અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Saturday 9 March 2013

વાલીદિન ની ઉજવણી

                             આજરોજ તારીખ ૯-૩-૨૦૧૩ ને શનિવારના દિને અમારી શાળામાં વાલીદિનની ઉજવણી કરવામાં આવી. શાળામાં અભ્યાસની સાથે સાથે સહભ્યાસીક પ્રવૃતિઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસના ધ્યેય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી વાલીદિન ઉજવવામાં આવ્યો. પધારેલા આમંત્રિત મહેમાનોની સામે શાળાના નાના નાના ભૂલકાઓએ બાળગીત, અભિનયગીત, બાળવાર્તા, નાટક, ડાન્સ, દેશભક્તિગીત, વક્તવ્ય, ઘાતીલેઝીમ, કસરતના દાવ જેવા કાર્યક્રમનું નિદર્શન કરાવી શ્રોતાઓને પ્રભાવિત કર્યા. બાળકોના આજના કાર્યક્રમને નિહાળી કેટલાક મહેમાનોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા. 
                                  વર્ષ દરમિયાન યોજવામાં આવેલ જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા થયેલ બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 
                                       આજના પ્રસગની બોલતી તસ્વીર.















No comments:

Post a Comment