અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday 11 March 2013

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા પરિણામ - ૨૦૧૨/૧૩

                     ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા - ૨૦૧૨/૧૩ નું પરિણામ આજ રોજ  એ પરિક્ષાનુ સંચાલન કરનાર સંચાલક શ્રી ગીરીશભાઈ તથા શ્રી ભીખુભાઈ થકી આજે શાળાના પ્રાથના સંમેલનમાં જાહેર કરવામાં આવ્યું. 
                         શાળાનું પરિણામ ૧૦૦ % જાહેર થયું. પરિક્ષામાં બેસનાર બધાજ બાળકોએ ખુબ સારા ગુણ પ્રાપ્ત કર્યા હતા. પરિક્ષામા વધુ ગુણ મેળવી પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર ધોરણ - ૫ થી ૮ ના બાળકોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. જેમાં ધોરણ-૫ માં જીગર મુકેશભાઈ પટેલ , ધોરણ-૬ માં દ્રષ્ટિ નરેશભાઈ પટેલ , ધોરણ- ૭  માં સાહિલ યોગેશભાઈ પટેલ , ધોરણ- ૮ માં આશિષ અશોકભાઈ પટેલ ને ઇનામો આપી તેમની વિશિષ્ઠ પ્રતિભાને બિરદાવવામાં આવી.
                        ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષામાં ભાગ લેનાર બાળકોને સંચાલક શ્રીઓએ અભિનંદન પાઠવ્યા. સાથે સાથે શ્રી ગીરીશભાઈ એ ધોરણ- ૫ થી ૮ ના બાળકોને ઉત્તમ માનવ ઘડતર માટેની વાતો સમજાવી. ભારતીય સંસ્કૃતિને એક સાચા માનવ બની જાળવી રાખવાની સલાહ આપી.

                          આજના આ ખાસ પ્રસંગની તસ્વીર.



No comments:

Post a Comment