્શનમાં  રજુ કરશે. 
                   શાળાના મુખ્યશિક્ષકશ્રીએ સૌને શુભેચ્છાઓ પાઠવી.

                     તાલુકાકક્ષાએ રજુ કરેલ કૃતિની તસ્વીર.

કૃતિની રજૂઆત 














કૃતિની સમજુતી 
કૃતિના બાળ વૈજ્ઞાનિકઅને માર્ગદર્શક્શ્રી

















કૃતિનું  મુલ્યાંકન 


























મુખ્ય શિક્ષક દ્વારા બાળ વૈજ્ઞાનિકોનું સન્માન 














મુખ્ય શિક્ષક દ્વારા માર્ગદર્શક્શ્રીનું સન્માન 

Wednesday, 5 September 2012

શિક્ષકદિન ની ઉજવણી

               આજે ૫ મી સપ્ટેમ્બર  શિક્ષકદિન. આજનો દિવસએ  ડો. સર્વપલ્લી રાધાક્રિશ્નનનો જન્મ દિવસ. આજે અમારી શાળામાં શિક્ષકદિન ની ઉજવણી કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓએ આજે શિક્ષક બની શિક્ષણ કાર્ય કર્યું. ૧ થી ૮ ધોરણમાં તાસ મુજબ કાર્ય કરી શાળાનું સંચાલન કર્યું. શાળાના મહામંત્રી પ્રિન્સ હરેશભાઈ પટેલે શાળાના મુખ્ય શિક્ષક્ની ભૂમિકા ભજવી. આજે શાળાના કેટલાક બાળકોને શિક્ષક બનવાનો મોકો મળીયો. તેઓએ પોતાના જ્ઞાનનું ભાથું બીજા બાળકોને પીરસીયું.

                 આજના શિક્ષક દિન ઉજવણીની તસ્વીર. 






























Monday, 3 September 2012

સી.આર.સી. બેઠક

                  તારીખ- ૧-૯-૨૦૧૨ના  દિને અમારી શાળામાં સી.આર.સી. ક્ક્ષાની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આજે તાલીમની શરૂઆત ધ્યાન , યોગ અને પ્રાર્થનાથી કરવામાં આવી. શાળાના મુખ્ય શિક્ષક શ્રી સંદીપકુમાર છગનલાલ પટેલે સૌ ને આવકાર આપ્યો. સી.આર.સી.કો. શ્રી રાજેશ્રી ટંડેલ આજની તાલીમની રૂપરેખ આપી. આજના તજજ્ઞ શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા યોગની તાલીમ આપી. સાથે યોગશિક્ષણની સી.ડી.નું નિદર્શન કરાવ્યું. તાલીમના કાર્યક્રમ મુજબ બાયસેગનું સીધું પ્રસારણ નિહાળવામાં આવ્યું. આજની તાલીમમાં જુદા જુદા વિષયના તજજ્ઞો અભ્યાસક્રમની માહિતી આપી. આજની તાલીમમાં બીટનિરીક્ષક બેન શ્રી માનનીય હેમલતા બેને હાજર રહી તાલીમી શિક્ષકોને માર્ગદર્શન આપ્યું.
                       આજની તાલીમની ફોટો ઈમેજ