અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Thursday, 28 March 2013

Gunotsav-4 માર્ગદર્શિકા

ગુનોત્સવ -૪ અગેની માર્ગદર્શિકા 



Sunday, 24 March 2013

Gunotsav --4 --- 2012-13

ગુનોત્સવ ૨૦૧૨-૧૩ નું આયોજન તારીખ- ૧૨-૪-૨૦૧૩ ના ફક્ત ૧  દિવસ માટે શાળાકક્ષાએ યોજાવાની શક્યતા.
        ગુનોત્સવના આયોજન માટેની વિડીયો કોન્ફરન્સ માટેનો પરિપત્ર



પરિપત્ર અહીંથી ડાઉનલોડ કરો.

આપના આભારી છીએ.
http://teachersvadodara.yolasite.com/










Monday, 18 March 2013

Gunotsav - 4 -----2013

 મળતી માહિતી મુજબ ૧૨  મી એપ્રિલે ૧  દિવસ માટે પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ કાર્યક્ર્મ યોજાવાની શક્યતા ... 

ઇનામ વિતરણ કાર્યક્રમ

                        શાળામાં આજરોજ વાંચનપર્વની ઉજવણીના અનુસંધાનમાં અગાઉ વાંચન સપ્તાહ પર્વની ઉજવણી અંતર્ગત શાળા કક્ષાએ વાંચનની ધોરણવાર સ્પર્ધાઓ કરવામાં આવી હતી. જે મુજબ ધોરણ ૧ થી ૮ ના બાળકોએ વાંચનની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલે વાંચન બાબતે વાંચનનું જીવનમાં મહત્વની ફરીથી સમજ આપી .  વાંચન સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને પુસ્તકો આપી સન્માનવામાં આવ્યા. શાળામાં સૌથી વધુ પુસ્તકો વાચનાર શિક્ષકોને પણ પુસ્તકો આપી સન્માનવામાં આવ્યા.
                           આજના કાર્યક્રમની તસ્વીર.











શાળાકીય રમતોત્સવ

                     તારીખ-૧૬-૩-૨૦૧૩ ને શનિવારના દિવસે અમારી શાળામાં શાળાકીય રમતોત્સવની ઉજવણી કરવામાં આવી. આજના દિવસે ધોરણ- ૧ થી ૮ માટેની જુદી જુદી બાળ રમતોનું આયોજન કરી રમતો રમાડવામાં આવી. બેડમિન્ટન, કુમાર-કન્યા માટેની ક્રિકેટ સ્પર્ધા, દોરીકુંદ જેવી સ્પર્ધા કરી રમતો રમાડી ઇનામો આપવામાં આવ્યા. 
                              આજની રમતોની તસ્વીર.








Thursday, 14 March 2013

વાર્ષિક પરિક્ષાની સુચના - ૨૦૧૩

વાર્ષિક પરિક્ષા  - ૨૦૧૩ ના આયોજનની દરેક જીલ્લાના  ડી.પી.ઓ. ને સુચના આપતો પરિપત્ર

આભાર

Wednesday, 13 March 2013

GUNOTSAV - 2013

gunotsav 2013-14   નું આયોજન અગેનો પરિપત્ર





Tuesday, 12 March 2013

જન્મદિન ઉજવણી

                 આજે તારીખ- ૧૨ મી માર્ચ .  આજથી ૮૩ વર્ષ પૂર્વે ૧૯૩૦ ની ૧૨ મી માર્ચે  પૂજ્ય મહાત્મા ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવા અમદાવાદની સાબરમતી આશ્રમથી નવસારી નજીકના દાંડી સુધી પગપાળા કુચ કરી હતી. ૨૫ દિવસમાં આશરે ૨૪૧ માઈલ કુચ કરી એમનો કાફલો ૫ મી અપ્રિલે દાંડીના દરિયા કિનારે પહોચ્યો. ૬ અપ્રિલે સવારે સ્નાન કરી નિત્યક્રમ મુજબ પ્રાથના કાર્ય પતાવી મહાત્મા ગાંધી બાપુએ કિનારા પરથી ચપટી મીઠું ઉપાડી સવિનય કાનુન ભંગ કર્યો.
                    આજનો દિવસ અમારી શાળા  માટે પણ એક વિશેષ દિવસ હતો. શાળાના આચાર્ય શ્રી સંદીપકુમાર પટેલનો આજે જન્મદિવસ. આજે  શાળાના બાળકોએ અને  પૂર્વ  આચાર્ય શ્રી શંકરભાઈ પટેલે શાળા પરીવાર વતી એમને શુભકામના પાઠવી.









Monday, 11 March 2013

પ્રવાસી બાળકોને પોલીસ રક્ષણ

 શાળામાંથી યોજવામાં આવતા શેક્ષનિક પ્રવાસમાં પ્રવાસીઓને પોલીસ રક્ષણ આપવાનો નિર્ણય સરકારે કરેલ છે. જે બાબતનો પરિપત્ર




ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા પરિણામ - ૨૦૧૨/૧૩

                     ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા - ૨૦૧૨/૧૩ નું પરિણામ આજ રોજ  એ પરિક્ષાનુ સંચાલન કરનાર સંચાલક શ્રી ગીરીશભાઈ તથા શ્રી ભીખુભાઈ થકી આજે શાળાના પ્રાથના સંમેલનમાં જાહેર કરવામાં આવ્યું. 
                         શાળાનું પરિણામ ૧૦૦ % જાહેર થયું. પરિક્ષામાં બેસનાર બધાજ બાળકોએ ખુબ સારા ગુણ પ્રાપ્ત કર્યા હતા. પરિક્ષામા વધુ ગુણ મેળવી પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર ધોરણ - ૫ થી ૮ ના બાળકોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. જેમાં ધોરણ-૫ માં જીગર મુકેશભાઈ પટેલ , ધોરણ-૬ માં દ્રષ્ટિ નરેશભાઈ પટેલ , ધોરણ- ૭  માં સાહિલ યોગેશભાઈ પટેલ , ધોરણ- ૮ માં આશિષ અશોકભાઈ પટેલ ને ઇનામો આપી તેમની વિશિષ્ઠ પ્રતિભાને બિરદાવવામાં આવી.
                        ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષામાં ભાગ લેનાર બાળકોને સંચાલક શ્રીઓએ અભિનંદન પાઠવ્યા. સાથે સાથે શ્રી ગીરીશભાઈ એ ધોરણ- ૫ થી ૮ ના બાળકોને ઉત્તમ માનવ ઘડતર માટેની વાતો સમજાવી. ભારતીય સંસ્કૃતિને એક સાચા માનવ બની જાળવી રાખવાની સલાહ આપી.

                          આજના આ ખાસ પ્રસંગની તસ્વીર.



પ્રતિભાખોજ પરિક્ષા - ૨૦૧૩

        શનિવાર તારીખ- ૯/૩/૨૦૧૩ ના રોજ પ્રાથમિક શાળાઓના બાળકોમાં રહેલ વિશિષ્ઠ પ્રતિભાઓને શોધવા દર વર્ષની માફક ધોરણ-૭ ના બાળકો માટેની પ્રતિભાખોજ પરિક્ષાનું આયોજન તાલુકા શાળા ગણદેવી ધ.નાં.ભાવસાર શાળામાં થયેલ. જેમાં અમારી શાળાના બે બાળકોએ ભાગ લીધો.
             આજની પરિક્ષાના બાળકો હતા ૧. રક્ષિત અમરતભાઈ પટેલ  તથા ૨. મયુરી અશોકભાઈ પટેલ . આ બંને બાળકોએ આજની પરિક્ષામાં ભાગ લઈ પોતાના શૅક્ષનિક જ્ઞાનનો વિસ્તાર કર્યો.
              પરિક્ષામાં ભાગ લેનાર બાળકો.

 રક્ષિત અમરતભાઈ પટેલ                 ધોરણ-૭ 

મયુરી અશોકભાઈ પટેલ                  ધોરણ-૭ 

Saturday, 9 March 2013

વાલીદિન ની ઉજવણી

                             આજરોજ તારીખ ૯-૩-૨૦૧૩ ને શનિવારના દિને અમારી શાળામાં વાલીદિનની ઉજવણી કરવામાં આવી. શાળામાં અભ્યાસની સાથે સાથે સહભ્યાસીક પ્રવૃતિઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસના ધ્યેય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી વાલીદિન ઉજવવામાં આવ્યો. પધારેલા આમંત્રિત મહેમાનોની સામે શાળાના નાના નાના ભૂલકાઓએ બાળગીત, અભિનયગીત, બાળવાર્તા, નાટક, ડાન્સ, દેશભક્તિગીત, વક્તવ્ય, ઘાતીલેઝીમ, કસરતના દાવ જેવા કાર્યક્રમનું નિદર્શન કરાવી શ્રોતાઓને પ્રભાવિત કર્યા. બાળકોના આજના કાર્યક્રમને નિહાળી કેટલાક મહેમાનોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા. 
                                  વર્ષ દરમિયાન યોજવામાં આવેલ જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા થયેલ બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 
                                       આજના પ્રસગની બોલતી તસ્વીર.















૫ વર્ષના બાળકોનું સર્વે પરિપત્ર

      ૫ વર્ષના બાળકોને શાળામાં દાખલ કરવા માટે સર્વેની કરવાની  થતી કામગીરીનો પરિપત્ર


અભાર શ્રી ગૌરવકુમાર સોલંકી 
સી.આર.સી.કો. નનાવા 

તાલીમ પ્રોગ્રામ ૨૦૧૩-૧૪

તાલીમ પ્રોગ્રામ ૨૦૧૩-૧૪ ના કાર્યક્રમનું આયોજન



આભાર
શ્રી ગૌરવકુમાર સોલંકી 
સી.આર.સી. કો. નનાવા 



Friday, 8 March 2013

SMC ની એકસપ્લોઝર વિઝીટ


        આજ રોજ અમારી પોંસરી શાળામાં તાલુકાની કેન્દ્ર શાળાના કેન્દ્ર શિક્ષકો , તાલુકાના મુખ્ય શિક્ષકો , તાલુકાના સી.આર.સી કો. , એસ.એમ.સી.ના સભ્યો વગેરેની એક દિવસની શાળાની એક્ક્ષપ્લોઝર વિઝીટ કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત શાળાની બાલિકાઓ દ્વારા  પ્રાથના અને સ્વાગતથી કરવામાં આવી. આચાર્યશ્રી સંદીપભાઈ પટેલે પધારેલા મહેમાનોનું સ્વાગત કરી શાળામાં થતી જુદી જુદી શેક્ષનિક પ્રવૃતિઓથી બધાને માહિતગાર કરી શાળામાં એસ એમ સી ના સભ્યોની ભાગીદારીની માહિતી આપી. આજના પ્રસંગ પધારેલા મુખ્ય મહેમાન તાલુકા કેળવણી નિરિક્ષક બહેન શ્રી પુષ્પાબહેન, અન્ય મહેમાનો એવા  દેવસર ગામના નિવૃત  કેળવણી નિરિક્ષક શ્રી ભાણાભાઈ પટેલ ,દેવસર શાળાના એસ એમ સી ના સભ્ય અને  નિવૃત  કેળવણી નિરિક્ષક શ્રી રમણભાઈ પટેલ,  સી આર સી કો. કુમારી રાજેશ્રીબેન અને અન્યોએ  પોતાના વક્તવ્યો આપી અભિપ્રાય આપ્યો. 
                  આજના પ્રસગે પધારેલા બધા મહેમાનોએ શાળાની પ્રગતિની નોધ લીધી. શાળાના ૧ થી ૪ ધોરણમાં ચાલતા પ્રજ્ઞા વર્ગની મુલાકાત કરી. વર્ગની સરાહના કરી સાથે સાથે ધોરણ ૫ થી ૮ ના વર્ગોની પણ મુલાકાત લીધી. બધાએ અમારી શાળામાં કરવામાં આવતા કાર્યો ને બિરદાવી વધુ પ્રગતિ માટે આર્શીવચન આપ્યા.
                    વધુમાં સોમનાથ કેન્દ્રના સી.આર.સી. કો. શ્રી લાલભાઈ ટંડેલ દ્વારા શાળાના બાળકોને પપેટ શો  નું નિદર્શન કરાવ્યું. 
                  આજના કાર્યક્રમની તસ્વીર.


મહેમાનોનું સ્વાગત 

પધારેલા મહેમાનો 

મુખ્ય શિક્ષક શ્રી નું  પ્રવચન 

મહેમાનોનું પ્રવચન 

મહેમાનોનું પ્રવચન 

મહેમાનોનું પ્રવચન 

બાળકો દ્વારા નાટકની રજૂઆત 
પપેટ શો 
પપેટ શો 



Thursday, 7 March 2013

એસ એમ સી ટ્રેનીગ

             તારીખ- ૨૫/૨/૨૦૧૩ થી તારીખ - ૨૭/૨/૨૦૧૩ સુધી શાળામાં એસ એમ સી ના સભ્યોની ત્રણ દિવસની બિન નિવાસી ટ્રેનીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમની શરૂઆત પ્રાથના થી કરવામાં આવી. આ ટ્રેનીગ માં પ્રથમ દિવસે  શાળાના આચાર્ય શ્રીએ ફરજીયાત શીક્ષણ અધિકાર ના અમલીકરણ અને તેનું  મહત્વ , શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની ફરજો અગે અગે સમજ આપી. શાળાના બાળકો અને શિક્ષકો એ વર્ષ દરમિયાન કરેલ કામગીરીની ચર્ચા કરી કામની સમિક્ષા કરવામાં આવી. તાલીમના બીજા દિવસે શાળા વિકાસ યોજના , શાળા ગ્રાન્ટ ,  કોમ્પુટર એડેડ લર્નિગ પ્રોગ્રામ  વગેરેથી માહિતગાર કરવામાં આવ્યા.ત્રીજા દિવસે તાલીમાર્થીઓને અનિયમિત રહેતા બાળકોના વાલીઓની મુલાકાત કરી. એસ એમ સી ના સભ્યોની આ તાલીમથી તેઓ ખુબ પ્રભાવિત થયા.