અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Friday 8 March 2013

SMC ની એકસપ્લોઝર વિઝીટ


        આજ રોજ અમારી પોંસરી શાળામાં તાલુકાની કેન્દ્ર શાળાના કેન્દ્ર શિક્ષકો , તાલુકાના મુખ્ય શિક્ષકો , તાલુકાના સી.આર.સી કો. , એસ.એમ.સી.ના સભ્યો વગેરેની એક દિવસની શાળાની એક્ક્ષપ્લોઝર વિઝીટ કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત શાળાની બાલિકાઓ દ્વારા  પ્રાથના અને સ્વાગતથી કરવામાં આવી. આચાર્યશ્રી સંદીપભાઈ પટેલે પધારેલા મહેમાનોનું સ્વાગત કરી શાળામાં થતી જુદી જુદી શેક્ષનિક પ્રવૃતિઓથી બધાને માહિતગાર કરી શાળામાં એસ એમ સી ના સભ્યોની ભાગીદારીની માહિતી આપી. આજના પ્રસંગ પધારેલા મુખ્ય મહેમાન તાલુકા કેળવણી નિરિક્ષક બહેન શ્રી પુષ્પાબહેન, અન્ય મહેમાનો એવા  દેવસર ગામના નિવૃત  કેળવણી નિરિક્ષક શ્રી ભાણાભાઈ પટેલ ,દેવસર શાળાના એસ એમ સી ના સભ્ય અને  નિવૃત  કેળવણી નિરિક્ષક શ્રી રમણભાઈ પટેલ,  સી આર સી કો. કુમારી રાજેશ્રીબેન અને અન્યોએ  પોતાના વક્તવ્યો આપી અભિપ્રાય આપ્યો. 
                  આજના પ્રસગે પધારેલા બધા મહેમાનોએ શાળાની પ્રગતિની નોધ લીધી. શાળાના ૧ થી ૪ ધોરણમાં ચાલતા પ્રજ્ઞા વર્ગની મુલાકાત કરી. વર્ગની સરાહના કરી સાથે સાથે ધોરણ ૫ થી ૮ ના વર્ગોની પણ મુલાકાત લીધી. બધાએ અમારી શાળામાં કરવામાં આવતા કાર્યો ને બિરદાવી વધુ પ્રગતિ માટે આર્શીવચન આપ્યા.
                    વધુમાં સોમનાથ કેન્દ્રના સી.આર.સી. કો. શ્રી લાલભાઈ ટંડેલ દ્વારા શાળાના બાળકોને પપેટ શો  નું નિદર્શન કરાવ્યું. 
                  આજના કાર્યક્રમની તસ્વીર.


મહેમાનોનું સ્વાગત 

પધારેલા મહેમાનો 

મુખ્ય શિક્ષક શ્રી નું  પ્રવચન 

મહેમાનોનું પ્રવચન 

મહેમાનોનું પ્રવચન 

મહેમાનોનું પ્રવચન 

બાળકો દ્વારા નાટકની રજૂઆત 
પપેટ શો 
પપેટ શો 



No comments:

Post a Comment